Amit Chavda ની ગર્જના : અર્જુન મોઢવાડિયા પર નામ લીધા વિના પ્રહાર, ભાજપમાં 'ગેંગવોર'નો આરોપ
- Amit Chavda નો મોઢવાડિયા પર પરોક્ષ હુમલો : કોંગ્રેસના પદોનો લાભ લઈ ભાજપમાં ગયા, આજે હાલત જગજાહેર
- ભાજપમાં ગેંગવોર જેવી સ્થિતિ : અમિત ચાવડાનો આકરો પ્રહાર, મોઢવાડિયા પર સાધ્યું નિશાન
- કોંગ્રેસ પ્રમુખ ચાવડાનો ભાજપ પર હુમલો : અર્જુન મોઢવાડિયાને લઈ કહ્યું, 'પક્ષે બનાવ્યા, હવે હાલત ખરાબ
- અમિત ચાવડાનો આક્ષેપ : ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર, મોઢવાડિયા પર પરોક્ષ ટીકા
- કોંગ્રેસના પદો લઈ ભાજપમાં ગયા : ચાવડાનો મોઢવાડિયા પર પ્રહાર, ભાજપની અંદરોની લડાઈ ઉજાગર
ગાંધીનગર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ( Amit Chavda ) ભાજપ અને તેના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા છે. નામ લીધા વિના પૂર્વ કોંગ્રેસ નેતા અને હાલ ભાજપના નેતા અર્જુન મોઢવાડિયા પર નિશાન સાધતા ચાવડાએ જણાવ્યું કે, "કેટલાક લોકોને કોંગ્રેસે મોટા પદો આપ્યા, વર્ષો સુધી હોદ્દા પર રાખ્યા પરંતુ તેમણે કોંગ્રેસ દ્વારા ઓળખ બનાવીને ભાજપમાં જોડાઈ ગયા. આજે તેમની હાલત શું છે, એ સૌ કોઈ જાણે છે." આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
Amit Chavda નો મોઢવાડિયા પર પરોક્ષ હુમલો
અમિત ચાવડાએ અર્જુન મોઢવાડિયાનું નામ લીધા વિના તેમના પર તીખી ટીકા કરી હતી. ચાવડાએ કહ્યું, "કોંગ્રેસે કેટલાક નેતાઓને મોટા પદો આપ્યા હતા. કોંગ્રેસ દ્વારા જ તેમણે પોતાની ઓળખ બનાવી હતી, પરંતુ તેમણે પક્ષ છોડી ભાજપનો દામન પકડી લીધો હતો. આજે તેમની હાલત ગુજરાતની જનતા સામે સ્પષ્ટ છે." આ નિવેદન અર્જુન મોઢવાડિયા પર સીધો હુમલો માનવામાં આવે છે, જેમણે 2024માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. મોઢવાડિયા કોંગ્રેસમાં ધારાસભ્ય અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.
આ પણ વાંચો- Gujarati Top News : આજે 13 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
ગુજરાત ભાજપમાં 'ગેંગવોર'નો આરોપ : આંતરિક વિખવાદ પર ટિપ્પણી
ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, "ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર છે. તેમની અંદર ગેંગવોર જેવી સ્થિતિ ચાલી રહી છે." તેમણે આગળ કહ્યું કે ભાજપમાં જૂથબંધી અને આંતરિક લડાઈઓથી પાર્ટીનું સંગઠન નબળું પડી રહ્યું છે. આ ટિપ્પણી ભાજપના અંદરની રાજકીય ગતિવિધિઓ અને નેતાઓ વચ્ચેના સંઘર્ષોનો ઉલ્લેખ કરે છે, જેમાં મોઢવાડિયા જેવા નવા જોડાયેલા નેતાઓની ભૂમિકા પણ ચર્ચામાં છે.
ઉલ્લેખનિય છે કે, પાછલા દિવસોમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જતાં નેતાઓને સારા પદ્દો આપવા બાબતે રાજકીય કાવાદાવા સામે આવ્યા હતા. તે વખતે બીજેપીના ટોચના નેતૃત્વ ઉપર એવા આરોપ લગાવવામાં આવી રહ્યાં હતા કે, ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકા લોટ ખાય, એટલે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને મસમોટા પદ્દો તો વર્ષોથી ભાજપમાં રહીને મહેનત કરતાં નેતાઓને નજરઅંદાજ કરવામાં આવી રહ્યાં છે. ભાજપના પાયાના કાર્યકર્તાઓએ પણ આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તો વર્તમાન સમયમાં પણ કોંગ્રેસી નેતાઓ દ્વારા બીજેપીમાં જઈને પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે, તેને લઈને અંદરોદર ડખા પડી રહ્યા હોવાના સમાચાર સમાયાંતર સામે આવતા રહ્યાં છે.
રાજકીય પડઘા : ગુજરાતમાં ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો
અમિત ચાવડાના આ નિવેદનથી ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે, ખાસ કરીને 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં. વર્તમાન સમયમાં અમિત ચાવડા એક નવા જ રૂપ રંગમાં દેખાઈ રહ્યાં છે. તેઓ પાછલા કેટલાક સમયથી અડધી પીચે આવીને બેટિંગ કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. તો સામે છેડે બીજેપી બેક ફૂટ ઉપર ધકેલાઈ રહી છે. ચાવડાનો આ હુમલો ભાજપની આંતરિક નબળાઈઓને ઉજાગર કરી દીધી છે, જ્યારે મોઢવાડિયા પરની ટિપ્પણીઓ કોંગ્રેસમાં રહીને પક્ષના વફાદાર ન હોય તેવા નેતાઓને આડકતરો સંદેશ આપવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભાજપ તરફથી હજુ સુધી આ નિવેદન પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ આ નિવેદનથી રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ પણ વાંચો- Rajkot : કાલાવડ રોડ પર ખાનગી બેન્કમાં મોડી રાતે ભીષણ આગ, બે કલાકની જહેમત બાદ મેળવ્યો કંટ્રોલ


