Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain in Banaskantha: દાંતા તાલુકામાં વરસાદથી હાઇવે બંધ, પહાડો પરથી પથ્થરો ખસીને રોડ પર પડ્યા

દાંતા તાલુકામાં ગત રાત્રિથી સવાર સુધીમાં 9 ઇંચ વરસાદ પડ્યો તેમજ બનાસકાંઠાના અમીરગઢમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા
rain in banaskantha  દાંતા તાલુકામાં વરસાદથી હાઇવે બંધ  પહાડો પરથી પથ્થરો ખસીને રોડ પર પડ્યા
Advertisement
  • દાંતાથી સતલાસણા માર્ગ પર પહાડો પરથી પથ્થરો પડ્યા
  • વડગામના સરદારપુરાના ખેતરો બેટમાં ફેરવાયા
  • 30 વર્ષ બાદ પાલનપુરના ઉમરદશી નદીમાં નવા નીર આવ્યા

Rain in Banaskantha: બનાસકાંઠાના દાંતા તાલુકામાં વરસાદથી હાઇવે બંધ થયો છે. જેમાં પહાડો પરથી પથ્થરો ખસીને હાઇવે પર પડ્યા છે. દાંતાથી સતલાસણા માર્ગ પર પહાડો પરથી પથ્થરો પડ્યા છે. પહાડ પરથી પથ્થર હાઇવે પર પડતાં એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે.
દાંતા તાલુકામાં ગત રાત્રિથી સવાર સુધીમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ બનાસકાંઠાના અમીરગઢમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. જેમાં ખેતરોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. મગફળી તેમજ બાજરીના પાકને નુકસાન થયુ છે.

Advertisement

30 વર્ષ બાદ પાલનપુરના ઉમરદશી નદીમાં નવા નીર આવ્યા

બનાસકાંઠાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં 30 વર્ષ બાદ પાલનપુરના ઉમરદશી નદીમાં નવા નીર આવ્યા છે. ઉમરદસી નદીને જોવા આજુબાજુના ગામડામાંથી લોકો ઉમટ્યા છે. નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. નદીમાં નીર આવતા 50 જેટલા ગામને ફાયદો થશે. મુશળધાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે. જેમાં ભારે વરસાદથી ઇકબાલગઢ APMC બેટમાં ફેરવાયું છે. તેમાં APMCમાં ઢીંચણસમા પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અગાઉથી વરસાદની સૂચના અપાઈ હતી. જેમાં APMCમાંથી પાણીને બહાર કાઢવા મશીનની વ્યવસ્થા કરાઈ છે.

Advertisement

વડગામના સરદારપુરાના ખેતરો બેટમાં ફેરવાયા

બનાસકાંઠામાં ભારે વરસાદથી પાણી ભરાતા વડગામના સરદારપુરાના ખેતરો બેટમાં ફેરવાયા છે. ધોધમાર વરસાદથી ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. જેમાં વડગામના હડમતીયાથી સરદારપુરાના રસ્તો બંધ થયો છે. તથા રસ્તો બંધ થતા રાહદારીઓ અને વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે.

આ પણ વાંચો: Rain in Gujarat: રાજ્યમાં 24 કલાકમાં 159 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા પડ્યો સૌથી વધુ વરસાદ

Tags :
Advertisement

.

×