Bangladesh માં હિન્દુઓ સાથે આ શું થઇ રહ્યું છે? ચિન્મય કૃષ્ણ દાસ બાદ આ પૂજારીની ધરપકડ
- બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ પૂજારીની ધરપકડ
- હિન્દુ [અર અત્યાચાર મુદ્દે RSS એ પાડોશી દેશને કરી અપીલ
- ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ (Bangladesh)માં હિન્દુઓ પર અત્યાચાર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ચિત્તાગોંગમાં ચાલી રહેલા વિરોધ અને હિંસા વચ્ચે સૂત્રોચ્ચાર કરતા ટોળાએ ત્રણ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી છે. આ હુમલો શુક્રવારે બપોરે 2.30 વાગ્યે હરીશ ચંદ્ર મુનસેફ લેન વિસ્તારમાં થયો હતો. સંતનેશ્વર માતા મંદિર, શોની મંદિર અને શાંતનેશ્વરી કાલીબારી મંદિરને નિશાન બનાવવામાં આવ્યા હતા. બીજી તરફ, હિન્દુ આધ્યાત્મિક ગુરુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના થોડા દિવસો બાદ, બાંગ્લાદેશ (Bangladesh)ના ચટ્ટોગ્રામમાં અન્ય એક હિન્દુ પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા પૂજારીની ઓળખ શ્યામ દાસ પ્રભુ તરીકે થઈ હતી, જેઓ ચિન્મય કૃષ્ણ દાસને જેલમાં મળવા ગયા હતા.
ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષે ટ્વીટ કર્યું...
સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઈ સત્તાવાર વોરંટ વિના તેની ધરપકડ કરવામાં આવી હતી. બાંગ્લાદેશ (Bangladesh)માં, આ નિયમ હેઠળ, ધરપકડ દરમિયાન, અધિકારીઓને કોઈની અટકાયત કરવાની અને પછીથી તેને છોડી દેવાની છૂટ છે. ઇસ્કોન કોલકાતાના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રવક્તા રાધારમણ દાસે શુક્રવારે X (Twitter) પર સાધુની ધરપકડ વિશે પોસ્ટ કર્યું અને કહ્યું, 'અન્ય બ્રહ્મચારી શ્રી શ્યામ દાસ પ્રભુની આજે ચટ્ટોગ્રામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.' બાંગ્લાદેશ (Bangladesh)ની ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન)ના ભૂતપૂર્વ સભ્ય હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની સોમવારે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : શ્રીલંકામાં ચક્રવાત Fengal એ મચાવી તબાહી; 15ના મોત, 4,50,000 લોકો પ્રભાવિત
RSS એ આ સંદેશ મોકલ્યો...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ શનિવારે બાંગ્લાદેશ (Bangladesh)માં ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ એક નિવેદન જારી કરીને બાંગ્લાદેશ (Bangladesh)માં હિન્દુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ કરવાની અપીલ કરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'બાંગ્લાદેશ (Bangladesh)માં હિન્દુઓ પર અત્યાચાર તરત જ બંધ થવો જોઈએ. ઇસ્કોનના સાધુ ચિન્મય કૃષ્ણ દાસને અન્યાયી જેલમાંથી મુક્ત કરો. 30 નવેમ્બર 2024 ના રોજ બાંગ્લાદેશ (Bangladesh)માં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા મહિલાઓ પરના હુમલા, હત્યા, લૂંટફાટ, આગચંપી અને અમાનવીય અત્યાચારો અત્યંત ચિંતાજનક છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની નિંદા કરે છે.
આ પણ વાંચો : બ્રિટનમાં જલ્દી જ સ્વૈચ્છિક ઈચ્છામૃત્યુનો મળી શકે છે અધિકાર! જાણો બિલની જોગવાઈઓ