Ahmedabad Rain: શહેરમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, SG હાઇવે પર જળબંબાકાર
- શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઇ રહ્યો છે
- સોલા, સાયન્સ સિટી, પ્રહલાદનગરમાં મૂશળધાર વરસાદ ખાબક્યો
- 14 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઇ રહ્યો છે. ત્યારે ગોતા, ચાંદલોડિયા, SG હાઇવે પર જળબંબાકાર થયુ છે. તેમજ સોલા, સાયન્સ સિટી, પ્રહલાદનગરમાં મૂશળધાર વરસાદ ખાબક્યો છે. ચાણક્યપુરી, ઘાટલોડિયા, નારણપુરા અતિભારે વરસાદ છે. ત્યારે આગામી ત્રણ કલાક અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ છે. અનરાધાર વરસાદથી શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે.
Ahmedabad Heavy Rain | અમદાવાદના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
એપલવુડ ટાઉનશિપમાં પાણી ભરાતા હાલાકી
હાર્મોની ઓરચીડ ચાર રસ્તા પર પાણી જ પાણી
ભારે વરસાદને લીધે ચાર રસ્તા પર તળાવ જેવા દ્રશ્યો
પાણી ભરાતા વાહન ચાલકો માટે ખૂબ કપરી સ્થિતિ#Gujarat #AhmedabadRain #ApplewoodTownship… pic.twitter.com/7w7wHtFvdG— Gujarat First (@GujaratFirst) July 28, 2025
બપોરના 1 વાગ્યા સુધી વરસાદ ભુક્કા બોલાવશે
બપોરના 1 વાગ્યા સુધી વરસાદ ભુક્કા બોલાવશે. તેમાં 14 જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદનું રેડ એલર્ટ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ છે. તેમજ ખેડા, આણંદ અને વડોદરા તથા મહિસાગર, પંચમહાલ, દાહોદમાં પણ રેડ એલર્ટ અને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેમાં આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા છે.
Ahmedabad Heavy Rain : અમદાવાદમાં ભારે વરસાદથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
સૈજપુર ગોપાલપુરની શાળામાં વરસાદી પાણી ભરાયા
શાળાના રૂમમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા
ગઈકાલે ભારે વરસાદ પડતા શાળામાં ભરાયા હતા પાણી
બાલવાટિકા અને ધોરણ 1 થી 4ના ક્લાસમાં વરસાદી પાણી#gujarat #AhmedabadRain… pic.twitter.com/WMgsZkSY2l— Gujarat First (@GujaratFirst) July 28, 2025
ઉત્તર ગુજરાતમાં ફરી જોરદાર વરસાદ પડી શકે છે
ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં ફરી જોરદાર વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં દમદાર વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જેમાં મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. તેમજ શહેરમાં AMTSની બસોને પણ વરસાદને કારણે અસર પહોંચી છે. પાણીમાં દોડતી 44 જેટલી બસો બ્રેક ડાઉન થતાં રૂટ બંધ કરવાનો વારો આવ્યો છે. જેમાં પાંચ જેટલી બસો પાણીમાં બંધ થઈ છે. તથા 2 બસોને ક્રેઈન દ્વારા ટો કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદને કારણે શહેરમાં AMTSની 23 બસોના રૂટ ટૂંકાવી દેવાની ફરજ પડી છે. તો બીજી તરફ કોરિડોરમાં દોડતી BRTSની કુલ 38 બસો બ્રેકડાઉન થઇ છે.
આ પણ વાંચો: Gujarat Rain: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું જળસ્તર વધ્યુ


