Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોટા આતંકી હુમલા માટે ફંડ અને હથિયારો એકત્ર કરતા ત્રણ આતંકીઓને Gujarat ATS એ ઝડપ્યા, ત્રણ વિદેશી પિસ્તોલ અને 30 કારતૂસ મળ્યાં

ગાંધીનગર જિલ્લાના અડાલજ ટોલ બુથ તેમજ બનાસકાંઠા જિલ્લામાંથી ત્રણ આતંકીઓને ઝડપી લઈ 3 વિદેશી હથિયારો, 30 કારતૂસ, 4 મોબાઈલ ફોન અને બે લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ત્રણ આતંકીઓ પૈકી એક ડૉક્ટર જીલાની Islamic State – Khorasan Province સાથે જોડાયેલા આતંકીઓના સંપકમાં રહીને દેશમાં નોંધપાત્ર હુમલો કરવા નાણાકીય ભંડોળ અને હથિયારો એક્ઠા કરવા સતત મથી રહ્યો હતો.
મોટા આતંકી હુમલા માટે ફંડ અને હથિયારો એકત્ર કરતા ત્રણ આતંકીઓને gujarat ats એ ઝડપ્યા  ત્રણ વિદેશી પિસ્તોલ અને 30 કારતૂસ મળ્યાં
Advertisement

ગુજરાત રાજ્ય હંમેશા આતંકીઓના નિશાના પર રહેલું છે. હુમલા હોય કે, લેવડદેવડ ક્યાંકને ક્યાંક ગુજરાત કનેક્શન નીકળે છે. Gujarat Police એ હંમેશા આતંકીઓના મનસૂબાને પાર પડવા દીધા નથી. Gujarat ATS એ દેશભરમાં અનેક સફળ ઑપરેશન પાર પાડ્યાં છે. દેશમાં મોટા આતંકી હુમલાના મનસૂબાને પાર પાડવાની તૈયારીઓ માટે આતંકીઓએ ગાંધીનગર જિલ્લામાં આવેલા કલોલ વિસ્તારને પસંદ કર્યો હતો. આ પસંદગી તેમના માટે આફત લઈને આવી છે. Gujarat ATS ની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીના કારણે અડાલજ ટોલ બુથ તેમજ બનાસકાંઠા જિલ્લામાંથી ત્રણ આતંકીઓને ઝડપી લઈ 3 વિદેશી હથિયારો, 30 કારતૂસ, 4 મોબાઈલ ફોન અને બે લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ત્રણ આતંકીઓ પૈકી એક ડૉક્ટર જીલાની આઈએસકેપી (Islamic State – Khorasan Province) સાથે જોડાયેલા આતંકીઓના સંપકમાં હતો અને દેશમાં નોંધપાત્ર હુમલો કરવા નાણાકીય ભંડોળ અને હથિયારો એક્ઠા કરવા સતત મથી રહ્યો હતો.

Gujarat ATS એ કેવી રીતે ડૉક્ટરને પકડ્યો ?

એન્ટિ ટેરરિઝમ સ્કવૉડ સહિત દેશભરની એજન્સીઓ આતંકીઓના હુમલાને રોકવા સતત પ્રયત્નશીલ હોય છે. Gujarat ATS ને મળેલી જાણકારી અને મોબાઈલ ફોનના લૉકેશન આધારે ગત 6 નવેમ્બરની મોડી સાંજે અમદાવાદ-મહેસાણા હાઈવે પરના અડાલજ ટૉલ બુથ પાસે એક શકમંદને ઝડપી લેવા આંધ્રપ્રદેશ પાસિંગની કાર આંતરી હતી. Team ATS ને કારમાંથી બે ગ્લોક પિસ્તૉલ, એક બરેટા પિસ્તૉલ, 30 જીવતા કારતૂસ અને ચારેક લીટર એરંડીયુ (Castor Oil) મળી આવ્યું હતું. હૈદરાબાદથી બાય રૉડ ગુજરાતમાં આવેલા ડૉક્ટર અહેમદ મોહ્યુદ્દીન સૈયદ/જીલાની (ઉ.35 રહે. હૈદરાબાદ) ને ઝડપી લઈ તેની પાસે રહેલા બે મોબાઈલ ફોન અને લેપટોપ કબજે લીધા હતા.

Advertisement

Advertisement

Gujarat ATS એ બીજા બેને બનાસકાંઠામાંથી ઉપાડ્યા

ચીન ખાતેથી MBBS નો અભ્યાસ કરી ચૂકેલા ડૉક્ટર જીલાનીના મોબાઈલ ફોનની કોલ હિસ્ટ્રીમાંથી મળેલા એક મોબાઈલ નંબરના આધારે તેની માહિતી મેળવતા ગુજરાત-રાજસ્થાન સરહદ તરફનું લૉકેશન આવ્યું હતું. જેથી ATS Gujarat ની બે ટીમ તાબડતોબ દોડી ગઈ હતી. બનાસકાંઠા જિલ્લામાંથી મોહંમદસોહેલ મોહંમદસુલેમાન અને તેની સાથે આઝાદ સુલેમાન સૈફી મળી આવતા તેમને અટકમાં લેવાયા હતા. ઉત્તરપ્રદેશના વતની એવા બંને શખસો પાસેથી એક-એક મોબાઈલ ફોન અને લેપટોપ કબજે કરાયું છે.

રાજસ્થાનથી હથિયાર લાવ્યા અને કલોલમાં છુપાવ્યા

સુહેલ અને સુલેમાન પાકિસ્તાન સરહદની નજીક આવેલા રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાંથી બે Glock Pistol, એક Beretta Pistol અને 30 જીવતા કારતૂસ લઈ આવીને કલોલમાં અવાવરૂ સ્થળે છુપાવી દીધા હતા. હથિયારોની ડિલિવરી દરમિયાન એકબીજાની ઓળખ ના થાય તે માટે કલોલ વિસ્તારમાં ડેડ ડ્રોપ કરાયું હતું.

ડીઆઈજી Sunil Joshi એ શું કહ્યું ?

ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોષી (Sunil Joshi DIG ATS) એ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે, ડૉક્ટર સૈયદ ફઘાનિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં સક્રિય ISKP ના આતંકીઓ સાથે સંપર્કમાં હતો. આતંકીના પૂછપરછમાં તેણે કબૂલાત કરી છે કે, દેશમાં નોંધપાત્ર આતંકી હુમલા માટે નાણાકીય ભંડોળ, હથિયારો એકઠા કરવા તેમજ સહયોગી તૈયાર કરવામાં છેલ્લાં કેટલાંય સમયથી કામે લાગેલો છે.

આતંકી ઘાતક ઝેર બનાવતો હતો

ચીનથી ડૉક્ટર બનીને આવેલો અહેમદ મોયુદ્દીન સૈયદ/જીલાની હૈદરાબાદ ખાતે ઘાતક ઝેર બનાવતો હોવાની ચોંકાવનારી માહિતી ATS ને મળી છે. આરોપીને પકડ્યા બાદ તેના મોબાઈલ ફોનની તપાસ કરતા તેમાંથી ઝેર બનાવવાના કેમિકલ અને સામગ્રી આતંકીએ એકઠી કરી હોવાના પુરાવા હાથ લાગ્યા છે. અત્રે નોંધનીય છે કે, ડૉક્ટર જીલાની લખનૌ, દિલ્હી અને અમદાવાદના કેટલાંક સંવેદનશીલ વિસ્તારોની રેકી કરી ચૂક્યો છે.

આ પણ વાંચો: ગુજરાત સચિવાલય ખાતે ભારતીય સેનાના કોનાર્ક કોર્પ્સ સાથે નાગરિક-સૈન્ય મિલન સંમેલન યોજાયું

Tags :
Advertisement

.

×