Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સરન્ડર પહેલા Arvind Kejriwal ની લોકોને ભાવુક અપીલ, જાણો શું કહ્યું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Delhi Chief Minister Arvind Kejriwal) ફરી જેલમાં જતા પહેલા દિલ્હીના લોકોને ભાવનાત્મક અપીલ (Emotional Appeal) કરી છે. તેમણે પોતાના આત્મસમર્પણ (Surrender) પહેલા એક વીડિયો સંદેશ ( Video Message) જારી કર્યો છે. કેજરીવાલે આ વીડિયોમાં પોતાનો સંદેશ...
સરન્ડર પહેલા arvind kejriwal ની લોકોને ભાવુક અપીલ  જાણો શું કહ્યું
Advertisement

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Delhi Chief Minister Arvind Kejriwal) ફરી જેલમાં જતા પહેલા દિલ્હીના લોકોને ભાવનાત્મક અપીલ (Emotional Appeal) કરી છે. તેમણે પોતાના આત્મસમર્પણ (Surrender) પહેલા એક વીડિયો સંદેશ ( Video Message) જારી કર્યો છે. કેજરીવાલે આ વીડિયોમાં પોતાનો સંદેશ આપતા કહ્યું છે કે, 'હું ભલે કોઇ પણ જગ્યાએ રહું, પછી હું અંદર હોઉં કે બહાર. દિલ્હીનું કામ (Delhi's work) અટકવાનું નથી. તેમણે વધુમાં કહ્યું કે, તેઓ જ્યારે જેલમાં ચાલ્યા જાય ત્યારે લોકો તેમના માતા-પિતા (Parents) નું ધ્યાન રાખે અને તેમના માટે પ્રાર્થના કરે. જણાવી દઇએ કે, તેમને સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા ચૂંટણી પ્રચાર માટે 21 દિવસની પરવાનગી આપવામાં આવી હતી.

દેશને બચાવવા માટે મારે જીવ આપવો પડે તો પણ... : કેજરીવાલ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક વીડિયો જાહેર કર્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રીએ વીડિયો સંદેશ જારી કરતા આશંકા વ્યક્ત કરી હતી કે આ વખતે તેમને જેલમાં વધુ ત્રાસ આપવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે દેશને બચાવવા માટે જો તેમને પોતાનો જીવ આપવો પડે તો પણ લોકોએ દુઃખી ન થવું જોઈએ. તેમણે પોતાના આ વીડિયોમાં સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, 'મારે 1 જુનના દિવસે આત્મસમર્પણ કરવું પડશે. મને ખબર નથી કે આ લોકો મને કેટલો સમય જેલમાં રાખશે, પરંતુ તેઓ મને તોડી શકશે નહીં. જેલમાં, તેમણે ઘણા દિવસો સુધી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન બંધ કર્યા. મારું વજન ઘટ્યું. મારું કીટોન લેવલ પણ ઘણું વધી ગયું છે. ખબર નથી કે આ લોકો આવું કેમ કરવા માંગે છે. હું સરન્ડર માટે આવતીકાલે 3 વાગે મારા ઘરેથી નીકળીશ. કેજરીવાલે વધુમાં કહ્યું કે આ વખતે તેમને વધુ પરેશાન કરવામાં આવી શકે છે. કેજરીવાલે દિલ્હીના લોકોને આશ્વાસન આપ્યું કે તેમનું કામ અટકશે નહીં. CMએ કહ્યું, 'તમારી સંભાળ રાખો. મને જેલમાં તમારી ચિંતા થાય છે. જો તમે ખુશ છો તો તમારા કેજરીવાલ પણ ખુશ થશે. તમારા બધા કામ ચાલુ રહેશે, હું ગમે ત્યાં હોઉં, હું દિલ્હીનું કામ અટકવા નહીં દઉં. તમારી મફત વીજળી, મોહલ્લા ક્લિનિક, મફત દવા, મફત બસ મુસાફરી, બધા કામ ચાલુ રહેશે. પાછા ફર્યા પછી, હું દરેક માતાઓ અને બહેનોને દર મહિને હજાર રૂપિયા આપવાનું શરૂ કરીશ.

Advertisement

Advertisement

જેલમાં હતો ત્યારે તેમણે મારી દવાઓ કરી દીધી બંધ... : કેજરીવાલ

CM કેજરીવાલે કહ્યું કે, તેઓએ મને ઘણી રીતે તોડવાનો પ્રયાસ કર્યો, મને ઝુકાવવાનો પ્રયાસ કર્યો, મને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ થયા નહીં. જ્યારે હું જેલમાં હતો ત્યારે તેઓએ મને અનેક રીતે ટોર્ચર કર્યો હતો. તેઓએ મારી દવાઓ બંધ કરી દીધી. હું 20 વર્ષથી ડાયાબિટીસનો દર્દી છું. છેલ્લા 10 વર્ષથી, હું દરરોજ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઉં છું, મારે પેટમાં દરરોજ 4 ઇન્જેક્શન લેવાની જરૂર પડે છે. જેલમાં, તેમણે ઘણા દિવસો સુધી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન બંધ કર્યા. મારું સુગર લેવલ 300 પર પહોંચી ગયું છે. ખબર નથી આ લોકોને શું જોઈએ છે. હું 50 દિવસ જેલમાં રહ્યો, આ 50 દિવસમાં મેં 6 કિલો વજન ઘટાડ્યું. જ્યારે હું જેલમાં ગયો ત્યારે મારું વજન 70 કિલો હતું, આજે 64 કિલો છે. જેલમાંથી છૂટ્યા બાદ પણ વજન વધી રહ્યું નથી. ડૉક્ટર્સ કહી રહ્યા છે કે આ કોઈ ગંભીર બીમારીના લક્ષણો પણ હોઈ શકે છે. ઘણા ટેસ્ટ કરવાની જરૂર છે.

આ પણ વાંચો - ચૂંટણી પરિણામ પહેલા કેજરીવાલ થશે જેલ ભેગા, SC એ અરજી સ્વીકારવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચો - Delhi Water Crisis : દેશની રાજધાનીમાં પાણીના એક ટીપા માટે મથામણ, Video

Tags :
Advertisement

.

×