અલ્લુ અર્જુન શાહરૂખ ખાનના કારણે છુટ્યો? વકીલે તેનું નામ લીધું અને જામીન મંજૂર
- અલ્લુ અર્જુન મામલે વકીલે શાહરુખનો કેસ ટાંક્યો
- તેલંગાણા હાઇકોર્ટે અલ્લુને એક મહિનાના જામીન આપ્યા
- સંધ્યા થિયેટર ભાગદોડ કેસ મામલે હાઇકોર્ટે આપી રાહત
Allu Arjun And Shahrukh Khan stampede case : પુષ્પા ફેમ સુપર સ્ટાર અલ્લુ અર્જુન હૈદરાબાદમાં એક થિયેટરમાં નાસભાગ મામલે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન શાહરુખ ખાન સાથે થયેલા આવા જ એક કિસ્સાને ટાંક્યો હતો. અલ્લુ અર્જુનના વકીલ નિરંજન રેડ્ડી અને અશોક રેડ્ડીએ જણાવ્યું કે, 2017 ફિલ્મ રઇસના પ્રમોશમ દરમિયાન વડોદરામાં પણ આ જ પ્રકારની નાસભાગ મચી હતી. રેલવે સ્ટેશન પર થયેલી આ નાસભાગમાં એક ચાહકનું મોત નિપજ્યું હતું.
તેલંગાણા હાઇકોર્ટે શાહરૂખના કેસને ધ્યાને રાખી આપ્યા જામીન
જો કે આ મામલે કોર્ટે રાહત આપી હતી. આ આધારે વકીલોએ અલ્લુ અર્જુનને પણ રાહત માટે માંગ કરી હતી. સુનાવણી બાદ તેલંગાણા હાઇકોર્ટે અલ્લુ અર્જુનને એક મહિના માટે વચગાળાના જામીન આપ્યા હતા. આ અગાઉ હૈદરાબાદની લોઅર કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી માટે મોકલવા માટેનો આદેશ આપ્યો હતો. જેના પગલે અલ્લુ અર્જુન એક કલાક માટે જેલમાં ગયા બાદ છુટકારો થયો હતો.
આ પણ વાંચો : એક કોલ અને 68 વર્ષીય વૃદ્ધના ખાતામાંથી ઉપાડી લીધા રૂપિયા 1 કરોડ 94 લાખ
હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં લાખો ચાહકો થયા હતા એકત્ર
કોર્ટે વચગાળાના જામીન આપતા હાઇકોર્ટે અલ્લુ અર્જુનને કેસની તપાસ માટે અધિકારીઓને સહકાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. 4 ડિસેમ્બરે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં લાખો ચાહકો આવ્યા હતા. જેમાં અલ્લુ અર્જુન આવતા નાસભાગ મચી હતી. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે તેનો પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
અલ્લુ અર્જૂન વિરુદ્ધ થયો હતો ગુનો દાખલ
જેના પગલે અલ્લુ અર્જુન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 118 (1) અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે અલ્લુ અર્જુન તેની સિક્યુરિટી અને થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પોલીસે આજે બપોરે અલ્લુ અર્જુનની ધરપકડ પણ કરી હતી. આ અગાઉ અભિનેતાએ તેલંગાણા હાઇકોર્ટમાં કેસ દાખલ કરવા માટેની અરજી દાખલ કરી હતી.
આ પણ વાંચો : Gujarat નકલી બાબતે તમામ રેકોર્ડ તોડ્યા, હવે નકલી કિન્નરો મામલે પોલીસ ફરિયાદ દાખલ
શાહરુખના વડોદરાવાળા કેસનું શું થયુ
23 જાન્યુઆરી 2017 ના રોજ પોતાની ફિલ્મ રઇસનું પ્રમોશ કરવા માટે મુંબઇથી દિલ્હી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. જેની એક ઝલક માટે ચાહકોએ વડોદરા સ્ટેશન પર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેની સાથે તસ્વીર માટે થયેલી ભાગદોડમાં ફરદીન ખાન નામના એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું. ત્યાર બાદ જીતેન્દ્ર સોલંકીએ શાહરુખ ખાનને જવાબદાર ઠેરવીને ફરિયાદ દાખલ કરાવી હતી.
શાહરુખ ખાનનો નિર્દોષ છુટકારો
જો કે આ મામલે પોલીસ કેસ દાખલ થયા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જ્યાં કોર્ટે સ્વિકાર્યું કે, શાહરુખે નાસભાગને કોઇ પણ પ્રકારે પ્રોત્સાહન આપ્યું નહોતું. લોકોનું ટોળું વધી જવાના કારણે સ્થિતિનું નિર્માણ થયું હતું. કોર્ટે તેને માફી માંગવાની શરતે આ કેસમાં નિર્દોષ જાહેર કર્યો હતો.
આ પણ વાંચો : Bharuch: સામાન્ય દાઢના ઓપરેશનમાં મહિલાનું મોત થતાં પરિવારે કર્યા આક્ષેપો, નોંધાઈ પોલીસ ફરિયાદ


