Banaskantha: આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નગરપાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બરમાં જઇ વિરોધ કર્યો
- ભાજપના એક સભ્યએ AAPના સભ્યને ગણાવ્યા હતા પાકિસ્તાની
- AAPના કાર્યકરો નપાના ચીફ ઓફિસરની ચેમ્બરમાં જઇને કર્યો વિરોધ
- જનરલ બોર્ડની મિટિંગમાં AAPના સભ્યને કહ્યા હતા પાકિસ્તાની
Banaskantha: ડીસા નગરપાલિરામાં AAPના સભ્યને પાકિસ્તાની કહેવાનો મુદ્દો ગરમાયો છે. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નગરપાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બરમાં જઇને વિરોધ કર્યો છે. તેમાં ભાજપના એક સભ્યે AAPના સભ્યને પાકિસ્તાની ગણાવ્યા હતા. જેમાં જનરલ બોર્ડની મિટિંગમાં AAPના સભ્યને પાકિસ્તાની કહ્યા હતા. તેથી AAPના કાર્યકરોએ રામધૂન બોલાવીને જોરદાર વિરોધ કર્યો છે.
ચીફ ઓફિસર ભાજપના સભ્ય સામે ફરિયાદ નોંધે
ઉલ્લેખનીય છે કે ચીફ ઓફિસર ભાજપના સભ્ય સામે ફરિયાદ નોંધે તેવી માગ કરી છે. ડીસા નગરપાલિકાના આપના સદસ્યને ભાજપના એક સદસ્ય દ્વારા પાકિસ્તાની કહેવાના મામલો ઉગ્ર બન્યો છે. જેમાં 5 દિવસ પહેલા ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડમાં ભાજપના એક સદસ્ય દ્વારા આપના સદસ્યને પાકિસ્તાની કહેવામાં આવ્યું હતુ.
ભાજપના સદસ્ય માફી માંગે તેવી માંગ: આપના કાર્યકર્તા
આપના સદસ્યને પાકિસ્તાની કહેતા બનાસકાંઠાના આપના કાર્યકર્તાઓ આજે ડીસા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. ડીસા નગરપાલિકામાં ચીફ ઓફિસરના ચેમ્બર આગળ બેસીને રામ ધુન બોલાવી વિરોધ નોંધાવ્યો છે. ચીફ ઓફિસર ભાજપના સદસ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધે અને ભાજપના સદસ્ય માફી માંગે તેવી માંગ સાથે નગરપાલિકા કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પહોંચ્યા છે.
આ પણ વાંચો: Gujarat: મોરબીમાં શિકારના શોખમાં યુવાનનો જીવ ગયો


