Ahmedabad : અમદાવાદમાં પાલડી ખાતેથી સોનું અને રોકડ ઝડપાવા મામલો, ગુજરાત ATS દ્વારા કરાયા મોટા ખુલાસા
અમદાવાદનાં પાલીડ વિસ્તારમાં આવેલ આવિષ્કાર એપાર્ટમેન્ટમાં બંધ ફ્લેટમાં કરોડોનું સોનું તેમજ રૂપિયા હોવાની બાતમી ગુજરાત એટીએસ તેમજ DRI ને મળવા એજન્સીઓ દ્વારા તાત્કાલીક ટીમો બનાવી ફ્લેટ પર તપાસ હાથ ધરવામાં આવતા એજન્સીઓને કરોડોનું સોનું, બ્રાન્ડેડ ઘડિયાળ સહિત રોકડ મળી આવી હતી. એજન્સી દ્વારા કુલ 100 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ આ બાબતે વધુ તપાસ હાલ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસે 100 કરોડથી વધુનો મુદ્દામાલ મળ્યો
આ સમગ્ર મામલે ગુજરાત ATS દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, પાલડી વિસ્તારમાં ગત રોજ મળી આવેલ સોના મામલે મોટો ખુલાસો કર્યો છે. જેમાં ATS ને માહિતી મળી હતી કે પાલડીમાં દાણચોરી કરેલ સોનું એક ફ્લેટમાં રાખવામાં આવેલ છે.જે મામલે પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટ તેમજ અન્ય અધિકારીઓ તપાસમાં સામેલ થયા હતા. તેમજ ટીમો બનાવીને રેડ પાડી હતી. આ ફ્લેટ મેઘ મહેન્દ્ર શાહ નામનાં માણસે ભાડે રાખ્યું હતું. આ ફ્લેટમાંથી 87.92 કિલો ગોલ્ડ, અન્ય જ્વેલરી તેમજ બ્રાન્ડેડ 11 ઘડિયાળ પણ મળી આવી હતી. પોલીસ દ્વારા કુલ 107કિલો સોનું ઝવેરાત અને ઘડિયાળ સહિત 100 કરોડથી વધારે મુદ્દામાલ મળ્યો છે. તેમજ 52 કિલો સોનામાં ફોરેનના માર્ક હતા.
અમદાવાદના પાલડીમાં ATS અને DRIની તપાસ પૂર્ણ
સતત 22 કલાક સુધી ચાલ્યુ સર્ચ ઓપરેશન
પાલડીના એક ફ્લેટમાં ATS અને DRIએ કર્યુ સર્ચ ઓપરેશન
સમગ્ર મુદ્દે Gujara ATS ના DIG Sunil Joshi એ આપી જાણકારી@sanghaviharsh @dgpgujarat @cbic_india #Ahmedabad #Gold #Ahmedabadpolice #AhmedabadGold… pic.twitter.com/hs6BVyx4SM— Gujarat First (@GujaratFirst) March 18, 2025
પોલીસ દ્વારા હજુ તપાસ ચાલુ
ગુજરાત ATS અને DRI દ્વારા હાલ કલમ 123 હેઠળ કાર્યવાહી કરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ મકાન ભાડે આપવા બાબતે મેઘ મહેન્દ્રનાં ધંધા અને સોર્સ દ્વારા હજુ વધુ તપાસ થશે. તેમજ જે માર્ક મળ્યા છે તે જોતા ફોરેનથી ગોલ્ડ આવતું હતું. તેમજ શેર માર્કેટમાં કામકરતા હતા તેવું સંબંધીઓથી જાણવા મળ્યું છે. તેમજ અત્યારથી પ્રથમ કાર્યવાહી થઈ છે. જેની તપાસ હજુ ચાલુ છે. મકાનનો ઉપયોગ પ્રાથમિક રીતે બંધ અને સ્ટોક માટે રખાતો હતો. 3 દિવસથી માહિતી મળી હતી. આ ઓપરેશનમાં 20 માણસો તપાસમાં લાગ્યા હતા. આ ઓપરેશન આજે સવારે પૂર્ણ થયું છે.
Megh Shah
નોટો ગણવાનું મશીન અને વજન કાંટો મંગાવ્યો
લાંબા સમય બાદ મેઘ શાહ એજન્સીઓના રડારમાં આવ્યો છે. મેઘ શાહ બજાર બાજીગર ગેમ્સ પ્રા.લિનો ડાયરેક્ટર હોવાની માહિતી સામે આવી છે. શેર ઓપરેટરનાં સબંધીનાં બંધ ફ્લેટમાં સ્ટેટ એજન્સીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. આ સર્ચ ઓપરેશનમાં ATS ની સાથે DRI ની ટીમ પણ જોડાઈ હતી. DRI ના ડેપ્યુટી ડાયરેક્ટર ફ્લેટ પર પહોંચ્યા હતા. બંધ ફ્લેટમાં 100 કિલોથી વધુ સોનું હોવાની બાતમી એજન્સીઓને મળી હતી. શેર બજારનાં ઓપરેટર મેઘ શાહનાં સબંધીનાં ફ્લેટમાં સોના અને રોકડનો ખજાનો હતો. 100 થી 400 કિલો જેટલું સોનું ફ્લેટમાં છુપાવ્યું હોવાની બાતમી મળી હતી. તેમજ એજન્સીઓ દ્વારા નોટો ગણવાનું મશીન અને વજન કાંટો મંગાવવામાં આવ્યો હતો.
તપાસમાં શું મળ્યું -
- 100 ગ્રામના 879 સોનાના બિસ્કીટ
- કુલ 87 કિલો 900 ગ્રામ સોનું મળ્યું
- 19 કિલો 663 ગ્રામ જ્વેલરી મળી
- 1.38 કરોડ રૂપિયાની રોકડ
- 3 કરોડની કિંમતની ઘડીયાળ


