Download Apps
Home » AMIT SHAH: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાશે, જાણો તેમનો રોડ મેપ

AMIT SHAH: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાશે, જાણો તેમનો રોડ મેપ

AMIT SHAH: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિત શાહ આજે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવ્યાં છે. બીજેપીએ ગુજરાતમાં પ્રચાર કરવા માટે AMIT SHAH સ્ટાર પ્રચારક છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 તારીકે પોતાનું ઉમેદાવારી ફોર્મ ભરવાના છે. આજે માનનીય ગૃહમંત્રી ભવ્ય રોડ શો યોજવાના છે. તેમના રોડ શોની વાત કરવામાં આવે તો, અમિત શાહ સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં ભવ્ય રોડ શો કરશે.

અમિત શાહનો આજે મેગા રોડ શો યોજાવાનો છે

કેન્દ્રીય ગૃહમંત્રી, સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહનો આજે મેગા રોડ શો યોજાવાનો છે. ગાંધીનગર સંસદીય વિસ્તારમાં અમિત શાહ રોડ શો કરશે. ઉલ્લેખનીય છે કે, સાણંદથી રોડ શોની અમિત શાહ શરૂઆત કરાવશે. તમને જણાવી દઈએ કે, સાણંદ વિધાનસભાનો ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સમાવેશ થાય છે. સાણંદના ઘોડા ગાડી રિક્ષા સ્ટેન્ડ, સાણંદ તાલુકા પંચાયત કચેરી,ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા,સાણંદ બસ સ્ટેન્ડ અને સાણંદ-નળ સરોવર ચોકડી સુધી અમિત શાહ રોડ શો યોજશે.

અમિત શાહ 19 તારીકે પોતાનું ઉમેદાવારી ફોર્મ ભરશે

કેન્દ્રીય ગૃહમંત્રી કાલે જ ગુજરાતમાં આવી ગયા હતા અને કાલે બીજેપીની મહત્વની બેઠક પણ મળી હતી, જેમાં અમિત શાહ (AMIT SHAH)એ હાજરી આપી હતી. મળતી વિગતો પ્રમાણે આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યસભાની સાંસદ અને પ્રભારી મયંક નાયક, ક્લસ્ટર ઇન્ચાર્જ કે.સી.પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતાં. નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે જોરદાર પ્રચાર થઈ રહ્યો છે.

સવારથી સાંજ સુધી 6 તબક્કામાં ભવ્ય રોડ શૉ

ઉમેદવારી નોંધાવતા પહેલા અમિત શાહ (AMIT SHAH) વિધાનસભા વિસ્તારોમાં ભવ્ય રોડ શૉ યોજશે. 18 એપ્રિલના રોજ અમિત શાહ સાણંદ (Sanand), કલોલ, સાબરમતી (Sabarmati), ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં ભવ્ય રોડ શૉ કરશે. ગાંધીનગર સંસદીય વિસ્તારની 6 વિધાનસભામાં રોડ શૉનું આયોજન કરાયું છે. સવારથી સાંજ સુધી 6 તબક્કામાં રોડ શૉ યોજાશે. આવતીકાલના રોડ શોમાં 5 લાખથી વધુ લોકો આવે તેવી શક્યતા છે. રોડ શોનાં સમાપન બાદ અમિત શાહ વેજલપુર ખાતે વિશાળ જનસભાને સંબોધશે.

અહીં જાણો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના કાર્યક્રમોની સંપૂર્ણ વિગત :

  • 18 એપ્રિલ, ગુરુવારના રોજ સવારે 8 કલાકે સાણંદ ખાતે મેગા રોડ શૉ

  • સવારે 9.30 કલાકે કલોલ જે.પી. ગેટ (કલોલ શહેર) ખાતે રોડ શૉ

  • બપોરે 3 કલાકે સાબરમતીનાં સરદાર પટેલ ચોકથી ભવ્ય રોડ શૉની શરૂઆત, ચાંદલોડિયા રોડ ખાતે સમાપન

  • સાંજે 4.30 કલાકે ઘાટલોડિયા ખાતે રોડ શૉ

  • સાંજે 5.30 કલાકે નારણપુરામાં રોડ શૉ

  • સાંજે 6.30 કલાકે વેજલપુરનાં જીવરાજ પાર્ક ખાતે રોડ શૉ

  • રોડ-શોના બીજા દિવસે સભા કરશે

તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય મંત્રી અમિત શાહ કાલે એટલે કે 19 તારીકે ગાંધીનગર લોકસભા બેઠક માટે પોતાનું ઉમેદાવારી ફોર્મ ભરવા જવાના છે.  ફોર્મ ભરવા જતા પહેલા તેમનો ભવ્ય રોડ શો પણ યોજાવાનો છે. નોંધનીય છે કે, તેમના ભવ્ય રોડ શોની તૈયારી પણ કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે.

આ પણ વાંચો: C.R.Patil : સુરતમાં કાર્યકર્તાઓને કરી હાંકલ, કહ્યું – બે વાર લોકસભા જીત્યા અને હવે..!

આ પણ વાંચો: RamNavami : જગન્નાથ મંદિરે પહોંચ્યા પૂર્વ Dy.CM નીતિન પટેલ, જાણો ક્ષત્રિય સમાજનાં આંદોલનને લઈ શું કહ્યું ?

આ પણ વાંચો: Surat CP અચાનક બુટ ઉતારી સુરત પોલીસ કમિશનર મંદિર તરફ ચાલવા લાગ્યા

Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
By VIMAL PRAJAPATI
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
By Hardik Shah
Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ
Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ
By VIMAL PRAJAPATI
ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ!
ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ!
By Harsh Bhatt
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
By Harsh Bhatt
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
By Hiren Dave
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ! આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!