Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bengaluru: ધાર્મિક કાર્યક્રમ દરમિયાન 120 ફુટ ઊંચો રથ ઢળી પડ્યો, સોશિયલ મીડિયામાં Video Viral

Bengaluru: બેંગલુરુમાં એક મોટી આકસ્મિક ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે બેંગલુરૂ (Bengaluru)ના આનેકલ પાસે એક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન શનિવારે 120 ફૂટ ઊંચો મંદિરનો રથ તૂટી પડ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે હસ્કુર મદુરમ્મા મંદિરના વાર્ષિક મેળામાં...
bengaluru  ધાર્મિક કાર્યક્રમ દરમિયાન 120 ફુટ ઊંચો રથ ઢળી પડ્યો  સોશિયલ મીડિયામાં video viral
Advertisement

Bengaluru: બેંગલુરુમાં એક મોટી આકસ્મિક ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે બેંગલુરૂ (Bengaluru)ના આનેકલ પાસે એક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન શનિવારે 120 ફૂટ ઊંચો મંદિરનો રથ તૂટી પડ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે હસ્કુર મદુરમ્મા મંદિરના વાર્ષિક મેળામાં 10 થી વધુ ગામોના હજારો ભક્તો ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન લોકોમાં ભારે દોડભાગ પણ મચી ગઈ હતી.

આ દરમિયાન લોકોમાં ભારે દોડભાગ પણ મચી ગઈ

ઉલ્લેખનીય છે કે, સેંકડો ભક્તો તેની આસપાસ બાંધેલા દોરડાની મદદથી વિશાળ અને જટિલ રીતે શણગારેલા રથને ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન ત્યારે રથનું સંતુલન ગુમાઈ ગયું હતું અને તે જમીન પર તૂટી પડ્યો હતો. જોકે, હજી સુધી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી તેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બાદમાં ટ્રેક્ટર અને બળદગાડાની મદદથી રથને તેની મૂળ સ્થિતિમાં લાવવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement

હુસ્કુર મદુરમ્મા મેળો એક લોકપ્રિય વાર્ષિક રથ ઉત્સવ

તમને જણાવી દઈએ કે, હુસ્કુર મદુરમ્મા મેળો (Bengaluru) એક લોકપ્રિય વાર્ષિક રથ ઉત્સવ છે, જ્યાં આ રથ મુખ્ય આકર્ષણ છે. એક દાયકા પહેલા સુધી સો કરતાં વધુ રથ આ લોકપ્રિય તહેવારને આકર્ષિત કરતા હતા, પરંતુ તાજેતરના વર્ષોમાં આ સંખ્યા ખૂબ જ ઘટીને માત્ર 10 થી 15 થઈ ગઈ છે. આ ઉત્સવમાં હજારો લોકો જોડાતા હોય છે. સૌ કોઈ જાણ કે, દક્ષિણ ભારતમાં તહેવારોનું ખુબ જ મહત્વ છે અને આમેય ભારતના લોકો તો ઉત્સવપ્રિય છે. પરંતુ આજે બનેલી ઘટનાથી લોકો થોડા પરેશાન થઈ ગયા હતાં. જો કે, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ઘટનાને પગલે લોકોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: S Jaishankar: વિદેશ મંત્રીનો માસ્ટર સ્ટ્રોક, લાઓસમાંથી 17 ભારતીયોને પાછા ભારત લાવવામાં આવ્યા

આ પણ વાંચો: Uttar Pradesh: પ્રેમિકા ગર્ભવતી થઈ તો યુવકે આપ્યો દગો, લગ્ન કરવા માટે રાખી શર્મનાક શરત

આ પણ વાંચો: World Crime Ranking : વિશ્વમાં સૌથી વધુ ક્રાઈમરેટ ધરાવતા શહેરોમાં ગુજરાતના 3 સામેલ,જુઓ યાદી

Tags :
Advertisement

.

×