Download Apps
Home » Gujarat First EXCLUSIVE : BJP, ક્ષત્રિય આંદોલન વિશે કોંગ્રેસના દિગ્ગજ નેતા પવન ખેરાએ શું કહ્યું ? જુઓ સંપૂર્ણ સંવાદ

Gujarat First EXCLUSIVE : BJP, ક્ષત્રિય આંદોલન વિશે કોંગ્રેસના દિગ્ગજ નેતા પવન ખેરાએ શું કહ્યું ? જુઓ સંપૂર્ણ સંવાદ

Gujarat First EXCLUSIVE : ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન થવાનું છે. ત્યારે રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને જનસંપર્ક કરી પોતાના પક્ષ માટે પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણી માહોલ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા પવન ખેરાએ (Pawan Khera) ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી હતી. દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટીની રણનીતિ, ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) આંદોલન સહિતના વિવિધ વિષયો પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને સાથે જ ભાજપ (BJP) પર આકરા પ્રહાર કર્યા હતા.

ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ તરફી પવન છે : ખેડા

ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ સંવાદમાં (Gujarat First EXCLUSIVE) કોંગ્રેસના દિગ્ગજ નેતા પવન ખેરાએ કહ્યું કે, આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ (Congress) તરફી પવન છે. મોસમ પણ બદલાયેલો છે. ગુજરાતમાં કોંગ્રેસની રણનીતિ અને મુદ્દાઓ અંગે સવાલ કરતા તેમણે કહ્યું કે, ગુજરાતમાં બેરોજગારી અને મહિલા સુરક્ષાનો ગંભીર મુદ્દો છે. MSME સેક્ટરની સ્થિતિ પણ કથળી છે. સાથે જ ગુજરાતમાં શિક્ષણ પણ ખૂબ જ મોંઘું થયું છે. છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી રાજ્યમાં ભાજપની સરકાર છે પરંતુ તેમ છતાં રાજ્યમાં સ્વાસ્થ્ય સેવાઓની સ્થિતિ કેવી છે તે આપણે જાણીએ છીએ. કોવિડના (Covid 19) સમયે ગુજરાતમાં સ્વાસ્થ્ય સેવાઓની સ્થિતિ શું હતી તે પણ આપણે જાણીએ છીએ.

‘તેઓ સંવિધાનને હરાવી રહ્યા છે’

રાહુલ ગાંધીના (Rahul Gandhi) ગરીબી અને રાજા મહારાજા અંગેના નિવદેનો વિશે પવન ખેરાએ કહ્યું કે, ગરીબીવાળા નિવદેનમાં કોઈ ખામી નહોતી. ડો. મનમોહન સિંહની સરકારે 10 વર્ષમાં 27 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા હતા એવું વિશ્વ બેંકે કહ્યું છે. જો તમે યોગ્ય નીતિનું અનુસરણ કરો તો આ દેશના પ્રત્યેક નાગરિકમાં જ એટલી તાકાત છે કે તેઓ ખૂદ ગરીબીને દૂર કરી શકે છે. સુરત (Surat) બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) અંગે પવન ખેરાએ નામ લીધા વગર BJP પર આરોપ લગાવતા કહ્યું કે, દરેક સરવેમાં હતું કે સુરત બેઠક તેઓ જીતવાના છે પરંતુ તેમ છતાં તેમણે આવું કર્યું. જ્યાં હારવાની સ્થિતિ છે ત્યાં શામ-દામ-દંડ-ભેદ કરવું જોઈએ પરંતુ જ્યાં તમે જીતવાના છો ત્યાં તો લોકતાંત્રિક તરીકે જીતવું જોઈતું હતું. તેઓ સંવિધાનને હરાવી રહ્યા છે.

‘દેશમાં એક કલાકમાં બે યુવાન આત્મહત્યા કરે છે’

પવન ખેરાએ આગળ કહ્યું કે, દેશમાં એક કલાકમાં બે યુવાન આત્મહત્યા કરે છે. એક દિવસમાં 30 ખેડૂત આત્મહત્યા કરે છે, એક કલાકમાં 4 અને એક દિવસમાં 100 બળાત્કાર થાય છે શું આ મોટા મુદ્દાઓ નથી. પરંતુ તેમણે આ મુદ્દાઓ અંગે વાત નથી કરવી અને બચીને ભાગવું છે. ‘અબકી બાર 400 પાર’ અને ગુજરાતમાં 5 લાખ વોટોથી જીત અંગેના BJP ના દાવાઓ પર પવન ખેરાએ (Pawan Khera) કહ્યું કે, જ્યારે જીતવા માટે અને સરકાર બનાવવા માટે માત્ર 272 બેઠકોની જરૂર હોય તો આ લોકોને 400 પાર કેમ જોઈએ છે તે સમજાતું નથી. આ અંગે અનંત હેગડે (Anant Hegde), જ્યોતિ મિર્ધા, અરુણ ગોહિલએ (Arun Gohil) સંવિધાન બદલવું છે તેવા જવાબ આપ્યા છે.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા અંગે કરી વાત

પવન ખેરાએ કહ્યું કે, ગુજરાતમાં પેપર લીકનો (paper leak) મુદ્દો ખૂબ જ ગંભીર છે. અમે અમારા મેનિફેસ્ટોમાં પેપર લીક પર ખાસ ધ્યાન આપ્યું છે. અમે એવો કાયદો બનાવીશું કે પેપર લીક થશે જ નહીં. અમે 30 લાખ સરકારી નોકરીઓની વાત કરી છે. સમગ્ર દેશમાં 25 લાખ સુધીના ઇલાજની યોજના લાવીશું. ગરીબી રેખાથી નીચેના પરિવારોની એક મહિલાઓના ખાતામાં એક વર્ષમાં 1 લાખ રૂપિયા આવશે. ‘પહેલી નોકરી પક્કી’ જેવા વાયદા અમે અમારા મેનિફેસ્ટોમાં (Congress Manifesto) કર્યા છે. બીજેપી 10 વર્ષથી શાસનમાં છે છતાં રિપોર્ટ કાર્ડ આપી શકતા નથી. દેશમાં બેરોજગારીએ 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

રાજ્યમાં 25 પૈકી 12થી 15 બેઠકો જીતવાનો દાવો

આમ આદમી પાર્ટીના (AAP) સાથેના ગઠબંધન અંગે તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને આપના ગઠબંધનથી બીજેપીમાં (BJP) ડરનો માહોલ છે. અમે ભાજપની જેમ ટુકડે ટુકડે ગેંગ નથી. તેમણે શિવસેના (Shiv Sena), NCP ના ટુકડા કર્યા પણ અમે એવી રાજનીતિ નથી કરતા. આ સાથે તેમણે દાવો કરતા કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ (Congress) પાર્ટી સરળતાથી 25 પૈકી 12થી 15 બેઠકો જીતશે. આ ઉપરાંત, તેમણે ક્ષત્રિય આંદોલન, RSS, કોંગ્રેસ છોડનારા નેતાઓ, કોંગ્રેસના ઉમેદવાર સહિતના વિવિધ મુદ્દાઓ પર નિખાલસ સંવાદ કર્યો હતો.

આ પણ વાંચો – Amit Shah : સાબરકાંઠામાં આંતરિક જૂથવાદને નાથવા ગાંધીનગરમાં મંથન, અમદાવાદમાં વિશાળ જનસભા સંબોધશે

આ પણ વાંચો – Surat : ચૂંટણી પહેલા AAP માં વધુ એક ઝટકો, પિયુષ દેસાઈ કર્યો કેસરીયા

આ પણ વાંચો – Arjun Modhwadia: અર્જુન મોઢવાડિયાએ PM નરેન્દ્ર મોદી સાથેની યાદો કરી તાજા, જાણો શું કહ્યું?

રશિયન સૈનિકો ગાઈ રહ્યા છે કે, મેરા જૂતા હૈ બિહારી
રશિયન સૈનિકો ગાઈ રહ્યા છે કે, મેરા જૂતા હૈ બિહારી
By Aviraj Bagda
રુહી સિંહની હોટ તસવીરો વાયરલ થઈ
રુહી સિંહની હોટ તસવીરો વાયરલ થઈ
By Hiren Dave
ભોજપુરી સિંગર અક્ષરા સિંહે શાવર લેતા શેર કરી સ્ટનિંગ તસવીરો
ભોજપુરી સિંગર અક્ષરા સિંહે શાવર લેતા શેર કરી સ્ટનિંગ તસવીરો
By Hiren Dave
વિશ્વમાં આ દેશોમાં પીવાય છે સૌથી વધુ ચા, યાદીમાં ભારત પાકિસ્તાન કરતા ઘણું છે પાછળ
વિશ્વમાં આ દેશોમાં પીવાય છે સૌથી વધુ ચા, યાદીમાં ભારત પાકિસ્તાન કરતા ઘણું છે પાછળ
By Harsh Bhatt
પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં જોવા મળ્યો આ ખાસ સંયોગ
પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં જોવા મળ્યો આ ખાસ સંયોગ
By Hardik Shah
DRAGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
DRAGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
By Harsh Bhatt
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
રશિયન સૈનિકો ગાઈ રહ્યા છે કે, મેરા જૂતા હૈ બિહારી રુહી સિંહની હોટ તસવીરો વાયરલ થઈ ભોજપુરી સિંગર અક્ષરા સિંહે શાવર લેતા શેર કરી સ્ટનિંગ તસવીરો વિશ્વમાં આ દેશોમાં પીવાય છે સૌથી વધુ ચા, યાદીમાં ભારત પાકિસ્તાન કરતા ઘણું છે પાછળ પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં જોવા મળ્યો આ ખાસ સંયોગ DRAGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી