Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : સિક્સલેન હાઇવે પર બસ-ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત મામલે મોટો ખુલાસો!

ભીષણ અકસ્માતમાં 3 લોકોનાં મોત નીપજ્યા હતા જ્યારે 20 થી વધુ લોકોને ઇજાઓ થઈ હતી.
banaskantha   સિક્સલેન હાઇવે પર બસ ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત મામલે મોટો ખુલાસો
Advertisement
  1. Banaskantha નાં સુઇગામનાં ઉચોસણ નજીક ગમખ્વાર અકસ્માત
  2. બસ અને ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માતમાં 3 લોકોના મોત
  3. 20 થી વધુને ઇજાઓ, ટેન્કર ચાલકની ભૂલથી સર્જાયો અકસ્માત

બનાસકાંઠાનાં (Banaskantha) સુઇગામ નજીક ગત મોડી રાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અને ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માતમાં 3 લોકોનાં મોત નીપજ્યા હતા જ્યારે 20 થી વધુ લોકોને ઇજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માત ટેન્કરચાલકની ભૂલનાં કારણે સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ટેન્કરચાલક સિક્સલેન પર રોંગ સાઇડમાં આવતો હોવાથી અક્સ્માતની ઘટના બની હોવાનું હાલ સામે આવ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : SP રિંગરોડ પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, દંપતીનું ઘટના સ્થળ પર મોત

Advertisement

Advertisement

બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, 3 નાં મોત, 20 ઘવાયા

બનાસકાંઠાનાં (Banaskantha) સુઇગામનાં ઉચોસણ નજીક ગત મોડી રાતે બસ અને ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 3 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે, બસમાં સવાર 20 થી વધુ લોકોને ઇજાઓ થતાં નજીકની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત અંગેની પ્રાથમિક તપાસ અનુસાર, ટેન્કરચાલક સિક્સલેન પર રોંગ સાઇડ આવતો હોવાથી અક્સ્માતની ઘટના બની હતી. અક્સ્માત બાદ ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા નવીન સિક્સલેન હાઈવે પર વાહનોની અવરજવર પોલીસ દ્વારા બંધ કરાઈ છે.

આ પણ વાંચો - Rajkot : બોગસ ડોક્ટર મામલે હવે IMA મેદાને! CM અને આરોગ્યમંત્રીને પત્ર લખી કરી આ માગ

ભારત માલા પ્રોજેક્ટ હેઠળનાં આ હાઈવે પર વાહનોની અવરજવર બંધ!

માહિતી અનુસાર, પોલીસે અકસ્માત સર્જનાર ટેન્કરચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે પ્રતિબંધ હોવા છતાં સિક્સલેન (Bharat Mala Highway Project) પર આડેધડ વાહનોની અવરજવર કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. આ મામલે પોલીસે જણાવ્યું કે, હાઇવે ઓથોરિટી (Highway Authority) સાથે પત્ર વ્યવહાર થયા બાદ જ ભારત માલા પ્રોજેક્ટ હેઠળ બની રહેલા આ નવીન સિક્સલેન હાઈવે પર વાહનોની અવરજવર ચાલુ કરાશે ત્યાં સુધી બંધ રહેશે.

આ પણ વાંચો - Weather Forecast : આગામી દિવસોમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે! જાણો હવામાન વિભાગની આગાહી વિશે

Tags :
Advertisement

.

×