Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : લોકોની સામે રેલવે એન્જિનિયર ટ્રેન આગળ સૂઈ ગયો અને પછી..! જુઓ હચમચાવતો Video

અમદાવાદમાં (Ahmedabad) રેલવેકર્મીનો ટ્રેન આગળ ઝંપલાવી આપઘાત મણીનગર રેલવે ક્રોસિંગ પાસે રેલવે એન્જિનિયરનો આપઘાત જામનગર હમસફર ટ્રેન આગળ સૂઈને એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું અમદાવાદમાં (Ahmedabad) વધુ એક આપઘાતની ઘટના બની છે. મણિનગર રેલવે ક્રોસિંગ પાસે રેલવે એન્જિનિયર દ્વારા આત્મહત્યા કરવામાં...
ahmedabad   લોકોની સામે રેલવે એન્જિનિયર ટ્રેન આગળ સૂઈ ગયો અને પછી    જુઓ હચમચાવતો video
Advertisement
  1. અમદાવાદમાં (Ahmedabad) રેલવેકર્મીનો ટ્રેન આગળ ઝંપલાવી આપઘાત
  2. મણીનગર રેલવે ક્રોસિંગ પાસે રેલવે એન્જિનિયરનો આપઘાત
  3. જામનગર હમસફર ટ્રેન આગળ સૂઈને એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું

અમદાવાદમાં (Ahmedabad) વધુ એક આપઘાતની ઘટના બની છે. મણિનગર રેલવે ક્રોસિંગ પાસે રેલવે એન્જિનિયર દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. જામનગર હમસફર ટ્રેન (Jamnagar Humsafar Train) હેઠળ ઝંપલાવી રેલવે કર્મીએ જીવન ટુંકાવ્યું છે. હચમચાવે એવી આપઘાતની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના અંગે જાણ થતાં મણિનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Gandhinagar : BJP નાં પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્યનું આજે વહેલી સવારે થયું અવસાન

Advertisement

મણિનગર રેલવે ક્રોસિંગ પાસે રેલવે કર્મીનો આપઘાત

અમદાવાદનાં (Ahmedabad) મણિનગર રેલવે ક્રોસિંગ પાસે વધુ એક આત્મહત્યાની ઘટના બની છે. પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, આત્મહત્યા કરનારા શખ્સની ઓળખ રેલવે વિભાગમાં ફરજ બજાવતા એન્જિનિયર તરીકે થઈ છે. રેલવે એન્જિનિયરે જામનગર હમસફર ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટુંકાવ્યું છે. જો કે, આત્મહત્યા પાછળનું કારણ હાલ સામે આવ્યું નથી.

Advertisement

આ પણ વાંચો - Vadodara : જાહેર માર્ગ પર નબીરાઓનો જોખમી સ્ટંટ, એક એક્ટિવા પર 4 થી વધુ બેઠાં અને..! જુઓ Video

આત્મહત્યાનું કારણ હાલ અકબંધ

રેલવે એન્જિનિયર દ્વારા આત્મહત્યા (Railway Engineer Suicide Case) કર્યાની જાણ મણિનગર પોલીસને (Maninagar Police) થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રેલવે કર્મીએ આપઘાત કેમ કર્યો તે અંગેની સાચી હકીકત જાણવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આપઘાતની ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો - Ahmedabad: 22 વર્ષ પછી પુત્રએ લીધો પિતાની હત્યાનો બદલો! જાણો સંપૂર્ણ કહાની

Tags :
Advertisement

.

×