Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રોહિંગ્યા આતંકવાદીઓને ટ્રેનિંગ આપી રહ્યું છે બાંગ્લાદેશ, પાકિસ્તાનનો સપોર્ટ ભારતનું ટેન્શન વધ્યું

ભારતના પાડોશી દેશમાંથી શેખ હસીના સરકારના પતન બાદથી કટ્ટરપંથી હિંસા વધતી જઇ રહી છે. હવે રોહિંગ્યાને આતંકવાદી બનાવવાના સમાચાર ખુબ જ ચોંકાવનારા છે.
રોહિંગ્યા આતંકવાદીઓને ટ્રેનિંગ આપી રહ્યું છે બાંગ્લાદેશ  પાકિસ્તાનનો સપોર્ટ ભારતનું ટેન્શન વધ્યું
Advertisement
  • રોહિંગ્યા મુસ્લિમો વિશ્વની સૌથી મોટી દેશવીહિનવસ્તી
  • ટાઇમ બોમ્બ પર બેઠેલું બાંગ્લાદેશ અન્ય દેશોને બરબાદ કરશે
  • પાકિસ્તાન આતંકવાદની ફેક્ટ્રી બાંગ્લાદેશમાં ખોલે તેવી શક્યતા

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓને આતંકવાદી ટ્રેનિંગ અપાઇ રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એક અંદાજ અનુસાર તેમને ટ્રેનિંગ આપી મ્યાંમારમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં જોડાવા માટે મોકલવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના પાડોશી દેશમાંથી શેખ હસીના સરકારના પતન બાદથી કટ્ટરપંથી હિંસા વધતી જઇ રહી છે. હવે રોહિંગ્યાને આતંકવાદી બનાવવાના સમાચાર ખુબ જ ચોંકાવનારા છે.

ZEE NEWS ના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, બાંગ્લાદેશ કથિત રીતે પાકિસ્તાનના સમર્થનથી રોહિંગ્યા શરણાર્થીઓને આતંકવાદી ગતિવિધિઓ માટે ટ્રેનિંગ આપી રહ્યું છે. 250 થી વધારે રોહિંગ્યાઓને ટ્રેન કરવામાં આવી રહ્યા છે. તેના માટે સઉદી અરબ અને મલેશિયાથી 2.8 કરોડ રૂપિયાનું ફંડિંગ થયું છે. આ ખતરનાક ઘટનાક્રમ ક્ષેત્રીય શાંતિને અસ્થિર કરી શકે છે અને ભારતની સુરક્ષા ચિંતાઓને વધારી શકે છે.

Advertisement

આ પણ વાંચો : Iltija Mufti એ મુસ્લિમ સાથે થયેલા અત્યાર મામલે હિન્દુત્વ પર કર્યો કટાક્ષ

Advertisement

આતંકવાદી સ્ટેટ બનવા તરફ

ધ હિંદૂના રિપોર્ટ અનુસાર રોહિંગ્યાને બાંગ્લાદેશમાં ટ્રેનિંગ અપાઇ રહી છે અને મ્યાંમાર લડવા માટે મોકલાઇ રહ્યા છે. બાંગ્લાદેશમાં સ્થિત વિશ્વના સૌથી મોટા શરણાર્થી શિબિર કોક્સ બાજારથી જુલાઇમાં 32 વર્ષીય રફીકની હોડી દ્વારા મ્યાંમારની સીમા પાર કરી હતી. તેનો ઇરાદો મ્યાંમારમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં જોડાવાનો હતો. રફીકે જણાવ્યું કે, અમને અમારી જમીન પરત મેળવવા માટે લડવું પડશે. કોઇ રસ્તો નથી. કોક્સ બાજારની શિબિરમાં આ વર્ષે ઉગ્રવાદી શિવિરોમાં આ વર્ષે ઉગ્રવાદી ગતિવિધિઓ અને ભર્તી તેજી જોવા મળી છે. ચાર વિશ્વસનીય સુત્રો તરફથી બે આંતરિક એજન્સી રિપોર્ટના અનુસાર શિબિરમાં હિંસા અને ઉગ્રવાદનું સ્તર વધારવામાં આવી રહ્યું છે.

રોહિંગ્યા સમુદાય સૌથી મોટી દેશવીહિન વસ્તી

રોહિંગ્યા મુળ રીતે મુસ્લિમ સમુદાયની સૌથી મોટી દેશવાહિહીન વસ્તી છે. આ વસ્તીએ 2016 માં બૌદ્ધ બહુમતીવાળી મ્યાંમારની સેનાના હાથે નરસંહારથી બચવા માટે બાંગ્લાદેશની તરપથી ભાગવાનું શરૂ કરી દીધું હતું.ત્યારથી તેઓ ભારત અને બાંગ્લાદેશ સહિત અનેક દેશોમાં અલગ અલગ સ્થળો પર વસેલા છે. 2021 માં સેના દ્વારા તખ્તાપલટ કરવામાં આવ્યા બાદ મ્યામારમાં લાંબા સમયથી ચાલી રહેલા વિદ્રોહે જોર પકડ્યું છે. તેમાંથી અનેક સશસ્ત્ર સમુહ છે. તેમાં હવે રોહિંગ્યા લડાકુમાં જોડાયા છે. આ લડાકુ તે જ મ્યામારી સેનાની સાથે મળીને લડી રહ્યા છે. જ્યારે ક્યારેય તેમના પર અત્યાચાર કર્યા હતા. તેના કારણે અરાકાન આર્મીને જણાવાઇ રહ્યું છે.

આ પણ વાંચો : 101 કિસાન દિલ્હી કૂચ માટે તૈયાર, Shambhu border પર ચાંપતો બંદોબસ્ત

અરાકન આર્મી દ્વારા કરાયો છે અત્યાચાર

કહેવાય છે કે, અરાકન આર્મીએ પણ રોહિંગ્યા પર અત્યાચાર કર્યા હતા અને તેમને ભાગવા માટે મજબુર કર્યા. હવે રોહિંગ્યા પોતાના પૂર્વ સૈન્ય ઉત્પીડકોની સાથે મળીને અરાકાન આર્મી સાથે લડી રહેલા જુથમાં જોડાઇ ગયા. અરાકાન આર્મી એક જાતીય મિલિશિયા છે. તેણે પશ્ચિમી મ્યામારાના રખાઇન રાજ્યના મોટા ભાગના હિસ્સાઓ પર કબ્જો કરી લીધો છે. રોહિંગ્યાની લડાઇમાં ઉતરવા પાછળ અરાકાન આર્મી પ્રમુખ કારણ નથી. પ્રમુખ કારણ છે નાગરિકતા. સમાચારો અનુસાર મ્યાંમારી સેનાએ રોહિંગ્યને અનેક પ્રકારની લાલચ દિધા જેના કારણે લડાઇમાં કુદ્યા છે.

મ્યાંમારની સૈન્ય ભૂમિકા

જો કે મ્યાંમારની સેનાએ રોહિંગ્યા મુસલમાનોને પ્રશિક્ષણ અને હથિયાર આપવાની વાતને નકારતા કહ્યું કે, માત્ર પોતાના ગામોની સુરક્ષા માટે આ પગલું ઉઠાવી રહ્યા છે. જો કે રોહિંગ્યા ઉગ્રવાદીઓએ આરોપ લગાવ્યો કે સેનાએ તેમને નાગરિકતાની લાલચ આપીને હથિયાર ઉઠાવવા માટે મજબુર કર્યા.

આ પણ વાંચો : Morbi: ટંકારા જુગારધામમાં ગેરરીતિ મામલે DGP વિકાસ સહાયની કડક કાર્યવાહી, વાંચો આ અહેવાલ

ક્ષેત્રીય અસ્થિરતા અને ભારત માટે ચિંતા

આ સમગ્ર ઘટનાક્રમથી ભારત માટે સુરક્ષાના પડકારો વધી શકે છે. મ્યાંમાર અને બાંગ્લાદેશ વચ્ચે અસ્થિરતાનો પ્રભાવ માત્ર પૂર્વોત્તર ભારત પર પડશે. પરંતુ આતંકવાદી ગતીવિધિઓ દ્વારા ક્ષેત્રીય શાંતિ પર પણ અસર પડશે. બાંગ્લાદેશ માટે આ સ્થિતિ ટિકિંગ ટાઇમ બોમ્બ બની ચુકી છે કારણ કે હિંસા અને ઉગ્રવાદની વધતી ઘટનાઓ શરણાર્થીઓને પરત લાવવાના પ્રયાસો કર્યા અને જટિલ બનાવી રહ્યા છે. કૂલ મળીને રોહિંગ્યા સંકટ એક આંતરરાષ્ટ્રીય સમસ્યા બની ચુકી છે. જેમાં આતંકવાદ, શરણાર્થી સંકટ અને ક્ષેત્રીય અસ્થિરના અનેક પાસાઓ સમાવેશ થાય છે. ભારત સહિત ક્ષેત્રીય દેશોને મળીને આ સમસ્યાનો ઉકેલ મળશે જેથી માનવતા અને શાંતિને બચાવી શકાય.

આ પણ વાંચો : સિગારેટ અને તમાકુના વ્યસની છો? તો આ સમાચાર તમારા માટે જ

Tags :
Advertisement

.

×