Aravalli : મોડાસામાં બીજા દિવસે પણ IT ની રેડ યથાવત, ED ની એન્ટ્રીથી ફફડાટ!
- Aravalli નાં મોડાસામાં આઈટી વિભાગની રેડ
- છેલ્લા 28 કલાકથી ચાલી રહી છે રેડની કામગીરી
- બીજા દિવસે પણ આઈટીનું સર્ચ ઓપરેશન યથાવત
- અરવલ્લીમાં આઇટીના દરોડામાં હવે ઇડીની એન્ટ્રી
- ઇડીની એન્ટ્રી બાદ કાળું નાણું ધરાવતા લોકોમાં ફફડાટ
Aravalli : અરવલ્લીના મોડાસામાં (Modasa) આઈટી વિભાગનાં દરોડા (IT Department Raid) બાદ હવે ED ની એન્ટ્રી થતાં ટેક્સ ચોરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા બે દિવસથી આઈટી વિભાગ દ્વારા બિલ્ડર, વેપારી અને ડોક્ટરોનાં મકાનો, ઓફિસોમાં તપાસ કરવામાં આવી રહી છે. આ સર્ચ ઓપરેશન 3 દિવસ સુધી ચાલશે તેવી શક્યતા છે. ત્યારે હવે આઈટીનાં દરોડમાં ઇડીની એન્ટ્રી થઈ છે. વિદેશમાં નાણાંની હેરફેરનાં પગલે ઇડી પણ તપાસમાં જોડાઈ છે.
આ પણ વાંચો - હવે બોટાદમાં નકલી RAW અધિકારીની ધરપકડ, નોકરીની લાલચ આપી લોકોને ફસાવતો
Aravalli : અરવલ્લીમાં આઇટી વિભાગના દરોડામાં EDની એન્ટ્રી
EDની એન્ટ્રી બાદ અરવલ્લીના મોડાસા શહેરમાં ફફડાટ
વિદેશમાં નાણાંની હેરફેરના પગલે ED પણ તપાસમાં જોડાઈ
મોડાસાથી કરોડોના નાણાંની વિદેશમાં ગેરકાયદે હેરાફેરી | Gujarat First#Gujarat #Aravalli #EDRaids #Modasa #MoneyLaundering… pic.twitter.com/HeYBkE4neO— Gujarat First (@GujaratFirst) October 1, 2025
Aravalli નાં મોડાસામાં IT ની રેડ, કરોડોની રોકડ જપ્ત, બેંક લોકર્સ સીઝ કર્યા
અરવલ્લી જિલ્લાના (Aravalli) મોડાસામાં કેટલાક બિલ્ડર, વેપારી અને ડોક્ટરો દ્વારા કરચોરી કરવામાં આવતી હોવાની માહિતીનાં આધારે ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા વિવિધ સ્થળે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે કાર્યવાહીનો બીજો દિવસ છે. આઈટી વિભાગ દ્વારા બિલ્ડર, વેપારી અને ડોક્ટરોની ઓફિસ, મકાન ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ટીમ દ્વારા મોડાસા (Modasa) સર્કિટ હાઉસ ખાતે કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, મોડાસા અને મેઘરજમાં આયકર વિભાગની ટીમ દ્વારા તપાસ (IT Department Raid) કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન કરોડોની રોકડ રકમ તેમ જ દસ્તાવેજો જપ્ત કરાયા છે. આઈટી વિભાગે મોબાઈલ વેપારી, ચાનાં વેપારી, જમીન સાથે સંકળાયેલા લોકો પર પણ તવાઈ બોલાવી છે. આઈટી વિભાગે 10 થી વધુ બેંક લોકર્સ પણ સીઝ કર્યા છે.
આ પણ વાંચો - ગુજરાતને મળ્યો 34મો જિલ્લો : આવતીકાલથી Vav-Tharad જિલ્લો કાર્યરત, થરાદ વડું મથક
મોડાસામાં કરચોરી મામલે ઇડીની પણ એન્ટ્રી થતા ફફડાટ!
માહિતી અનુસાર, આઈટી વિભાગ બાદ હવે મોડાસામાં કરચોરી મામલે ED ની પણ એન્ટ્રી થઈ છે. ઇડીની એન્ટ્રીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વિદેશમાં નાણાની હેરફેરનાં પગલે ઇડી પણ તપાસમાં જોડાઈ છે. મોડાસાથી કરોડોનાં નાણાંની વિદેશમાં ગેરકાયદે હેરાફેરી થતી હોવાની માહિતીનાં આધારે ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મની લોન્ડરિંગ (Money Laundering) અને ફેમા એક્ટ હેઠળ કાર્યવાહીની શક્યતા છે. આઈટી વિભાગે કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરી હોવાથી મામલો વધુ ગંભીર બન્યો છે. જો કે, ઇડી અને આઇટી વિભાગ દ્વારા મોટી કાર્યવાહી બાદ કાળું નાણું ધરાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ તપાસમાં મોટા નામ ખુલે તેવી પણ વકી છે.
આ પણ વાંચો - Vadodara : વધુ એક ગરબા આયોજન વિવાદમાં! બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, જુઓ Video


