Banaskantha : વાવ વિધાનસભા પેટાચૂંટણી જીત્યા બાદ BJP નાં સ્વરૂપજી ઠાકોર આજે લેશે શપથ
- વાવ પેટાચૂંટણી જીત્યા બાદ સ્વરૂપજી ઠાકોર લેશે શપથ (Banaskantha)
- આજે ધારાસભ્ય તરીકે BJP નાં સ્વરૂપજી ઠાકોર શપથ લેશે
- વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌધરી શપથ લેવડાવશે
બનાસકાંઠાની (Banaskantha) બહુચર્ચિત વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં રોમાંચક જીત મેળવનાર BJP નાં ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર આજે શપથ લેશે. આજે બપોરે 3.30 કલાકે સ્વરૂપજી ઠાકોર (Swaroopji Thakor) વિધિવત રીતે ધારાસભ્ય પદના શપથ લેશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સ્વરૂપજી ઠાકોર પાસે શપથ લેવડાવશે.
આ પણ વાંચો - Gandhinagar : ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસકર્મીઓનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થશે સન્માન
આજે ધારાસભ્ય તરીકે સ્વરૂપજી ઠાકોર લેશે શપથ
બનાસકાંઠાની (Banaskantha) વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો (Swarupji Thakor) ભવ્ય વિજય થયો હતો. આજે સ્વરૂપજી ઠાકોર (Swaroopji Thakor) ધારાસભ્ય તરીકેના શપથ લેશે. ગાંધીનગરમાં (Gandhinagar) આજે બપોરે 3.30 કલાકે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) સ્વરૂપજી ઠાકોરને શપથ લેવડાવશે. દરમિયાન, ભાજપનાં ધારાસભ્યો, નેતાઓ હાજર રહેશે. જણાવી દઈએ કે, વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસનાં (Congress) ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ (Mavji Patel) વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી.
આ પણ વાંચો - Gandhinagar : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, આ મહત્ત્વનાં મુદ્દાઓની થશે સમીક્ષા
કોંગ્રેસનો ગઢ ગણાતી વાવ બેઠક પર BJP નો વિજય થયો હતો
જો કે, ભાજપનાં ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર 2367 મતથી જીત્યા હતા. બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણી (Vav Assembly by-election) માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ કેન્દ્ર સુધી ચર્ચાનો વિષય બની હતી. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપના સ્વરૂપજીનો જંગી બહુમત સાથે વિજય થતાં પાર્ટીમાં ખુશીની લહેર પ્રસરી હતી. કોંગ્રેસનાં ગુલાબસિહ રાજપૂતને (Gulab Singh Rajput) 23 રાઉન્ડની મતગણતરીમાં કુલ 89,402, અપક્ષનાં માવજી પટેલને 27,173 અને ભાજપનાં સ્વરૂપજી ઠાકોરને 91,755 મત મળ્યા હતા.
આ પણ વાંચો - Ahmedabad : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર સામે હિન્દુ સંગઠનોનું ઊગ્ર વિરોધ પ્રદર્શન


