અરવલ્લીમાં ધાર્મિક સ્થાને જૂથ અથડામણ થઈ, અનેક લોકોને ગંભીર ઈજા પહોંચી
- જૂથ અથડામણમાં ધાર્મિક મામલે થઈ હોવાનું સામે આવ્યું
- ધાર્મિક સ્થાન પાસે એકાએક પથ્થરમારો થયો હતો
- જૂથ અથડામણમાં અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી
Aravalli Riots : તાજેતરમાં અરવલ્લીમાંથી એક હિંસાત્મક મામલો સામે આવ્યો છે. તો અરવલ્લીમાં આવેલા મેઘરાજમાં જૂથ અથજામણનો કિસ્સો સામે આવ્યો છે. જોકે હાલમાં, પોલીસે સમગ્ર મામલો થાણે પાડ્યો છે. તે ઉપરાંત પોલીસે આ જૂથ અથડામણમાં ધાર્મિક મામલે થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે જૂથ અથડામણ કયા કારણોસર થઈ હતી, તેનું કારણ સામે આવ્યુ નથી.
ધાર્મિક સ્થાન પાસે એકાએક પથ્થરમારો થયો હતો
મળતી માહિતી મુજબ, અરવલ્લીમાં આવેલા મેઘરજનગરમાં જૂથ અથડામણ થઈ હતી. તેમાં બે જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો થયો હતો. ત્યારે મેઘરજનગરમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ કિસ્સામાં ધાર્મિક સ્થાન પાસે એકાએક પથ્થરમારો થયો હતો. ત્યારે ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રના આશહેરમાં કડકડતી ઠંડીમાં સરકારે ગરમ પાણીનો પૂલ કર્યો તૈયાર
જૂથ અથડામણમાં અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી
ત્યારે જિલ્લાભરમાંથી પોલીસ મેઘરજનગરમાં આવી પહોંચી હતી. તો પોલીસ હેમખેમ રીતે મામલો થાણે પાડ્યો હતો. જોકે આ મામલામાં અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો: Hit And Run થી નિવૃત્ત પોલીસકર્મીનું મોત, કોન્સ્ટેબલનું ટેન્કરની અડફેટે મોત


