Banaskantha :પોલીસ દ્વારા દુષ્કર્મના આરોપીના પોસ્ટર લગાવાયા
- દુષ્કર્મના આરોપીના પોસ્ટર પોલીસ દ્વારા લગાવવામાં આવ્યા
- ઘોડા ટાંકણી ગામના વ્યક્તિ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું
- મુખ્ય આરોપી સહિત કુલ છ આરોપી દુષ્કર્મમાં સામેલ હતા
Banaskantha: બનાસકાંઠાના (Banaskantha)અંબાજીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. મુખ્ય આરોપીને મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો છે. 15 વર્ષની સગીરાને બાઇક પર બેસાડીને લઇ જનાર આરોપીનો સ્કેચ જાહેર કરાયો છે. ઘોડા ટાંકણી ગામનો આરોપી સગીરાને ઓળખતો હોવાનો ખુલાસો થયો છે.છાપરી બાજુની જાળીમાં સગીરા સાથે લાલા પરમાર અને 5 શખ્સોએ આચર્યું દુષ્કર્મ હતું.
અંબાજી પોલીસે તપાસ હાથ ધરી
છાપરી બાજુની જાળીમાં સગીરા સાથે લાલા પરમાર અને 5 શખ્સોએ આચર્યું દુષ્કર્મ હતું. સગીરા અર્ધબેભાન થતાં આરોપી સગીરાને સીમમાં છોડી ફરાર થયા હતા. સગીરાની માતાએ પોલીસ (polic)ફરિયાદ નોંધાવતા અંબાજી પોલીસે તપાસ હાથ ધરી છે.
Banaskantha : પોલીસ દ્વારા દુષ્કર્મના આરોપીના પોસ્ટર લગાવાયા | Gujarat First#banaskantha #danta #police #gujaratfirst pic.twitter.com/byqoalMNFS
— Gujarat First (@GujaratFirst) November 9, 2024
આ પણ વાંચો -બનાસકાંઠાને લાંછન લગાડતી ઘટના, અંબાજી નજીક 15 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ
જાણો સમગ્ર કેસ
યત્રાધામ અંબાજીમાં 15 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. સગીરાને 6 શખ્સોએ ભોગ બનાવી હોવાની ફરિયાદ નોંધાવાઇ હતી. સગીરાને કોઇ જાણભેદું વ્યક્તિ દ્વારા બાઇક પર બેસાડી ગબ્બર લઇ જવામાં આવી હતી. જાણીતી વ્યક્તિ હોવાથી સગીરા તેની સાથે ગઇ હતી. જો કે ગબ્બર નજીક 6 શખ્સો અગાઉથી છુપાયા હતા. છુપાયેલી શખ્સોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા પર દુષ્કર્મ આચરી બેભાન અવસ્થામાં છોડીને શખ્સો ફરાર થઇ ગયા હતા. સગીરાની માતાએ અંબાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે નરાધમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


