Download Apps
Home » VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારના કાર્યાલય પર MLA બરાબર ગિન્નાયા

VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારના કાર્યાલય પર MLA બરાબર ગિન્નાયા

VADODARA : વડોદરામાં ભાજપના લોકસભા ઉમેદવાર (VADODARA LOKSABHA CANDIDATE) ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI) ના મધ્યસ્થ કાર્યાલય પર સિનિયર ધારાસભ્ય ખર્ચ કરવા મામલે બરાબરના ગિન્નાયા હોવાની ઘટના સામે આવી છે. સિનિયર ધારાસભ્યએ મિટિંગમાં રીતસરનો ઉધડો લઇ લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. ચૂંટણીમાં આગેવાનોની સાથે સતત રહેતા કાર્યકર્તાઓ માટે ભોજનના ખર્ચમાં કંજુસાઇ કરવામાં આવતા ધારાસભ્ય બગડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

યોગેશ પટેલ બગડ્યા

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CHIEF MINISTER – BHUPENDRABHAI PATEL) અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ (BJP STATE PRESIDENT – C. R. PATIL) દ્વારા પાર્ટીના કાર્યકર્તાઓને દેવદુર્લભ માનવામાં આવે છે. આ વાત બંને મોટા આગેવાનો દ્વારા અનેક વખત જાહેર મંચ પરથી પણ કહેવામાં આવી છે. પરંતુ વડોદરામાં આ વાતથી વિપરીત એક ઘટના સામે આવી છે. વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઇ રહી છે. મતદાનને હવે માત્ર 6 દિવસ જ બાકી છે. ત્યારે ગતરાત્રે ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પર સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ બગડ્યા હોવાનું સામે આવ્યું છે.

મતદાનને આડે 6 દિવસ બાકી

સુત્રોના જણાવ્યા અનુસાર, ગતરાત્રે મધ્યસ્થ કાર્યાલય ખાતે મિટિંગ મળી હતી. જેમાં સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્ય પણ હાજર હતા. તેવામાં વડોદરાની માંજલપુર બેઠકના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સાફ શબ્દોમાં કહી દેવાયું કે., આ વખતની ચૂંટણી સૌથી નિરસ છે. કાર્યકર્તાઓ પાછળ તેમજ અન્ય કોઇ ખર્ચ કરવામાં આવતા નથી. મતદાનને આડે 6 દિવસ બાકી છે ત્યારે કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપવું જોઇએ.

ખર્ચો કરવા તૈયાર છીએ

વધુમાં યોગેશ પટેલે કહ્યું કે, કાર્યકર્તાઓ માટે ચ્હા,નાસતો જમવાનો ખર્ચ તો કરવો જ જોઈએ, હેમાંગ જોષીને યોગેશ પટેલે પૂછ્યું કે જો સંગઠન ખર્ચ ન કરે તો તમે ખર્ચો કરશો ??, આખરમાં યોગેશ પટેલે કડક શબ્દોમાં કહી સંભળાવ્યું કે, તમે ખર્ચો કરી શકો એમ ન હોય તો કહો અમે ધારાસભ્યો ખર્ચો કરવા તૈયાર છીએ. યોગેશ પટેલે સતત 20 મિનિટ સુધી કાર્યકર્તાઓની તરફેણ કરી હતી. જેને લઇને કાર્યકર્તાઓમાં ખુશીની લહેર ફેલાઇ હતી. તો બીજી તરફ એક તબક્કે કાર્યાલય પર સન્નાટો છવાયો હતો. સિનિયર ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી ટકોર બાદ શું બદલાવ આવે છે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો — VADODARA : સોખડાના હરિપ્રબોધમ જૂથની વિદેશમાં જીત

રશિયન સૈનિકો ગાઈ રહ્યા છે કે, મેરા જૂતા હૈ બિહારી
રશિયન સૈનિકો ગાઈ રહ્યા છે કે, મેરા જૂતા હૈ બિહારી
By Aviraj Bagda
રુહી સિંહની હોટ તસવીરો વાયરલ થઈ
રુહી સિંહની હોટ તસવીરો વાયરલ થઈ
By Hiren Dave
ભોજપુરી સિંગર અક્ષરા સિંહે શાવર લેતા શેર કરી સ્ટનિંગ તસવીરો
ભોજપુરી સિંગર અક્ષરા સિંહે શાવર લેતા શેર કરી સ્ટનિંગ તસવીરો
By Hiren Dave
વિશ્વમાં આ દેશોમાં પીવાય છે સૌથી વધુ ચા, યાદીમાં ભારત પાકિસ્તાન કરતા ઘણું છે પાછળ
વિશ્વમાં આ દેશોમાં પીવાય છે સૌથી વધુ ચા, યાદીમાં ભારત પાકિસ્તાન કરતા ઘણું છે પાછળ
By Harsh Bhatt
પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં જોવા મળ્યો આ ખાસ સંયોગ
પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં જોવા મળ્યો આ ખાસ સંયોગ
By Hardik Shah
DRAGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
DRAGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
By Harsh Bhatt
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
રશિયન સૈનિકો ગાઈ રહ્યા છે કે, મેરા જૂતા હૈ બિહારી રુહી સિંહની હોટ તસવીરો વાયરલ થઈ ભોજપુરી સિંગર અક્ષરા સિંહે શાવર લેતા શેર કરી સ્ટનિંગ તસવીરો વિશ્વમાં આ દેશોમાં પીવાય છે સૌથી વધુ ચા, યાદીમાં ભારત પાકિસ્તાન કરતા ઘણું છે પાછળ પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં જોવા મળ્યો આ ખાસ સંયોગ DRAGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી