Amit Shah visit to Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મોરબીની મુલાકાતે, કમલમનું ઉદ્ઘાટન કરશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગઈકાલથી ગુજરાતના પ્રવાસે છે આજે તેઓએ કચ્છ અને મોરબી જિલ્લાની મુલાકાત લીધી છે. તથા કચ્છમાં બીએસએફના 61માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે મોરબીમાં ભાજપના જિલ્લા કાર્યલાયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત મુલાકાતે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે છે. મોરબીમાં અમિતભાઈ શાહ કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેશે. મોરબી બાદ ભુજ અને ભાવનગરની પણ મુલાકાતે અમિતભાઈ જશે. કચ્છના ભુજમાં ઑપરેશન સિંદુરની ઝાંખી સાથે ભવ્ય પરેડ યોજાઇ છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને DyCM ભુજ આવ્યા છે. તથા વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયુ છે. ભુજમાં દેશભરમાંથી BSF અધિકારીઓ અને જવાનો પહોંચ્યા હતા.
Amitbhai Shah Gujarat Visit : સરહદના રક્ષકોને સલામ, BSF સ્થાપના દિવસની ઉજવણી । Gujarat First https://t.co/HBlve9gBKX
— Gujarat First (@GujaratFirst) November 21, 2025
ભુજ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ભુજની મુલાકાતે આવ્યા છે. ભુજ એરપોર્ટ પર તેમનું આગમન થતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો અને સાંસદે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ અહીં બોર્ડર સિક્યોરિટી ફોર્સના સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. અમિત શાહની આ મુલાકાત સુરક્ષા અને સરહદી વિકાસના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભુજ એરપોર્ટ પર તેમના સ્વાગત માટે ભાજપના અન્ય નેતાઓ અને વહીવટી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
ભાજપ કાર્યાલય ઓફિસ નહીં આપણું બીજુ ઘર છેઃ અમિતભાઈ શાહ
November 21, 2025 5:11 pm
કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મોરબીમાં ભાજપ કાર્યલયનું ઉદ્ઘાટન કરી કહ્યું સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ભાજપ કાર્યાલય એ ઓફિસ નથી હોતી. આપણા સૌ માટે ભાજપ કાર્યાલય આપણું બીજું ઘર છે.
સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ભાજપ કાર્યાલય એ ઓફિસ નથી હોતી. આપણા સૌ માટે ભાજપ કાર્યાલય આપણું બીજું ઘર છે.
— BJP Gujarat (@BJP4Gujarat) November 21, 2025
- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah pic.twitter.com/iH92bqIsJ0
આજે BSF બધી સરહદો પર ઘૂસણખોરીને રોકવા માટે સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહ્યું છે
November 21, 2025 2:37 pm
અમિતભાઈ શાહે જણાવ્યું કે આજે BSF બધી સરહદો પર ઘૂસણખોરીને રોકવા માટે સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહ્યું છે. કેટલાક રાજકીય પક્ષો ઘૂસણખોરોને બહાર કાઢવાના અભિયાનને નબળા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Amit Shah : "SIRની પ્રક્રિયાથી ઘૂસણખોરોને
— Gujarat First (@GujaratFirst) November 21, 2025
બહાર કાઢવામાં આવશે" | Gujarat First
"દેશમાંથી એક એક ઘૂસણખોરોને શોધીને બહાર કાઢીશું"
"દેશના જનપ્રતિનિધિઓ ભારતના નાગરિક ચૂંટશે, ઘૂસણખોર નહીં"
"SIRની પ્રક્રિયાથી ઘૂસણખોરોને બહાર કાઢવામાં આવશે"@AmitShah @HMOIndia #SIRProcess #AmitShah… pic.twitter.com/b0IckyLCTy
2026 સુધીમાં નક્સલવાદને નાબૂદ કરાશે
November 21, 2025 2:36 pm
ગૃહમંત્રીએ સ્પષ્ટ તારીખ આપતા કહ્યું કે 31 માર્ચ, 2026 સુધીમાં દેશને નક્સલવાદની સમસ્યાથી સંપૂર્ણપણે મુક્ત કરવાનો અમારો સંકલ્પ છે. અમિત શાહના જણાવ્યા મુજબ BSF એ સરહદ પારથી ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીને મોટો ફટકો માર્યો છે. સરહદ પર કાર્યરત ગેંગને પકડવા માટે એક અલગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી મોટી સફળતાઓ પ્રાપ્ત થઈ હતી.
આતંકવાદનો નાશ કરવો અને દેશના નાગરિકોનું રક્ષણ કરવું
November 21, 2025 2:36 pm
અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન નેટવર્ક સામે કાર્યવાહી કરી હતી, નવ સ્થળોએ તેમના માળખાને સંપૂર્ણપણે તોડી પાડ્યા હતા. તેમના મતે ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો આતંકવાદનો નાશ કરવો અને દેશના નાગરિકોનું રક્ષણ કરવું.
દેશમાંથી એક એક ઘુષણખોરને શોધીને બહાર કાઢીશું - અમિત શાહ
November 21, 2025 12:26 pm
પહલગામમાં આપણા નાગરિકો પર કાયરતાપૂર્ણ હુમલો થયો છે. ઓપરેશન સિંદૂર કરીને દુશ્મનોને જડબાતોડ જવાબ અપાયો છે. દેશમાંથી એક એક ઘુષણખોરને શોધીને બહાર કાઢીશું. દેશના જનપ્રતિનિધિઓ ભારતના નાગરિક ચૂંટશે, ઘૂષણખોર નહીં. SIRની પ્રક્રિયાથી ઘુષણખોરોને બહાર કાઢવામાં આવશે.
1971ના યુદ્ધમાં રનવે બનાવનાર વિરાંગનાઓ ઉપસ્થિત
November 21, 2025 12:25 pm
1971ના યુદ્ધમાં રનવે બનાવનાર વિરાંગનાઓ ઉપસ્થિત છે. ત્યારે અમિતભાઈ શાહે BSFની પરેડની સલામી ઝીલી છે. ખુલ્લી જીપમાં અમિતભાઈ શાહે લોકોનું અભિવાદન ઝીલ્યું છે. દેશના જાંબાજોને મેડલ આપી સન્માન કરવામા આવ્યું છે. તેમજ કાર્યક્રમમાં સંબોધન કરતા અમિતભાઈ શાહે જણાવ્યું છે કે BSF જ્યા સુધી સીમા પર છે, દુશ્મન નહીં આવી શકે. BSFના જવાનો પ્રાણની પરવાહ વિના દેશની રક્ષા કરી છે. દેશની જનતા BSFની વીરતાને સલામ કરે છે. સીમા સુરક્ષા દળના જવાનોએ સર્વોચ્ચ બલિદાન આપ્યા છે. દેશ પર થયેલા આક્રમણનો સામનો કચ્છની જનતાએ કર્યો છે.
BSFના સ્થાપના દિવસની ઉજવણીમાં સામાજિક અગ્રણીઓની હાજરી સાથે મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં જોડાયા
November 21, 2025 12:25 pm
કચ્છના ભુજમાં BSFના 61મા સ્થાપના દિવસની ઉજવણી કરાઇ છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની હાજરીમાં ભવ્ય ઉજવણી થઇ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી ત્રિકમભાઈ છાગાની હાજરી સાથે BSFના વડા, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર છે. તથા BSFના સ્થાપના દિવસની ઉજવણીમાં સામાજિક અગ્રણીઓની હાજરી સાથે મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં જોડાયા છે.
Bhuj માં BSFના સ્થાપના દિવસ પર
— Gujarat First (@GujaratFirst) November 21, 2025
Amitbhai Shah ની હાજરીમાં ભવ્ય ઉજવણી | Gujarat First
Kutch ના Bhuj માં BSFના 61મા સ્થાપના દિવસની ઉજવણી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની હાજરીમાં ભવ્ય ઉજવણી
DyCM Harshbhai Sanghavi , મંત્રી Trikambhai Chhanga ની હાજરી
BSFના વડા, જિલ્લા કલેક્ટર… pic.twitter.com/ChobiHt7z8
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની હાજરીમાં ભવ્ય ઉજવણી
November 21, 2025 11:41 am
Kutch ના Bhuj માં BSFના 61મા સ્થાપના દિવસની ઉજવણી થઇ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની હાજરીમાં ભવ્ય ઉજવણી થઇ છે. DyCM Harshbhai Sanghavi , મંત્રી Trikambhai Chhanga ની હાજરી, BSFના વડા, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં છે. BSFના સ્થાપના દિવસની ઉજવણીમાં સામાજિક અગ્રણીઓની હાજરી છે. મોટી સંંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં જોડાયા છે. 1971ના યુદ્ધમાં રનવે બનાવનાર વિરાંગનાઓ ઉપસ્થિત છે.
Bhuj માં BSFના સ્થાપના દિવસ પર Amitbhai Shah ની હાજરીમાં ભવ્ય ઉજવણી
November 21, 2025 11:41 am
સરહદના રક્ષકોને સલામ, BSF સ્થાપના દિવસની ઉજવણી
November 21, 2025 11:13 am
Amitbhai Shah Gujarat Visit : સરહદના રક્ષકોને સલામ, BSF સ્થાપના દિવસની ઉજવણી
Amitbhai Shah Gujarat Visit : સરહદના રક્ષકોને સલામ, BSF સ્થાપના દિવસની ઉજવણી । Gujarat First https://t.co/HBlve9gBKX
— Gujarat First (@GujaratFirst) November 21, 2025
બીએસએફ કાર્યક્રમ બાદ અમિત શાહ મોરબી જશે
November 21, 2025 9:24 am
બીએસએફ કાર્યક્રમ બાદ અમિત શાહ મોરબી જશે, જ્યાં ભાજપના નવા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. મોરબી વિસ્તારમાં આગામી ચૂંટણીની તૈયારીને ધ્યાનમાં રાખીને કાર્યાલયનું ઉદ્ઘાટન વ્યૂહાત્મક રીતે મહત્વનું માનવામાં આવે છે. ત્રણેય શહેરોમાં તેમના કાર્યક્રમો ભાજપ સંગઠનની આંતરિક મજબૂતી અને કાર્યકર્તાઓમાં ઉમંગ વધારવામાં મદદરૂપ બનશે.
એક હજારથી વધુ જવાનોની પરેડ સાથે ગૌરવશાળી વિવિધ ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
November 21, 2025 9:23 am
કડકડતી ઠંડી હોય કે આગ ઝરતી ગરમી આવી દરેક વિકટ સંજોગોમાં પણ દેશની સુરક્ષા માટે દિવસ રાત સતત ખડેપગે રહેતા સીમા સુરક્ષા દળની સ્થાપનાના 61મા વર્ષની ઉજવણી ભુજમાં ભવ્ય રીતે થઈ રહી છે. આ ઉજવણીમાં એક હજારથી વધુ જવાનોની પરેડ સાથે ગૌરવશાળી વિવિધ ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ભારતની સુરક્ષામાં મહત્વનો ફાળો આપતા ઉપલબ્ધિઓને સાક્ષાત કરતું શક્તિ પ્રદર્શન કરાશે.
બીએસએફના સ્થાપના દિનનો હિરક જયંતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
November 21, 2025 9:20 am
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના 61મા સ્થાપના દિનને અનુલક્ષીને આજે ભુજમાં હરિપર કેમ્પ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અતિથિ વિશેષ પદે રાષ્ટ્રીય કક્ષાના બીએસએફના સ્થાપના દિનનો હિરક જયંતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. બીએસએફના ડી.જી. દલજિતસિંહ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજનબંધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બીએસએફના 61માં હિરક જયંતિ વર્ષની ઉજવણી
November 21, 2025 8:22 am
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભુજની મુલાકાતે છે. જેમાં બીએસએફના 61માં હિરક જયંતિ વર્ષની ઉજવણી, ગૌરવશાળી શક્તિ પ્રદર્શન સાથે વિવિધ ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
ભાજપા જિલ્લા કાર્યાલય શ્રી કમલમનું ઉદ્ઘાટન કરશે
November 21, 2025 8:22 am
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના મોરબી ખાતે ભાજપા જિલ્લા કાર્યાલય શ્રી કમલમનું ઉદ્ઘાટન કરશે.
केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी गुजरात के मोरबी में भाजपा जिला कार्यालय 'श्री कमलम्' का उद्घाटन करेंगे।
— Office of Amit Shah (@AmitShahOffice) November 20, 2025
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ગુજરાતના મોરબી ખાતે ભાજપા જિલ્લા કાર્યાલય "શ્રી કમલમ"નું ઉદ્ઘાટન કરશે. pic.twitter.com/weV9RHGiQb
ભુજ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત
November 21, 2025 8:20 am
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભુજની મુલાકાતે આવ્યા છે. ભુજ એરપોર્ટ પર તેમનું આગમન થતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો અને સાંસદે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ અહીં બોર્ડર સિક્યોરિટી ફોર્સના સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. અમિત શાહની આ મુલાકાત સુરક્ષા અને સરહદી વિકાસના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભુજ એરપોર્ટ પર તેમના સ્વાગત માટે ભાજપના અન્ય નેતાઓ અને વહીવટી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
ભુજમાં દેશભરમાંથી BSF અધિકારીઓ અને જવાનો પહોંચ્યા
November 21, 2025 8:20 am
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે છે. મોરબીમાં અમિતભાઈ શાહ કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેશે. મોરબી બાદ ભુજ અને ભાવનગરની પણ મુલાકાતે અમિતભાઈ જશે. કચ્છના ભુજમાં ઑપરેશન સિંદુરની ઝાંખી સાથે ભવ્ય પરેડ યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને DyCM ભુજ આવશે. તથા વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાશે. ભુજમાં દેશભરમાંથી BSF અધિકારીઓ અને જવાનો પહોંચ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગઈકાલથી ગુજરાતના પ્રવાસે
November 21, 2025 8:20 am
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગઈકાલથી ગુજરાતના પ્રવાસે છે આજે તેઓ કચ્છ અને મોરબી જિલ્લાની મુલાકાત લેશે. તથા કચ્છમાં બીએસએફના 61માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જ્યારે મોરબીમાં ભાજપના જિલ્લા કાર્યલાયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.


