Ahmedabad Plane Crash 2025: અકસ્માતનું દર્દ હું સમજી શકું છુ: નાયડૂ
- AI-171 દુર્ઘટના મુદ્દે ઉડ્ડયન મંત્રાલયનું મોટું નિવેદન
- એરપોર્ટથી 2 કિલોમીટર દૂર બની દુર્ઘટનાઃ MoCA
- '650 ફૂટની ઉંચાઈએ પહોંચ્યા બાદ નીચે આવવા લાગ્યું'
Ahmedabad Plane Crash : એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં તપાસનો ધમધમાટ. એરપોર્ટથી 2 કિલોમીટર દૂર થયો અકસ્માત 650ની ઉંચાઇએ પહોંચ્યા બાદ ખરાબ થયુ. પેરિસ-દિલ્હી ઉડાનમાં કોઇ મુશ્કેલી ન આવી. મુસાફરોની સુરક્ષા અમારી પ્રાથમિક્તા. પ્લેનનો ATS સાથે સંપર્ક થઇ શકતો ન હતો. ઘટનાસ્થળ સીલ કરી દેવામાં આવ્યુ તમામ પ્રકારની બારીકાઇથી તપાસ હાથ ધરાશે. પ્લેનનું બ્લેક બોક્સ મળી ચુક્યુ છે. તપાસ માટે ઉચ્ચસ્તરીય કમિટીનું ગઠન કરવામાં આવ્યુ છે. ગૃહ સચિવની અધ્યક્ષતામાં કમીટીની રચના કરવામાં આવી.
3 મહિનામાં તપાસનો રિપોર્ટ તૈયાર કરશે
3 મહિનામાં તપાસનો રિપોર્ટ તૈયાર કરવામાં આવનશે. પાયલટે ઇમરજન્સીની સૂચના આપી હતી. મેં અકસ્માતમાં મારા પિતા ગુમાવ્યા છે. દર્દ શું છે મને જાણ છે પોતાનાઓને ગુમાવવાથી કેવી સ્થિતિ થાય છે તે સમજી શકુ છુ. 3 મહિનામાં તપાસ ટીમ રિપોર્ટ સોંપશે. 1 કલાક 40 મિનિટે વિમાનને અકસ્માત નડ્યો. આ અકસ્માત ખુબજ દુ: ખદ. સુરક્ષાને લઇને તમામ પગલા લેવામાં આવશે. અકસ્માત ન થાય તે માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ.
AI-171 દુર્ઘટના મુદ્દે ઉડ્ડયન મંત્રાલયનું મોટું નિવેદન
એરપોર્ટથી 2 કિલોમીટર દૂર બની દુર્ઘટનાઃ MoCA
'650 ફૂટની ઉંચાઈએ પહોંચ્યા બાદ નીચે આવવા લાગ્યું'@MoCA_GoI @airindia #Delhi #BigBreaking #MoCA #AirIndiaPlaneCrash #PlaneCrashAhmedabad #PlaneCrash #AirlineFlightCrash… pic.twitter.com/VhEPcnTsrx— Gujarat First (@GujaratFirst) June 14, 2025
આ પણ વાંચો - Plane Crash : ગજબનો સંયોગ, 27વર્ષ પહેલા પણ 11A સીટનો ચમત્કાર! બચ્યો હતો જીવ
છેલ્લા બે દિવસ ખૂબ જ મુશ્કેલ રહ્યા છે : ઉડ્ડયન મંત્રી
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂ કિંજરાપુ કહે છે કે, છેલ્લા બે દિવસ ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ નજીક બનેલી દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના...શું કરવાની જરૂર છે, શું સહાય પૂરી પાડવાની જરૂર છે તેની દેખરેખ રાખવા માટે હું વ્યક્તિગત રીતે સ્થળ પર દોડી ગયો હતો અને ગુજરાત સરકારનું પણ એવું જ વલણ હતું. ભારત સરકાર અને મંત્રાલયના અન્ય લોકોનું પણ એવું જ વલણ હતું. એકવાર અમે સ્થળ પર પહોંચ્યા પછી, અમે પહેલાથી જ જોયું કે તમામ સંબંધિત વિભાગોની ટીમો જમીન પર કામ કરી રહી હતી, શક્ય તેટલું બચાવ કરવાનો પ્રયાસ કરી રહી હતી, આગને કાબૂમાં લેવાનો અને કાટમાળ ખસેડવાનો પ્રયાસ કરી રહી હતી જેથી મૃતદેહોને વહેલી તકે હોસ્પિટલમાં મોકલી શકાય.
આ પણ વાંચો - NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં બે ગુજરાતી, અહીં જુઓ સ્કોર
AAIB દ્વારા થઈ રહેલી ટેકનિકલ તપાસમાંથી એક મહત્વપૂર્ણ અપડેટ મળ્યુ
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો, જે ખાસ કરીને એરક્રાફ્ટની આસપાસ બનતી ઘટનાઓ, અકસ્માતોની તપાસ કરવા માટે રચાયેલી હતી, તેને તાત્કાલિક કાર્યરત કરવામાં આવી હતી. AAIB દ્વારા થઈ રહેલી ટેકનિકલ તપાસમાંથી એક મહત્વપૂર્ણ અપડેટ ગઈકાલે સાંજે 5 વાગ્યે સ્થળ પરથી બ્લેક બોક્સની શોધ છે, AAIB ટીમ માને છે કે બ્લેક બોક્સનું આ ડીકોડિંગ ઊંડાણપૂર્વકની સમજ આપશે. ક્રેશની પ્રક્રિયા દરમિયાન અથવા ક્રેશ પહેલાની ક્ષણોમાં ખરેખર શું બન્યું હશે. AAIB તેની સંપૂર્ણ તપાસમાંથી પસાર થયા પછી પરિણામો અથવા રિપોર્ટ શું આવશે તેની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ..."


