Ahmedabad : ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં મોટા માથાઓ ક્યારે પકડાશે ? લોકોમાં અનેક સવાલ
- Ahmedabad ની ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં મોટા માથા હજુ બહાર!
- ડૉ. પ્રશાંત વજિરાણીની ધરપકડ થઈ પણ મોટા માથા ક્યા ?
- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી
Ahmedabad ની ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં મોટા માથાઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ ઘટનાને 6-6 દિવસ વિત્યા છતાં માત્ર ડૉ. પ્રશાંત વજિરાણીની જ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપી હાલ પણ ફરાર છે. ત્યારે પોલીસની કામગીરીને લઈ લોકોમાં અનેક સવાલ થઈ રહ્યા છે. દરમિયાન, માહિતી મળી છે કે આ કેસની વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) પહોંચી હતી અને તપાસ આદરી છે. શહેર પોલીસ કમિશનરે આ માહિતી આપી હતી.
આ પણ વાંચો - Valsad : મંદિરમાં અભિષેક કરતી વેળાએ અચાનક ઢળી પડ્યો શખ્સ અને થયું મોત!
ખ્યાતિ 'કાંડ' ના પાપીઓ ફરાર થયા કે કરી દેવાયા ?
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' નો પર્દાફાશ થયાંને 6-6 દિવસ વીતી ગયા છે પરંતુ તેમ છતાં, ત્યાર સુધી આ કેસમાં માત્ર એક ડો. પ્રશાંત વજિરાણીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય મોટા માથા એવા આરોપી હાલ પણ પોલીસ પકડથી દૂર છે. જણાવી દઈએ કે, આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં (Vastrapur Police Station) ડો. પ્રશાંત વજિરાણી, હોસ્પિટલનાં ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, હોસ્પિટલનાં ચેરમેન કૌશિક પટેલ, સર્જન ડૉ. સંજય પટોળિયા, ડૉ. રાજશ્રી કોઠારી એમ 5 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધી માત્ર એક જ આરોપી ડોક્ટરની ધરપકડ થઈ છે. આથી, લોકોમાં પોલીસની કામગીરીને લઈ અનેક સવાલ થઈ રહ્યા છે કે શું ખ્યાતિ હોસ્પિટલનાં મોટા નામોને છાવરવામાં આવી રહ્યા છે ? શું રાજકીય શેહ નીચે હોસ્પિટલનાં મોટા માથા બહાર ફરે છે ? ખ્યાતિ હોસ્પિટલનાં ચેરમેન, ડાયરેક્ટર વિદેશ ફરાર થઇ ગયા કે શું? ખ્યાતિ 'કાંડ' ના પાપીઓ ફરાર થયા કે કરી દેવાયા ?
આ પણ વાંચો - Ahmedabad : આજે વધુ એક પોલીસકર્મી સસ્પેન્ડ, વસ્ત્રાપુર PI સામે પણ તપાસનો હુકમ!
ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી
જો કે, હવે એવી માહિતી સામે આવી છે કે આ કેસની આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની (Ahmedabad Crime Branch) ટીમ આજે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. ટીમે હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, ડોક્ટર લોઝ, લેબ સહિતની તપાસ આદરી હતી. જણાવી દઈએ કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મહેસાણા (Mehsana) જિલ્લાનાં બોરીસણા ગામનાં બે દર્દીઓનાં મોત નીપજ્યા હતા. હોસ્પિટલ સામે આરોપ છે કે સરકારી યોજનાનો આર્થિક લાભ લેવાની લાલસામાં દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં એન્જિયોગ્રાફી (Angiography) કરી સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા, જેમાં બે દર્દીઓનાં ઓપરેશન બાદ મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે દર્દીનાં પરિવારજનો અને ગ્રામજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી ભારે હોબાળો કર્યો હતો. હોસ્પિટલની તપાસમાં PM-JAY યોજનાનો ખોટી રીતે આર્થિક લાભ લેવાનાં મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.ટ
આ પણ વાંચો - Ambaji: તહેવારોમાં મા અંબાનો ભંડાર છલકાયો, કરોડો રૂપિયા સાથે આવ્યું સોના-ચાંદીનું દાન