ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha : તમે Lucky Draw ની ટિકિટ ખરીદી નથી ને? ગૌશાળા, શિક્ષણ નામે ચાલતો ગોરખધંધો જાણી ચોંકી જશો!

લક્કિ ડ્રો ખ્યાતનામ વ્યક્તિની ખાસ હાજરીમાં થાય છે. લક્કી ડ્રોનાં પ્રમોશન માટે પ્રખ્યાત ચહેરાની મદદ લેવાય છે.
12:39 PM Jan 02, 2025 IST | Vipul Sen
લક્કિ ડ્રો ખ્યાતનામ વ્યક્તિની ખાસ હાજરીમાં થાય છે. લક્કી ડ્રોનાં પ્રમોશન માટે પ્રખ્યાત ચહેરાની મદદ લેવાય છે.
BK_Gujarat_first
  1. Banaskantha માં લક્કી ડ્રોના નામે ચાલી રહ્યો છે ગોરખધંધો! (Lucky Draw Scam)
  2. રૂ.300 ની ટિકિટ ખરીદીને રૂ.25 લાખ જીતો જેવીની અપાય છે લોભામણી લાલચ!
  3. ઉ. ગુજરાતમાં ગણતરીનાં દિવસોમાં લક્કિ ડ્રોથી કરાય છે કરોડોનું ટર્નઓવર
  4. એક આરોપી સામે ગુનો, આયોજન કરનાર 7 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

અરવલ્લીનાં (Aravalli) BZ ગ્રૂપનાં પોંઝી સ્કીમ થકી કરોડોનાં કૌભાંડ બાદ હવે બનાસકાંઠામાંથી (Banaskantha) લક્કી ડ્રોના નામે ચાલી રહેલા ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. ગૌશાળા, શિક્ષણ અને અનાથ બાળકો નામે લક્કી ડ્રોનું (Lucky Draw Scam) આયોજન કરી કરોડોનું ટર્નઓવર કરતા આરોપી સામે ગુનો નોંધાયો છે જ્યારે, આયોજન કરનારા 7 સામે ફરિયાદ દાખલ થઈ છે. આ મામલે થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગૌશાળા, શિક્ષણ અને અનાથ બાળકો નામે લક્કી ડ્રોનું આયોજન

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં (Banaskantha) લક્કી ડ્રોનાં નામે ચાલતા ગોરખધંધા સામે પોલીસે લાલ આંખ કરી છે. આ અંગે એક અરજદારે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી હતી. ત્યાર બાદ કાર્યવાહી કરતા લક્કિ ડ્રોનાં આ ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસ અનુસાર, ગૌશાળા, શિક્ષણ અને અનાથ બાળકો નામે લક્કી ડ્રોનું આયોજન કરાય છે. થોડા મહિના પહેલા થરાદનાં (Tharad) ડેડુવા ગામ આવેલ સુમારપુરી ગૌશાળા ખાતે લક્કી ડ્રોનું આયોજન કરાયું હતું. લક્કી ડ્રોમાં લોભામણી લાલચ આપી આયોજકો રૂ. 299 અને રૂ. 399 માં લોકોને ટિકિટનું વેચાણ કરે છે. આ કૌભાંડમાં રૂ. 300 ની ટિકિટ ખરીદીને રૂ. 25 લાખ જીતો જેવી લોભામણી લાલચ આપવામાં આવે છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 15 કરોડ રૂપિયાનાં 5 ડ્રો થઈ ગયા છે.

આ પણ વાંચો - VADODARA : MSU ની ટેક્નોલોજી ફેકલ્ટીમાં 3,700 વિદ્યાર્થીઓ સામે માત્ર 7 પ્રોફેસર

લક્કી ડ્રોનાં કિંગ તરીકે ઓળખાણ આપતા આરોપી અશોક માળી સામે ગુનો

આ મામલે થરાદ પોલીસે બનાસકાંઠા જિલ્લામાં લક્કી ડ્રોનાં (Lucky Draw Scam) કિંગના નામે પોતાની ઓળખાણ આપતા આરોપી અશોક માળી સામે ગુનો નોંધાયો છે. ઉપરાંત, થરાદ પોલીસે (Tharad Police) અલગ-અલગ 2 લક્કી ડ્રોનું આયોજન કરનારા 7 શખ્સો વિરુદ્ધ પણ ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે. DYSP એ જણાવ્યું કે, ઉત્તર ગુજરાતમાં ગણતરીનાં દિવસોમાં જ કરોડોનું ટર્નઓવર આ લક્કિ ડ્રોના નામે કરાયું હોવાની માહિતી છે. લોભામણી લાલચમાં આવી લોકો કિંમતી દાગીનાં વેચીને પણ લક્કી ડ્રોની ટિકિટો ખરીદે છે. જ્યારે, અરજદારે કહ્યું કે, BZ ગ્રૂપનાં કૌભાંડ કરતા પણ આ કૌભાંડ મોટું હોઈ શકે છે.

આ પણ વાંચો - Ahmedabad : લુખ્ખા તત્વો સુધરી જજો! બાપુનગરમાં બુટલેગરના ઘરે ફર્યું બુલડોઝર!

કેવી રીતે થાય છે કુપનનું વેચાણ ?

તપાસ અનુસાર, લક્કી ડ્રોની કુપન (Lucky Draw Scam) રૂ. 99 રૂપિયાથી લઈને લાખો રૂપિયા સુધીની હોય છે. આ કુપનનું વેચાણ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થતું હોય છે. કુપન વેચવા માટે એજન્ટની પણ નિમણૂક કરવામાં આવે છે. એક કુપનનાં વેચાણ બદલ એજન્ટને 100 રૂપિયાનું કમિશન આપવામાં આવે છે. 2 થી 3 મહિના સુધી કુપનનું વેચાણ કરાય છે. જ્યારે લક્કિ ડ્રો ખ્યાતનામ વ્યક્તિની ખાસ હાજરીમાં થાય છે. લક્કી ડ્રોનાં દિવસે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવે છે. લક્કી ડ્રોનાં પ્રમોશન માટે પ્રખ્યાત ચહેરાની મદદ લેવાય છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં પણ મોટાપાયે ડ્રોનું આયોજન કરવામાં આવે છે. બનાસકાંઠામાં છેલ્લા બે વર્ષથી આ આખું નેટવર્ક ચાલી રહ્યું હોવાની માહિતી છે. લક્કિ ડ્રોની આ જાળ નાના-નાના ગમાડાઓ સુધી ફેલાયેલી છે.

આ પણ વાંચો - Banaskantha : સિક્સલેન હાઇવે પર બસ-ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત મામલે મોટો ખુલાસો!

Tags :
AravalliBreaking News In GujaratiBZ GROUP ScamGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiLucky Draw ScamNews In GujaratiPonzi scheme scamTharad Police
Next Article