Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : Configuration Error અમદાવાદના સૌથી મોટા વિમાન દુર્ઘટનાનું કારણ બની?

અમદાવાદથી લંડન માટે ઉડાન ભર્યાં બાદ મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં અમદાવાદ પ્લેન ક્રેશમાં 265ના મોતની પુષ્ટિ કરવામાં આવી
ahmedabad plane crash   configuration error અમદાવાદના સૌથી મોટા વિમાન દુર્ઘટનાનું કારણ બની
Advertisement
  • અમદાવાદ પ્લેન ક્રેશમાં 265ના મોતની પુષ્ટિ
  • અમદાવાદમાં DCPએ 265ના મોતની પુષ્ટિ કરી
  • પ્લેન દુર્ઘટનામાં કુલ 300થી વધુના મોતની આશંકા

Ahmedabad Plane Crash : અમદાવાદમાં ઈતિહાસની સૌથી મોટી વિમાન દુર્ઘટના બની છે. જેમાં લંડન જતું એર ઈન્ડિયાનું મુસાફર પ્લેન અમદાવાદમાં ક્રેશ થયુ છે. અમદાવાદથી લંડન માટે ઉડાન ભર્યાં બાદ મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં અમદાવાદ પ્લેન ક્રેશમાં 265ના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં DCPએ 265ના મોતની પુષ્ટિ કરી છે. પ્લેન દુર્ઘટનામાં કુલ 300થી વધુના મોતની આશંકા છે.

Advertisement

AI-171 નંબરનું એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડ્યું હતુ

AI-171 નંબરનું એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડ્યું હતુ. એર ઈન્ડિયાનું બોઈંગ ડ્રીમલાઈનર 787 વિમાન ક્રેશ થતા અફરાતફરી સર્જાઇ હતી. ટેક ઓફ કર્યા બાદ 30 જ સેકન્ડમાં વિમાન ક્રેશ થયું છે. ક્રેશ થયેલાં પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફર સવાર હતા. પ્લેનમાં સવાર 241 મોત, એક મુસાફરનો આબાદ બચાવ થયો છે. 265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ પહોંચી ચૂક્યા હોવાની માહિતી છે. વિમાન દુર્ઘટનાનો મૃત્યુઆંક 300ને પાર જવાની આશંકા છે. DNAથી મૃતકોની ઓળખ કરવી પડે તેટલાં ક્ષત-વિક્ષત મૃતદેહ થયા છે. અમદાવાદમાં રહેણાંક વિસ્તારમાં જ વિમાન તૂટી પડ્યું હતુ. મેઘાણીનગરમાં BJ મેડિકલ કોલેજના હોસ્ટેલ પર તૂટી પડ્યું હતુ. પ્લેન ક્રેશ થયું તે અતુલ્યમ ફ્લેટમાં 75ના મોતની આશંકા છે. કેટલાંક તબીબોના પણ વિમાન દુર્ઘટનામાં મોત થયા છે. જેમાં રહેણાંક વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ક્ષત-વિક્ષત મૃતદેહ જોવા મળ્યા છે.

Advertisement

Configuration Error શું છે?

ટેકઓફ દરમિયાન રૂપરેખાંકન ભૂલ (configuration error) નો અર્થ એ થાય કે વિમાનની સેટિંગ્સમાં ભૂલ, જે તેને યોગ્ય રીતે ઉડવાથી અટકાવે છે. આમાં ફ્લૅપ્સની ખોટી સેટિંગ, લો થ્રસ્ટ, સમય પહેલા ટેકઓફ (રોટેશન), અથવા લેન્ડિંગ ગિયર ન વધારવું જેવી ભૂલો શામેલ છે. આ બધી બાબતો વિમાનની ઊંચાઈ વધારવા અને પકડી રાખવાની ક્ષમતાને અસર કરે છે, જેના કારણે વિમાન અટકી શકે છે અથવા નિયંત્રણ ગુમાવી શકે છે.

વિમાન: બોઇંગ 787-8 ડ્રીમલાઇનર, GE GEnx એન્જિનથી સજ્જ એક અત્યાધુનિક, લાંબા અંતરનું વિમાન.

ફ્લાઇટ: અમદાવાદથી લંડન ગેટવિક, લગભગ 4,200 કિમીનું અંતર. વિમાનમાં સંપૂર્ણ ઇંધણ ભરેલું હતું.

પરિસ્થિતિઓ: સ્વચ્છ હવામાન, 43°C તાપમાન, સમુદ્ર સપાટીથી માત્ર 180 ફૂટ ઉપર રનવે. ગરમીને કારણે હવા પાતળી હતી, જે લિફ્ટ અને થ્રસ્ટ ઘટાડે છે.

અકસ્માત: વિમાન ટેકઓફ થયાના 5-9 મિનિટ પછી મેઘાણીનગર (અમદાવાદનો રહેણાંક વિસ્તાર) માં ક્રેશ થયું. વિમાન ફક્ત 825 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શક્યું અને તેની ગતિ ફક્ત 174 નોટ (320 કિમી/કલાક) હતી, જ્યારે 787 ને આ વજન પર ઓછામાં ઓછી 200-250 નોટની ઝડપની જરૂર હતી. ક્રેશ વીડિયોમાં, વિમાનના લેન્ડિંગ ગિયર (વ્હીલ્સ) નીચે દેખાતા હતા, જે ટેકઓફ દરમિયાન ન હોવું જોઈએ.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 13 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×