Ahmedabad: વહેલી સવારથી વતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ
- શહેરમાં વહેલી સવારે વતાવરણમાં પલટો આવ્યો
- વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યુ
- આગામી 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિ
અમદાવાદમાં વહેલી સવારે વતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં અનેક વિસ્તાર વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ દેખાતા વાહન ચાલકોને થોડી મુશ્કેલી પડી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાનનું બદલાતુ જોવા મળી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપી
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે. જ્યારે આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થવાની શક્યતા છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈને હીટવેવની યલો અને ઓરેન્જની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અને આવતીકાલે કચ્છ, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ અને પોરબંદર જિલ્લામાં એરેન્જ એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ આગામી 6-7 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ અને 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી
ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રના મોરબી અને જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ અને કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 8 એપ્રિલે ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢમાં યલો એલર્ટ અને કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 4 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


