Axiom-4 : એક્સિઓમ - 4 માંથી ભારતીય કેપ્ટનો હ્રદય સ્પર્શી સંદેશ, 'મારા ખભા પર તિરંગો...!'
- ભારતીય ગ્રુપ કેપ્ટન 41 વર્ષ બાદ અનોખા અવકાશ પ્રવાસે
- દેશ માટે એક્સિઓમ મિશન અત્યંત અગત્યનું
- મિશન લોન્ચ થયા બાદ ભારતીય ગ્રુપ કેપ્ટનનો દેશવાસીઓ જોગ હ્રદય સ્પર્શી સંદેશ
Axiom-4 : ભારતે અવકાશ તરફ એક નવી ઉડાન ભરી છે. ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લા એક્સિઓમ-4 (Axiom-4) મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (INTERNATIONAL SPACE STATION) માટે રવાના થયા છે. એક્સિઓમ-4 મિશન ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતે કોમ્પ્લેક્સ 39Aથી લોન્ચ કરવામાં આવ્યું હતું. શુભાંશુ શુક્લા (SHUBHANSHU SHUKLA - INDIA) અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓ એક્સિઓમ સ્પેસના મિશનના ભાગ રૂપે સ્પેસ સ્ટેશનની યાત્રા પર નીકળ્યા છે.
ભારતના માનવને અવકાશમાં મોકલવાના કાર્યક્રમની શરૂઆત
જે બાદ શુભાંશુ શુક્લાનો પ્રથમ મેસેજ (SHUBHANSHU SHUKLA FIRST MESSAGE) સામે આવ્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, "નમસ્કાર, મારા પ્રિય દેશવાસીઓ, મજા આવી રહી છે ! આપણે 41 વર્ષ પછી ફરી એકવાર અવકાશમાં પાછા ફર્યા છીએ. આ એક અદ્ભુત સફર છે. અમે પૃથ્વીની આસપાસ 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પરિક્રમા કરી રહ્યા છીએ. મારા ખભા પરનો તિરંગા મને કહે છે કે, હું તમારા બધા સાથે છું. મારી આ યાત્રા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની શરૂઆત, નથી પરંતુ ભારતના માનવને અવકાશમાં મોકલવાના કાર્યક્રમની શરૂઆત છે. હું ઈચ્છું છું કે, તમે બધા આ યાત્રાનો ભાગ બનો. તમારી છાતી પણ ગર્વથી ફૂલી જાય. તમે બધા પણ ઉત્સાહ દર્શાવો. ચાલો સાથે મળીને ભારતના માનવને અવકાશમાં મોકલવાના કાર્યક્રમની શરૂઆત કરીએ. જય હિંદ! જય ભારત!"
અવકાશ મિશનના સફળ પ્રક્ષેપણનું સ્વાગત
ભારતના કેપ્ટનની આ સફળતા અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM NARENDRA MODI) ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરતા લખ્યું કે, અમે ભારત, હંગેરી, પોલેન્ડ અને યુએસએના અવકાશયાત્રીઓને લઈ જનારા અવકાશ મિશનના સફળ પ્રક્ષેપણનું સ્વાગત કરીએ છીએ. ભારતીય અવકાશયાત્રી, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય બનવા જઈ રહ્યા છે. તેઓ ૧.૪ અબજ ભારતીયોની ઇચ્છાઓ, આશાઓ અને આકાંક્ષાઓ પોતાની સાથે લઈ જાય છે. તેમની સાથે રહેલા બધા અવકાશયાત્રીઓને સફળતા માટે શુભકામનાઓ !
14 દિવસ સુધીના સ્પેસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા
સફળ પ્રક્ષેપણ પછી, યુએસ સ્પેસ એજન્સી નાસાએ સોશિયલ મીડિયા દ્વારા અપડેટ આપ્યું. નાસાએ 'X' પર લખ્યું, "અમે એક્સિઓમ મિશન 4 માટે ઉડાન ભરી છે. X-4 મિશન 25 જૂનના રોજ સવારે 2:31 વાગ્યે (ભારતીય સમય, બપોરે 12:01 વાગ્યે) લોન્ચ કોમ્પ્લેક્સ 39A થી ઉડાન ભરી હતી, જેમાં ચાર ખાનગી અવકાશયાત્રીઓને 14 દિવસ સુધીના મિશન માટે સ્પેસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા હતા." એક્સિઓમ સ્પેસએ પણ પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે, "AX-4 માટે ફ્લાઇટ. AX-4 નું ક્રૂ સ્પેસ સ્ટેશન તરફ જઈ રહ્યું છે."
AX-4 ના ક્રૂ અવકાશ મથકની તેમની યાત્રાની એક ડગલું નજીક
આ મિશનમાં સામેલ સ્પેસએક્સે માહિતી આપી હતી કે ડ્રેગન ફાલ્કન 9 ના બીજા તબક્કાથી અલગ થઈ ગયું છે. નાસાએ અવકાશયાનના અલગ થવાની પુષ્ટિ કરી. નાસાએ લખ્યું, "તેમના સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનમાં સ્વતંત્ર રીતે ઉડાન ભરીને, AX-4 ના ક્રૂ અવકાશ મથકની તેમની યાત્રાની એક ડગલું નજીક આવી ગયા છે."
આ પણ વાંચો ---- Shubhanshu Shukla Axiom-4 Mission : લોન્ચિંગ સમયે શુભાંશુના માતા થયા ભાવુક, જુઓ આ ભાવનાત્મક ક્ષણ