Ahmedabad Plane Crash : એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ મામલો, આણંદના ઉમરેઠ, વાસદના લોકો પણ પ્લેનમાં હતા સવાર
- અમદાવાદ એર ઇન્ડિયા ની ફ્લાઇટ ક્રેસ મામલો
- આણંદ ના ઉમરેઠ ના મહિલા પેસેન્જર પણ હતા સવાર
- સલમા બેન રઝાકભાઈ વહોરા જઈ રહ્યા હતા લંડન
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ 242 યાત્રીઓના કરૂણ મોતની આશંકા છે. વિનાશક દુર્ઘટનામાં એક પણ યાત્રીની સંભાવના નહીવત છે. પ્લેન ક્રેશને લીધે સ્થળ પર ઈજાગ્રસ્ત થયેલા લોકો હાલ સારવાર હેઠળ છે. જે ઘટના સ્થળે પ્લેન ક્રેશ થયું ત્યાં અનેક નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. વિમાનમાં આગ લાગ્યાની જાણ થતા વડોદરાથી 25 ફાયર ફાયટર અને 200 કર્મચરીઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક ઓફ થતાની સાથે જ પ્રચંડ વિસ્ફોટ થઈ તૂટી પડ્યું હતું. આ ઘટના બાદ અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિમ સમય માટે બંધ કરવામાં આવ્યું હતું. પ્લેનમાં 217 મુસાફરો પુખ્ત વયના, 11 બાળકો, 2 નવજાત શિશુ હતા. જ્યારે 169 ભારતીયો, 53 બ્રિટીશરો, 1 કેનેડીયન અને 7 પોર્ટુગીઝ નાગરીકો સવાર હતા.
આણંદ ના ઉમરેઠ ના મહિલા પેસેન્જર પણ હતા સવાર
અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની ઘટનામાં આણંદના કેટલાક લોકો હોવાનું સામે આવ્યું છે. આણંદના ઉમરેઠના મહિલા પેસેન્જર પણ પ્લેનમાં સવાર હોવાનું સામે આવવા પામ્યું છે. સલમાબેન રઝાકભાઈ વહોરા લંડન જઈ રહ્યા હતા. પોતાની દીકરીને ડિલીવર માટે લંડન લઈ જઈ રહ્યા હતા. ઘટનાને પગલે પરિવારમાં ચિંતામો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.
વાસદ ના ત્રણ લોકો હતા પ્લેન માં સવાર
વાસદના પણ ત્રણ લોકો પ્લેનમાં સવાર હોવાનું સામે આવવા પામ્યું છે. ક્રિષ્ના રિવરસાઈડના માલિક રજનીકાંત પટેલનો પરિવાર ફ્લાઈટમાં સવાર હોવાનું સામે આવ્યું છે. જેમં રજનીકાંત માહિજીભાઈ પટેલ, દિવ્યા રજનીકાંત પટેલ, હેમાંગીબેન અરૂણભાઈ પટેલ પણ પ્લેનમાં સવાર હતા.
વાસદના આશાસ્પદ યુવાનનો ફોટો આવ્યો સામે
વાસદથી પરિવાર અમદાવાદ જવા રવાના થયો છે. ફ્લાઈટમાં તારાપુરનો આશાસ્પદ યુવાન પણ સવાર હતો. પાર્થ શર્મા નામનો યુવાન સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન જઈ રહ્યો હતો. પાર્થ શર્માનો એરપોર્ટ બહારનો ફોટો સામે આવ્યો હતો.
આ પણ વાંચોઃ Air India Plane Crash: MAYDAY... MAYDAY... MAYDAY, ક્રેશ પહેલા પાયલોટે સિગ્નલ આપ્યો હતો પણ...


