Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપનો આજથી શુભારંભ

અમદાવાદ ખાતે ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપનો આજથી શુભારંભ થયો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોન ટેનિસ ચેમ્પિયનની ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત પોલીસની ઓલ ઇન્ડિયા...
ahmedabad   ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપનો આજથી શુભારંભ
Advertisement

અમદાવાદ ખાતે ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપનો આજથી શુભારંભ થયો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોન ટેનિસ ચેમ્પિયનની ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગુજરાત પોલીસની ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસની યજમાની

Advertisement

ગુજરાત રાજ્ય પોલીસ ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસની યજમાની કરી રહી છે. આ વખતે 24 જેટલી ટીમોના અંદાજીત 125 જેટલા અધિકારીઓએ ભાગ લીધો છે. 17 થી 20 તારીખ સુધી આ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન કરાયું છે. દેશના જુદા જુદા રાજ્યોની પોલીસ ટીમો તથા અર્ધ લશ્કરી દળોની ટીમોના અધિકારીઓએ ભાગ લીધો છે ..

Advertisement

વિવિધ રાજ્યો અને અર્ધ લશ્કરી દળોના અધિકારીઓએ લીધો ભાગ

આ સ્પર્ધામાં CRPF, ITBP, NSG, CISF ઇન્ટેલિજન્સ બ્યુરો અને પેરામિલેટરી ફોર્સના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દર વર્ષે ગુજરાત પોલીસ પણ ભાગ લે છે. તમિલનાડુ,કર્ણાટક,મધ્ય પ્રદેશ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર,પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તર પ્રદેશ સહિત તમામ જગ્યાથી ખેલાડીઓ ભાગ લેવા આવ્યા છે .

આ પણ વાંચો----જાણીતા ઉદ્યોગપતિશ્રી વસંતભાઇ ગજેરાની ઉપસ્થિતિમાં ‘વાત્સલ્ય ધામ’માં થયું પુસ્તકનું વિમોચન

Tags :
Advertisement

.

×