Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara Gambhira Bridge : દરિયામાં ફસાયેલ જહાજને બહાર કાઢવા વપરાતી બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ

MERC કંપની દ્વારા ટેન્કર રેસ્ક્યૂ માટે પ્લાન તૈયાર છે. ઓપરેશન માટે બ્રિજથી 900 મીટર દૂર હંગામી ઓફિસ તૈયાર કરાઈ છે.
vadodara gambhira bridge   દરિયામાં ફસાયેલ જહાજને બહાર કાઢવા વપરાતી બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ
Advertisement
  1. વડોદરા ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને હટાવવા કામગીરી શરૂ (Vadodara Gambhira Bridge)
  2. સિંગાપુરથી 3 એન્જિનિયર બોલાવાયા, મરીન ઈમરજન્સી ટીમ પણ સ્થળ પર હાજર
  3. બલૂન પદ્ધતિથી ટ્રકને ઉતારવાની કામગીરી, ઓપરેશન માટે હંગામી ઓફિસ પણ તૈયાર
  4. આણંદ કલેક્ટરનું નિવેદન, ઓપરેશન આગામી બે થી ત્રણ દિવસમાં પૂર્ણ થશે

Vadodara : વડોદરામાં ગંભીર બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોનાં મોત નીપજ્યા હતા. લગભગ 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ અચાનક તૂટી જતા કાર, રિક્ષા, બાઇક સહિતનાં વાહનો નદીમાં ખાબક્યા હતા. જો કે, આ દુર્ઘટનામાં કેમિકલ ભરેલું એક ટેન્કર તૂટેલા બ્રિજ (Vadodara Gambhira Bridge) પર લટકી રહ્યું હતું. હવે, આ ટેન્કરને બ્રિજ પરથી ઉતારવાની કામગીરી હાથ ધરાઈ છે. 3 દિવસમાં કેમિકલ ભરેલા ટેન્કરને બ્રિજ (Tanker on Gambhira Bridge) પરથી હટાવવામાં આવશે. આ કામગીરી માટે સિંગાપુરથી 3 એન્જિનિયર સહિતની વિશેષ ટીમને બોલવાવવામાં આવી છે અને બલૂન પદ્ધતિની મદદથી ટેન્કરને હટાવવામાં આવશે. આ અંગે આણંદ કલેક્ટરની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

આ પણ વાંચો- ભાવનગરની વિધાર્થિનીઓ વીર જવાનોને 2 હજાર રાખડી સરહદ પર મોકલશે

Advertisement

સિંગાપુરથી 3 એન્જિનિયર બોલાવાયા, મરીન ઈમરજન્સી ટીમ પણ સ્થળ પર હાજર

વડોદરા ગંભીર બ્રિજ દુર્ઘટનામાં (Vadodara Gambhira Bridge) તૂટેલા બ્રિજનાં કિનારે ફસાયેલ ટેન્કરને હટાવવા માટેની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. માહિતી અનુસાર, તૂટેલા બ્રિજ પરથી ટેન્કરને હટાવવા માટે સિંગાપુરથી (Singapore) ત્રણ એન્જિનિયરને બોલાવવામાં આવ્યા છે. મરીન ઈમરજન્સી ટીમ પણ સ્થળ પર હાજર છે. બલૂન પદ્ધતિથી (Balloon Method) ટેન્કરને ઉતારવાની કામગીરી હાથ ધરાઈ છે. દરિયામાં ફસાયેલા જહાજને બહાર કાઢવા માટે આ બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ કરાય છે.

Advertisement

આ કામગીરીમાં 3 દિવસ જેટલો લાગી શકે સમય

આ કામગીરીમાં 3 દિવસ જેટલો સમય લાગી શકે છે. માહિતી અનુસાર, શરૂઆતી કામગીરીનાં ભાગરૂપે આજે પ્રથમ બલૂનને ટેન્કરની પાસે લાવવામાં આવ્યું છે. સાથે જ બ્રિજની બહાર ઓપરેશન માટે ટેન્ટ તૈયાર કરાયો છે. તમામ સેફ્ટી સાધનો અને ટેકનિકલ સામાન ઉપલબ્ધ કરાયા છે. ટ્રકની પાછળ લાંબા દોરડા તથા હવા વગરના સ્પેર બલૂન પણ તૈયાર છે.

આ પણ વાંચો- Surat Police : ગુનાખોરીને ડામવા પોલીસ કરશે અત્યાધુનિક ડ્રોન કેમેરાનો ઉપયોગ, જાણો ખાસિયત

ન્યુમેટિક એરબેગ, હાઈડ્રોલિક સ્ટ્રેન્ડ જેક સહિત આધુનિક સાધનોનો ઉપયોગ કરાશે

ગંભીરા બ્રિજ પરથી ટેન્કર હટાવવાની કામગીરી અંગે આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીનું (Anand Collector Praveen Chaudhary) નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે માહિતી આપતા કહ્યું કે, આણંદ વહીવટી તંત્રે MERC કંપનીની મદદ લીધી છે. MERC કંપની દ્વારા ટેન્કર રેસ્ક્યૂ માટે પ્લાન તૈયાર છે. ઓપરેશન માટે બ્રિજથી 900 મીટર દૂર હંગામી ઓફિસ તૈયાર કરાઈ છે. ટેન્કરને સલામત રીતે બહાર કાઢવા આધુનિક સાધનોનો ઉપયોગ કરાશે. ન્યુમેટિક એરબેગ, હાઈડ્રોલિક સ્ટ્રેન્ડ જેક, એન્જિનિયર્ડ હોરિઝોન્ટલ કેન્ટિલિવરનો પણ ઉપયોગ કરાશે. માનવજીવન-બ્રિજના સ્ટ્રક્ચરને નુકસાન ન થાય તે રીતે કામગીરી હાથ ધરાશે. તેમણે જણાવ્યું કે, ઓપરેશન આગામી બે-ત્રણ દિવસમાં પૂર્ણ થઈ જશે.

આ પણ વાંચો- Ahmedaba: મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝીલ શાહની ગુંડાગર્દી,કાર્યકર્તાને ઢોર માર મારતા નોંધાઇ ફરિયાદ

Tags :
Advertisement

.

×