Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Baba Siddique Case : તો શું હવે સલમાન ખાન છે Next Target?, સુરક્ષામાં કરાયો વધારો...

બાબા સિદ્દીકીની શનિવારે મુંબઈમાં ગોળી મારીને હત્યા હત્યા મામલે સમાજવાદી પાર્ટીના નેતાનું મોટું નિવેદન સામાન્ય માણસ ત્યાં કેવી રીતે સુરક્ષિત રહી શકે? - ST Hasan NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકી (Baba Siddique)ની શનિવારે મુંબઈમાં ગોળી મારીને હત્યા...
baba siddique case   તો શું હવે સલમાન ખાન છે next target   સુરક્ષામાં કરાયો વધારો
Advertisement
  1. બાબા સિદ્દીકીની શનિવારે મુંબઈમાં ગોળી મારીને હત્યા
  2. હત્યા મામલે સમાજવાદી પાર્ટીના નેતાનું મોટું નિવેદન
  3. સામાન્ય માણસ ત્યાં કેવી રીતે સુરક્ષિત રહી શકે? - ST Hasan

NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકી (Baba Siddique)ની શનિવારે મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સુરક્ષાને લઈને મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે અને વિપક્ષ શિંદે સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. આ ઘટના બાદ સમાજવાદી પાર્ટીના નેતા એસટી હસને (ST Hasan) મોટુ નિવેદન આપ્યું છે.

હસને કહ્યું, "તે (Baba Siddique) એક જાણીતા સામાજિક અને રાજકીય વ્યક્તિત્વ હતા. જ્યારે તેમની હત્યા કરવામાં આવી હોય ત્યારે કોઈ પણ સામાન્ય માણસ ત્યાં કેવી રીતે સુરક્ષિત રહી શકે? તે વહીવટનું સંપૂર્ણ પતન દર્શાવે છે. ભારતમાં, બે સિસ્ટમ્સ સમાંતર ચાલી રહી છે. એક સરકારી તંત્ર છે, જેના વડા PM છે અને બીજું છે અંડરવર્લ્ડ સિસ્ટમ, જ્યાં સત્તા માટે ગુંડાઓ વચ્ચે લડાઈ ચાલે છે. ચિંતાનો વિષય છે કે સરકાર હોવા છતાં પણ કેટલાક દેશમાં પોલીસ, અંડરવર્લ્ડ સિસ્ટમ અકબંધ છે, તે વહીવટની સંપૂર્ણ નિષ્ફળતા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Baba Siddique:બાબા સિદ્દીકી... જેણે સલમાન અને શાહરૂખ વચ્ચે કારવ્યું હતું પેચ-અપ

બાબા સિદ્દીકીનો પુત્ર જીશાન પણ નિશાના પર...

NCP નેતા બાબા સિદ્દીકી (Baba Siddique)ના પુત્ર જીશાનને લઈને મુંબઈમાં મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ બાબા સિદ્દીકી (Baba Siddique)નો પુત્ર જીશાન પણ હત્યારાઓના નિશાના પર હતો. બાબા સિદ્દીકી (Baba Siddique)ના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો : હિન્દી ફિલ્મના આ જાણીતા અભિનેતાએ પકડી રાજનીતિની રાહ, આ પાર્ટીમાં જોડાયા

ગોળી મારીને હત્યા કરવામાં આવી...

બાબા સિદ્દીકી (Baba Siddique)ને શનિવારે 12 ઓક્ટોબરે નિર્મલ નગરમાં તેમની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમના અંતિમ સંસ્કાર રવિવારે મુંબઈના બડા કબરીસ્તાનમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. હત્યાના બે આરોપી ગુરમેલ સિંહ અને ધરમરાજ કશ્યપને 21 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રીજો શૂટર, જેની ઓળખ શિવકુમાર તરીકે થઈ છે, તે હાલ ફરાર છે. બાબા સિદ્દીકી (Baba Siddique)ની હત્યા બાદ મુંબઈમાં અભિનેતા સલમાન ખાન (Salman Khan)ના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો : Money Laundering Case:શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને હાઈકોર્ટમાંથી રાહત

Tags :
Advertisement

.

×