Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli: બદલી વેળાએ બાળકોનો નિર્દોષ પ્રેમ જોઈ 'રઘુ રમકડું' રડી પડ્યા

અમરેલીમાં શિક્ષકની બદલી થતાં ઘોડા પર વિદાય શિક્ષકની વિદાયથી બાળકો ધ્રુસકે-ધ્રુસકે રડ્યા મિતિયાળા શાળાના શિક્ષક રાઘવ કટકિયાની બદલી 'રઘુ રમકડાં'ના નામથી ઓળખાય છે રાઘવ કટકિયા Amreli:અમરેલીના મિતિયાળા પ્રાથમિક શાળા(Mitiala School)ના શિક્ષક રાઘવ કટકિયા(Raghav Katkia)ની બદલી (Transfer)થતાં ભારે હૈયે વિદ્યાર્થી(students)ઓ...
amreli  બદલી વેળાએ બાળકોનો નિર્દોષ પ્રેમ જોઈ  રઘુ રમકડું  રડી પડ્યા
Advertisement
  • અમરેલીમાં શિક્ષકની બદલી થતાં ઘોડા પર વિદાય
  • શિક્ષકની વિદાયથી બાળકો ધ્રુસકે-ધ્રુસકે રડ્યા
  • મિતિયાળા શાળાના શિક્ષક રાઘવ કટકિયાની બદલી
  • 'રઘુ રમકડાં'ના નામથી ઓળખાય છે રાઘવ કટકિયા

Amreli:અમરેલીના મિતિયાળા પ્રાથમિક શાળા(Mitiala School)ના શિક્ષક રાઘવ કટકિયા(Raghav Katkia)ની બદલી (Transfer)થતાં ભારે હૈયે વિદ્યાર્થી(students)ઓ અને વાલીઓએ વિદાય આપી હતી. રઘુ રમકડુંના હુલામણા નામે ઓળખાતા રાઘવ કટકિયા છેલ્લા 9 વર્ષથી મિતિયાળા શાળામાં ફરજ બજાવતા હતા. હવે તેમની બદલી વતન મોટા માંડવડા થતાં શાળામાં છેલ્લો દિવસ હતો. બાળકોને જ્યારે બદલી અંગે જાણ થતાં ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. નાના ભૂલકાઓનો નિર્દોષ પ્રેમ જોઈને રાઘવભાઈ પણ તેમના અશ્રુઓને રોકી ન શક્યા હતા.

રઘુ રમકડુંને અનેક એવોર્ડ મળી ચૂકયાં છે

ભીની આંખે ભૂલકાઓએ પોતાના વ્હાલા ગુરુ રઘુ રમકડુંને ઘોડા પર બેસાડીને વિદાય આપી હતી. ઉલ્લેખનીય છે કે રઘુ રમકડુંની તેમની શિક્ષણ આપવાની આગવી કળાના કારણે રાજ્યમાં નોંધ લેવાય છે. અભ્યાસ કરાવવાની આગવી પદ્ધતિના કારણે રઘુ રમકડુંને અનેક એવોર્ડ મળી ચૂકયાં છે. બાળકની સાથે બાળક બનીને અને પાઠમાં આવતા પાત્ર રૂપે શિક્ષણની જ્યોત પ્રગટાવીને બાળ હૈયામાં સાચા ગુરુ તરીકે સ્થાન પામનાર આવ શિક્ષકોની રાજ્યને જરૂર છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Gondal: રેલવે ફ્લાય ઓવરબ્રિજની કામગીરીને લઈને વાહન વ્યવહાર કરાયો બંધ

બાળકો શિક્ષકને ભેટીને રડી પડ્યા

અગાઉ પણ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા નજીક આવેલી ઝેધરી ગામની પ્રાથમિક શાળામાં ભણાવતા શિક્ષક શાહબુદ્દીન મલિકની બદલી થઈ છે. જે સમાચાર સાંભળીને બાળકો શિક્ષકને ભેટીને રડી પડ્યા હતા. બાળકોને જોઈને શિક્ષક ખુદ પણ પોતાના પર કાબુના રાખી શક્યા અને રડી પડ્યાં હતા. આ શિક્ષકને મળેલું સર્વોત્તમ સમન્માન છે. એક બાળક પોતાના માતાને છોડતી વખતે જ આટલું રડતું હોય છે. પરંતુ અહીં તો બાળકોને શિક્ષક સાથે અનોખો નાતો બંધાઈ ગયો અને શિક્ષકની વિદાય આ બાળકો સહીના શક્યા! શિક્ષક પ્રત્યેનો બાળકોનો પ્રેમ અને લાગણી આંસુ રૂપે ઉભરાઈ આવી હતી.

Tags :
Advertisement

.

×