Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યસભામાં ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા

રાજ્યસભામાં ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ એસ.જયશંકર, બાબુભાઈ દેસાઈ, કેસરીદેવસિંહ બિનહરીફ 20 જુલાઈએ ચોમાસુ સત્ર દરમિયાન લેશે શપથ ભાજપે રાજ્યસભાની ત્રણેય બેઠકો જાળવી રાખી હાલ ભાજપના 8 અને કોંગ્રેસના 3 સભ્યો રાજ્યસભા (Rajya Sabha)માં ભાજપ (BJP )ના ત્રણેય ઉમેદવાર બિનહરીફ...
રાજ્યસભામાં ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા
Advertisement
  • રાજ્યસભામાં ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ
  • એસ.જયશંકર, બાબુભાઈ દેસાઈ, કેસરીદેવસિંહ બિનહરીફ
  • 20 જુલાઈએ ચોમાસુ સત્ર દરમિયાન લેશે શપથ
  • ભાજપે રાજ્યસભાની ત્રણેય બેઠકો જાળવી રાખી
  • હાલ ભાજપના 8 અને કોંગ્રેસના 3 સભ્યો
રાજ્યસભા (Rajya Sabha)માં ભાજપ (BJP )ના ત્રણેય ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા છે. ભાજપના ઉમેદવાર એસ.જયશંકર, બાબુભાઇ દેસાઇ અને કેસરીદેવસિંહ ઝાલા બિન હરીફ ચૂંટાઇ આવ્યા છે.
ભાજપે ગુજરાતની રાજ્યસભાની ત્રણેય બેઠક જાળવી રાખી
ભાજપે ગુજરાતની રાજ્યસભાની ત્રણેય બેઠક જાળવી રાખી છે. આગામી 24 જુલાઇએ રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી અને તેના માટે ભાજપના ઉમેદવાર તરીકે વિદેશ મંત્રી એસ.જયશંકર તથા વાંકાનેર રાજવી પરિવારમાંથી કેસરીસિંહ ઝાલા તથા કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ દેસાઇએ ફોર્મ ભર્યા હતા.

 20 જુલાઇએ શરુ થઇ રહેલા ચોમાસા સત્રમાં શપથ લેશે
ભાજપના ત્રણેય ઉમેદવાર બિન હરીફ ચૂંટાઇ આવ્યા છે કારણ કે એક પણ રાજકીય પક્ષ તરફથી કોઇ ઉમેદવારી નોંધાવાઇ ન હતી . આ ત્રણેય ચૂંટાયેલા સભ્યો આગામી 20 જુલાઇએ શરુ થઇ રહેલા ચોમાસા સત્રમાં શપથ લેશે. ગુજરાતની રાજ્યસભાની 11 બેઠકોમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે અને કોંગ્રેસ પાસે 3 સભ્યો છે. ભાજપના ત્રણ સભ્યો નિવૃત્ત થતાં ચૂંટણી યોજાઇ હતી અને આ ત્રણેય બેઠકો ભાજપે જાળવી રાખી છે.
Advertisement
Tags :
Advertisement

.

×