Ahmedabad : ટ્રાફિક નિયમો ભંગ કર્યાં તો સમજો ગયા! રિક્ષાચાલકો માટે પણ મહત્ત્વની સૂચના
- Ahmedabad માં ટ્રાફિકનાં નિયમનું ભંગ કરવું ભારે પડશે
- શહેર ટ્રાફિક પોલીસે ડેશકેમ પ્રોજકેટ્નું લોન્ચિંગ કર્યું
- રિક્ષાચાલકોને લઇને પણ ટ્રાફિક પોલીસની મહત્ત્વની જાહેરાત
અમદાવાદમાં (Ahmedabad) ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) પણ ટ્રાફિકની સમસ્યાને લઈ અગાઉ અનેકવાર તંત્રની ઝાટકણી કાઢી છે. ત્યારે શહેરમાં નાગરિકો ટ્રાફિકનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે પોલીસે ટ્રાફિક નિયમન બાબતે મહત્ત્વનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. ઉપરાંત, રિક્ષાચાલકોને લઇને પણ ટ્રાફિક પોલીસે મહત્ત્વની જાહેરાત કરી છે.
આ પણ વાંચો - BZ Group Scam : શિક્ષક એજન્ટની દાદાગીરી! કહ્યું- પોલીસ-CID ખિસ્સામાં લઈને..!
શહેર ટ્રાફિક પોલીસે ડેશ કેમ પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું
શહેરમાં સતત વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ડામવા માટે અને નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે શહેર ટ્રાફિક પોલીસે (Ahmedabad City Traffic Police) ડેશ કેમ પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ ઈન્ટરસેપ્ટર વાહનોમાં મોબાઈલ કેમેરા ઇન્સ્ટોલ (Interceptor Vehicles Mobile Cameras) કરવામાં આવ્યા છે. આ મોબાઈલ કેમેરા ટ્રાફિક નિયમન ભંગ બદલ વીડિયો કેપ્ચર કરશે અને ત્યાર બાદ તે આધારે કંટ્રોલ રૂમમાં મેમો જનરેટ થશે.
આ પણ વાંચો - Jamnagar : ગૌચર જમીન પર ગેરકાયદેસર ફાર્મ હાઉસ ઊભું કરી તાર ફેન્સિંગ કર્યું, તંત્રે કરી આકરી કાર્યવાહી
રિક્ષાચાલકોએ 1 જાન્યુઆરીથી મીટર લગાવવું ફરજિયાત
આ સાથે શહેર ટ્રાફિક પોલીસે (Ahmedabad City Traffic Police) રિક્ષાચાલકો માટે પણ મહત્ત્વની જાહેરાત કરી છે, જે મુજબ હવેથી, મુસાફરને મીટરથી ભાડું નક્કી કરીને મુસાફરી કરાવવી ફરજિયાત બનશે. આ સાથે રિક્ષાચાલકોએ 1 જાન્યુઆરીથી મીટર લગાવવું ફરજિયાત બનશે. મીટર વગરનાં રિક્ષાચાલકને દંડ કરાશે. માહિતી અનુસાર, રિક્ષાચાલક વધુ ભાડું વસૂલતા હોવાની સતત ફરિયાદો મળતા આ જાહેરાત કરાઈ છે. આ સાથે શહેર ટ્રાફિક પોલીસે રિક્ષાચાલકોને મીટર લગાવવાની અપીલ કરી છે.
આ પણ વાંચો - BZ Group Scam : રોકાણકારોના રૂપિયા પર એજન્ટોનાં વિદેશમાં જલસા! વધુ એક Video વાઇરલ


