Ambaji Bhadarvi Poonam 2025 : અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ભંડાર કેન્દ્રોમાં આવક અત્યાર સુધી રૂ.1 કરોડ કરતા વધુ
- Ambaji Bhadarvi Poonam 2025 : બનાસકાંઠા ચોથા દિવસે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી
- મંદિરની લાઇન વ્યવસ્થામાં ભક્તોની લાંબી લાંબી લાઈનો જોવા મળી
- ભાદરવી મહાકુંભ ચોથો દિવસ, છેલ્લા 24 કલાકમાં 7,70,224 ભક્તોએ દર્શન કર્યા
Ambaji Bhadarvi Poonam 2025 : બનાસકાંઠા ચોથા દિવસે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી. જેમાં મંદિરની લાઇન વ્યવસ્થામાં ભક્તોની લાંબી લાંબી લાઈનો જોવા મળી છે. તેમાં ભાદરવી મહાકુંભ ચોથો દિવસ, છેલ્લા 24 કલાકમાં 7,70,224 ભક્તોએ દર્શન કર્યા છે. કુલ 3 દિવસમાં 14,99,674 ભક્તોએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા છે. મેળા દરમિયાન અત્યાર સુધી ભોજન પ્રસાદ કરનાર ભક્તોની સંખ્યા 2 લાખ પહોંચી છે.
મોહનથાળ પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા કુલ 11 લાખ કરતા વધારે
મોહનથાળ પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા કુલ 11 લાખ કરતા વધારે છે. ચીકી પ્રસાદની સંખ્યા 13 હજાર થી વધુ છે. તેમજ તમામ ભંડાર કેન્દ્રોમાં આવક અત્યાર સુધી 1 કરોડ કરતા વધુ થઈ છે. મા અંબાનુ ધામ ભક્તોથી ઉભરાયુ છે. બોલ મારી અંબેના નાદ સમગ્ર અંબાજીમા ગુંજી ઉઠ્યા છે. તથા મંદિર ટ્રસ્ટે ભક્તોની સુવિધા માટે સુંદર વ્યવસ્થાઓ ગોઠવી છે. અંબાજી આવતા રસ્તાઓમાં ઠેર ઠેર પીવાના પાણીની વ્યાપક સુવિધાઓ જોઈને યાત્રિકો આ વ્યવસ્થાના વખાણ કરી રહ્યા છે.
Ambaji Bhadarvi Poonam 2025 : અંબાજીમાં ચોથા દિવસે ભક્તોની ભારે ભીડ । Gujarat First
બનાસકાંઠાના અંબાજીમાં ચોથા દિવસે ભક્તોની ભારે ભીડ
દર્શન માટે ભક્તોની લાંબી લાઇનો જોવા મળી
છેલ્લા 24 કલાકમાં 7,70,224 ભક્તોએ દર્શન કર્યા
ત્રણ દિવસમાં 14,99,674 ભક્તોએ મંદિરમાં દર્શન કર્યા… pic.twitter.com/VceNWJueIv— Gujarat First (@GujaratFirst) September 4, 2025
ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અંબાજી અને ગબ્બર ખાતે પૂરતા પ્રેસરથી પાણી
ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અંબાજી અને ગબ્બર ખાતે પૂરતા પ્રેસરથી પાણી મળે એ માટે ધરોઇ જળાશય દ્વારા 18 લાખ લિટર પાણી પાઇપલાઇન દ્વારા પૂરું પાડવામાં આવે છે તથા 10 લાખ લિટર પાણી સ્થાનિક સ્ત્રોત દ્વારા અંબાજીમાં પાઇપલાઈન મારફત પૂરું પાડવામાં આવે છે અને રોજનું કુલ 28 લાખ લીટર પાણી અંબાજી શહેર અને મેળામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે.
Ambaji Bhadarvi Poonam 2025 : આ પાણી વિતરણ વ્યવસ્થાના મેનેજમેન્ટ માટે 7 ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે
પાણી પુરવઠા વિભાગ દ્વારા મેળામાં 35 પાર્કિંગ સ્થળે પીવાનું તથા વપરાશનું પાણી આપવામાં આવે છે. જેમાં અંબાજીથી દાતા રોડ પર 25 પાર્કિંગ સ્થળોએ પીવાનું પાણી અને ગબ્બર રોડ પર 4 પાર્કિંગ સ્થળોએ પીવાનું પાણી અને યાત્રાધામ ખાતે શેલ્ટર હોમ, પાર્કિંગ જેવી જગ્યાએ ટેન્કર મારફત પાણી પૂરું પાડવામાં આવે છે. આ પાણી વિતરણ વ્યવસ્થાના મેનેજમેન્ટ માટે 7 ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Anand : બાળકી પર દુષ્કર્મ આચરી નિર્મમ હત્યા કરનાર આરોપીના નાટક સામે આવ્યા


