Download Apps
Home » C.R.Patil : સુરતમાં કાર્યકર્તાઓને કરી હાંકલ, કહ્યું – બે વાર લોકસભા જીત્યા અને હવે..!

C.R.Patil : સુરતમાં કાર્યકર્તાઓને કરી હાંકલ, કહ્યું – બે વાર લોકસભા જીત્યા અને હવે..!

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (C.R.Patil) વિવિધ જિલ્લાઓમાં સતત જનસંપર્ક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે આજે સુરતમાં (Surat) યોજાયેલ ઉત્તર ગુજરાત સર્વ જ્ઞાતી સ્નેહ મિલન સમારોહમાં સી.આર.પાટીલે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, સી.આર.પાટીલે ‘અબ કી બાર 400 પાર’ના નારાને સાર્થક કરવા આહ્વાન કર્યું હતું અને કહ્યું હતું કે, બે વાર લોકસભા જીત્યા અને હવે જીતની હેટ્રિક મારવાની છે.

ભાજપના કાર્યકર્તાઓને કરી હાંકલ

સુરતના (Surat) પાલ રોડ પર્પલ ઓર્કિડ પાર્ટી પ્લોટ ખાતે ઉત્તર ગુજરાત સર્વ જ્ઞાતી સ્નેહ મિલન સમારોહનું (Uttar Gujarat Sarva Gnati Sneh Milan Samaroh) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી (Navsari) લોકસભા બેઠક પરથી બીજેપી ઉમેદવાર સી.આર.પાટીલે હાજરી આપી હતી. દરમિયાન, તેમણે ભાજપના કાર્યકર્તાઓને હાંકલ કરતા કહ્યું હતું કે, બે વાર લોકસભા જીત્યા અને હવે જીતની હેટ્રિક મારવાની છે. તેમણે ‘અબ કી બાર 400 પાર’ના નારાને સાર્થક કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાતની તમામ બેઠક 5 લાખની લીડથી જીતવાની છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા.

બીજા પર વિશ્વાસ ના રાખતા પોતે કામ કરી લેજો : C.R. પાટીલ

સી.આર. પાટીલે (C.R.Patil) કહ્યું કે, મોદી સાહેબે (PM Modi) વિકાસના આધારે 10 વર્ષનાં શાસનમાં સક્ષમતા સાબિત કરી. PM મોદીએ દેશના યુવાનો માટે સંકલ્પ કર્યો છે. યુવાનોને વગર વ્યાજની લોન આપી. આ વખતની ગેરંટીમાં વગર વ્યાજની રૂ. 20 લાખ સુધીની લોન આપી. મોદી સરકારે 11 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવ્યાં છે. 10 વર્ષમાં મોદી સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખામાથી બહાર લાવ્યા છે. તેમણે કહ્યું કે, આપડે વિધાનસભામાં 182 સીટ જીત્યા ત્યારે કોઈ જાદુ નથી થયું પણ આ તમારા કામોને લીધે છે. બીજા પર વિશ્વાસ ના રાખતા પોતે કામ કરી લેજો, તમારી લોટીમાં તો દૂધ જ હોવું જોઈએ. જણાવી દઈએ કે, સી.આર. પાટીલની એન્ટ્રી થતાં ‘વી આર ફોર CR’ ના નારા લાગ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આવતીકાલે C.R. પાટીલ ભરશે ઉમેદવારી ફોર્મ

જણાવી દઈએ કે, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર. પાટીલ આવતીકાલે નામાંકન ભરશે. સવારે 10 કલાકે તેઓ નવસારી મધ્યસ્થ કાર્યાલય ખાતેથી વિજય સંકલ્પ રેલી કાઢીને જુનાથાના થઈ કલેકટર ઓફીસ પહોંચશે. નવસારી પહોંચતા પહેલાં તેઓ પોતાના સુરત નિવાસસ્થાને ભગવાનના આશીર્વચન મેળવશે.

 

આ પણ વાંચો – Surat Railway Station: ઉનાળામાં વેકેશનના માહોલને લઈ રેલવે મંત્રીએ નવી 6 ટ્રેન તુરંત દોડાવી…

આ પણ વાંચો – ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક, શું આજે બનશે આંદોલનની અંતિમ રાત?

આ પણ વાંચો – GUJARAT BJP : પીએમ મોદીની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધી

Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
By VIMAL PRAJAPATI
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
By Hardik Shah
Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ
Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ
By VIMAL PRAJAPATI
ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ!
ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ!
By Harsh Bhatt
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
By Harsh Bhatt
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
By Hiren Dave
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ! આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!