મુસ્લિમ વિસ્તારમાં વધારે એક 250 વર્ષ જુનુ મંદિર મળી આવ્યું, મુસ્લિમ પરિવારે કહ્યું આ અમારી સંપત્તી છે
- વારાણસીમાં પણ મળી આવ્યું 250 વર્ષ જુનુ શિવમંદિર
- મુસ્લિમ પરિવારે મંદિર અને તેની જગ્યા પર પોતાનો દાવો ઠોક્યો
- હિંદુ સંગઠનો દ્વારા પુજા કરવા દેવા માટે પોલીસને અરજી અપાઇ
Varanasi News : વારાણસીના મુસ્લિમ બહુમતી વિસ્તાર મદનપુરા વિસ્તારમાં સંભલની જેમ જ મંદિર મળ્યાનો દાવો કરવામાં આવ્યો. ત્યાર બાદ આ વિસ્તારમાં હલચલ વધી ગઇ છે. સનાતર રક્ષક દળે આ મંદિર ખોલીને ત્યાં પુજાપાઠ કરવા માટે પોલીસને અરજી આપી હતી. આ ઉપરાંત આ મંદિર પર બાજુમાં રહેતા મુસ્લિમ પરિવારોએ પોતાનો હક હોવાનો દાવો કર્યો હતો.
વારાણસીના મુસ્લિમ વિસ્તારમાં મળ્યું મંદિર
વારાણસીના એક મુસ્લિમ બહુમતી વિસ્તારમાં સંભલની જેમ જ મંદિર મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. ત્યાર બાદ સર્ચ કરવામાં આવતા સાચે જ મંદિર મળી આવ્યો હતો. જો કે હવે મુસ્લિમ પક્ષનો દાવો છે કે, આ અમારી પ્રોપર્ટી છે. તેઓએ વર્ષ 1931 માં તેમના પિતાએ ખરીદી હતી. આ મુસ્લિમ પરિવારે તેવો પણ દાવો કર્યો કે, જો કોઇ વ્યક્તિ કોઇ પણ પ્રકારના તમાશા વગર અહીં આવીને પુજા કરવા માંગતું હોય તો તેમનું સ્વાગત છે.
આ પણ વાંચો : Stock Market Crash :શેરબજારમાં હાહાકાર,સેન્સેક્સ 1064 પોઈન્ટ તૂટયો
મદનપુર વિસ્તારના ગોળ ચબુતરા નજીક મળ્યું મંદિર
અત્રે ઉલ્લેખનીય છે કે, વારાણસીના દશાશ્વમેઘ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મદનપુરા વિસ્તારમાં ગોળ ચબુતરા નજીક મુસલમાનોના મકાન નજીકથી એક મંદિર મળી આવ્યું છે. દાવો કરવામાં આવ્યો કે આ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર છે. અઢીસો વર્ષ કરતા પણ જૂનું છે. જો કે ગત્ત ઘણા દશકોથી તે બંધ પડેલું છે.
પોલીસ પાસે પુજા માટેની પરવાનગી માંગવામાં આવી
આ દાવા અંગે સનાતન રક્ષ દળ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુજા પાઠ કરવા માટેની અરજી આપવામાં આવી છે મંદિરની બહાર સુરક્ષા વ્યવસ્થા માટે પણ અપીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, મંદિર અને તેની આસપાસની જમીન પર મુસલમાન પરિવારોએ કબ્જો કર્યો છે. તેને તાળા બંધ કરીને રાખેલું છે. જેથી આ મંદિર ખોલવામાં આવે અને પુજા પાઠ કરવા દેવામાં આવે.
આ પણ વાંચો : Bharuch માં 11 વર્ષીય બાળકી સાથે ક્રૂરતા, પાડોશીએ ચોકલેટની લાલચે આચર્યું દુષ્કર્મ
મુસ્લિમ પરિવારે કહ્યું આ મંદિર અમે ખરીદેલું છે
જો કે આ મંદિરની નજીકના મકાનના મુસ્લિમ પરિવારોએ પોતાની સંપત્તી હોવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે, 1931 માં આ પ્રોપર્ટી તેના પિતાજી દ્વારા ખરીદવામાં આવી હતી. જેમાં મકાન અને મંદિર બધુ જ આવે છે. એટલું જ નહીં આ મંદિરની સાફ સફાઇ અને સારસંભાળ ઉપરાંત રંગરોગાન પણ મુસ્લિમ પરિવારો દ્વારા જ કરવામાં આવે છે. તેમણએ કહ્યું કે, કોઇ શાંતિપુર્વક આવીને પુજાપાઠ કરવા માંગતું હોય તો તેમનું સ્વાગત છે. પરંતુ કોઇ પ્રકારના શોર બકોર અને હોબાળો તેઓ સહન નહીં કરે.
આ પણ વાંચો : પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહી હતી પત્ની, પકડાઇ તો હાથ-પગના નખ પણ ખેંચી લીધા


