Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah: સાણંદમાં રોડ શો દરમિયાન અમિત શાહનો પ્રચંડ પ્રચાર, જનમેદનીને કર્યું સંબોધન

Amit Shah: લોકસભાની ચૂંટણીને લઈને આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહનો સાણંદ મેગા રોડ શો યોજાયો હતો. જેમાં તેમણે જનમેદનીને સંબોધિત પણ કરી હતી.ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે પણ ખાસ વાતચીત કરી હતી. ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ...
amit shah  સાણંદમાં રોડ શો દરમિયાન અમિત શાહનો પ્રચંડ પ્રચાર  જનમેદનીને કર્યું સંબોધન
Advertisement

Amit Shah: લોકસભાની ચૂંટણીને લઈને આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહનો સાણંદ મેગા રોડ શો યોજાયો હતો. જેમાં તેમણે જનમેદનીને સંબોધિત પણ કરી હતી.ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે પણ ખાસ વાતચીત કરી હતી. ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરતા કહ્યું હતું કે, ભારતના લોકો બીજેપીને 400 પાર લઈ જવાના છે. વધુમાં કહ્યું કે, હું ભારતભરનો પ્રવાસ કરીને આવ્યો છું અને લોકો બીજેપીને સાથ આપવા માટે તૈયાર છે.

કમળ ફરી એક જંગી બહુમતીથી વિજય બનાવજોઃ અમિત શાહ

સાણંદમાં રોડ શો દરમિયાન જનમેદને સંબોધિત કરતા અમિત શાહે કર્યું કે, મિત્રો આવતી કાલે, આપ સૌના આશીર્વાદથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના તમારા જનપ્રતિનિધિ તરીકે મારી ઉમેદવાદી નોંધાવા જઈ સહ્યો છું.મારી સાણંદના સૌથી મતદાતાઓની વિનંતી છે કે, નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે, આપણા નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે અને 400 પાર કરવા માટે ગાંધીનગર લોકસભામાં કમળ ફરી એક જંગી બહુમતીથી વિજય બનાવો તેવી જ અપેક્ષા છે.

Advertisement

Advertisement

કાલે અમિત શાહ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે

નોંધનીય છે કે, 19મી એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે બપોરે 12:39 ઉમેદવારી પત્ર ભરવાના છે. આ સાથે તેમના મતવિસ્તારમાં આવતી વિધાનસભા બેઠક સાણંદ, કલોક, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુરમાં ભવ્ય વિજય શંખનાદ સાથે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું. આજે અમદાવાદમાં 6 સ્થળો પર રોડ શો યોજાવાનો છે. નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા તેનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અત્યારે ગુજરાતમાં પ્રચાર કરવા માટે અને બીજેપીને 400 પાર લઈ જવા માટે મેગા રોડ શો પણ કરી રહ્યાં છે.

ભારતભરનો પ્રવાસ કરી અમિત શાહ ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah સાથે વાત કરતા ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર નિકુંજ જાનીએ સવાલ કર્યો કે, અમિતભાઈ ક્યા એવા મુદ્દા લાગે છે કે, જેના આધાર જનતા ભાજપને 400 પાર લઈ જશે અને બીજેપીને જીતાડશે. આનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘હું ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ સહિત સમગ્ર ભારતભરનો પ્રવાસ કરીને છેલ્લે ગુજરાતમાં આવ્યો છું. સમગ્ર દેશમાં 400 પારના નારાને સફળ કરવાનો ઉત્સાહ જનતાની અંદર દેખાય છે.’ નોંધીય છે કે, અમિત શાહ કેટલાય દિવસથી ભારતભરનો પ્રવાસ કરી રહ્યા છે. જેના આધારે તેમણે કહ્યું કે, ભારતના લોકો બીજેપીને 400 પાર લઈ જશે અને જંગી બહુમતીથી જીતાડશે.

આ પણ વાંચો: ગુજરાત ફર્સ્ટ સાથે અમિત શાહની Exclusive વાતચીત, શહેન‘શાહ’નો હુંકાર ‘અબ કી બાર 400 પાર’

આ પણ વાંચો: Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મેગા રોડ શોનો પ્રારંભ, ગુજરાત પોલીસનો લોખંડી બંદોબસ્ત

આ પણ વાંચો: AMIT SHAH: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાશે, જાણો તેમનો રોડ મેપ

Tags :
Advertisement

.

×