Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anand : 'અમારા દીકરાને પરત લાવી આપો...', સારસાનાં પ્રજાપતિ પરિવારની સરકારને ગુહાર!

અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! (Anand) સારસાનાં પ્રજાપતિ પરિવારના યુવકની કોલંબિયા કાઉન્ટી પોલીસે ધરપકડ કરી એક મહિના પહેલા ધરપકડ કરી પરંતુ US પોલીસે સંપર્ક કર્યો નથી વિદેશમાં અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર માટે ચેતવણી...
anand    અમારા દીકરાને પરત લાવી આપો      સારસાનાં પ્રજાપતિ પરિવારની સરકારને ગુહાર
Advertisement
  1. અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! (Anand)
  2. સારસાનાં પ્રજાપતિ પરિવારના યુવકની કોલંબિયા કાઉન્ટી પોલીસે ધરપકડ કરી
  3. એક મહિના પહેલા ધરપકડ કરી પરંતુ US પોલીસે સંપર્ક કર્યો નથી

વિદેશમાં અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. આણંદનાં (Anand) સારસા ગામમાં રહેતા પ્રજાપતિ પરિવારના યુવકની દક્ષિણ અમેરિકાની કોલંબિયા કાઉન્ટી પોલીસે ધરપકડ કરી છે. યુવક કુરિયર બોય તરીકે કામ કરતો હતો. આરોપ છે કે તેના કુરિયરમાંથી 45 હાજર ડોલર મળતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જો કે, ધરપકડ બાદ US પોલીસે ભારતમાં રહેતા યુવકનાં પરિવારનો સંપર્ક પણ કર્યો નથી. આ મામલે યુવકનાં પરિવારે આણંદના સાંસદ અને ભારત સરકાર પાસે મદદની માગ કરી છે.

આ પણ વાંચો - Raj Shekhawat નો નવો વીડિયો આવ્યો સામે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અંગે કરી નવી જાહેરાત!

Advertisement

કુરિયર પેકમાંથી 45 હજાર ડોલર મળ્યાનો આરોપ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, આણંદ (Anand) જિલ્લાનાં ખેડા તાલુકાનાં સારસા ગામમાં (Sarsa village) સુરેશભાઈ પ્રજાપતિ તેમના પરિવાર સાથે રહે છે. સુરેશભાઈનો દીકરો જય પ્રજાપતિ કોલંબિયામાં રહે છે અને કુરિયર બોય તરીકે નોકરી કરે છે. દરમિયાન, કોલંબિયા કાઉન્ટી પોલીસે (Columbia County Police) જય પ્રજાપતિની ધરપકડ કરી હતી. આરોપ છે તે જયનાં કુરિયર પેકમાંથી 45 હાજર ડોલર મળ્યા હતા. પરિવારે જણાવ્યું કે, એક મહિનાથી જયનો સંપર્ક ન થતા તપાસ કરી હતી. દરમિયાન, જયની ધરપકડ થઈ હોવાની જાણ થઈ હતી. જો કે, ધરપકડનાં એક મહિના પછી પણ યુએસની પોલીસે ભારતમાં રહેતા જયના પરિવારનો સંપર્ક કર્યો નથી.

Advertisement

આ પણ વાંચો - Surat : હોટેલ બાદ હવે ફરી એકવાર flight ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી!

દીકરાને પરત લાવવા મદદ કરવા પરિવારની સરકારને ગુહાર

આ મામલે હવે જયનાં પરિવારે આણંદનાં સાંસદ અને ભારત સરકાર (Government of India) પાસે મદદ કરવા માગ કરી છે. પરિવારે રજૂઆત કરતા કહ્યું કે, 'અમારા દીકરાને પરત લાવી આપો...' પ્રાપ્ત માહિતી મુજબ વ્હાલસોયા દીકરાની યાદમાં તેના પિતાની તબિયત પણ નાદુરસ્ત થઈ છે. પરિવાર દ્વારા જય પ્રજાપતિ નિર્દોષ હોવાનું વારંવાર કહેવાઈ રહ્યું છે.

આ પણ વાંચો - Gir Somnath : BJP નાં નેતાના પુત્રનું અકસ્માતમાં મોત, બુલેટ લઈને રાજકોટ જતો હતો યુવાન

Tags :
Advertisement

.

×