Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં એક શર્મનાક ઘટના બની છે. અહીં મૈનપુરીના બરનાહાલમાં એક યુવકે તેની પ્રેમિકા સામે લગ્ન માટે શર્મનાક શરત રાખી છે. મળતી વિગતો પ્રમાણે મેડિકલની તૈયારી કરતી વખતે ફિરોઝાબાદના અરાવન વિસ્તારમાં એક યુવતી સાથે પ્રેમ થયો હતો. આ સાથે તેણે તે યુવતી વારંવાર શરીર સંબંધ પણ બનાવ્યો હતો. વિગતો એવી સામે આવી છે કે, તેણે યુવતી સાથે માત્ર દેખાવ પૂરતા કોર્ટ મેરેજ કરી લીધા અને શરીર સંબંધ બનાવ્યો હતો. આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. તેથી યુવતીએ રીતિ રિવાજ સાથે લગ્ન કરવાની વાત કરી હતી. તો યુવકે તેની સામે શર્મનાક શરત રાખી હતીં.
યુવતીએ આરોપી યુવક વિરુદ્ધ કેસ દાખલ કર્યો
મળતી વિગતો પ્રમાણે આ યુવકે યુવતીને કહ્યું કે, પહેલા તેની નાની બહેન સાથે શારીરિક સંબંધ બાંધશે પછી જ તને પત્નીનો દરજ્જો આપશે. યુવકના પરિવારે યુવતીને સ્વીકારવાની ના પાડી અને તેને ગાયબ કરી દીધો. તેનો મોબાઈલ ફોન બંધ થઈ રહ્યો છે. યુવતીએ આરોપી યુવક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અરાવન પોલીસ સ્ટેશન વિસ્તારની એક યુવતીની મિત્રતા ત્રણ વર્ષ પહેલા મૈનપુરીના બર્નહાલના રહેવાસી સની દેવલના પુત્ર રાહુલ દેવલ સાથે થઈ હતી. બંનેએ એકબીજા સાથે વાત કરતાં યુવક નિયત જગ્યાએ મળીને શારીરિક સંબંધ બાંધતો રહ્યો.
માત્ર દેખાવા માટે યુવકે કોર્ટ મેરેજ પણ કર્યો
તમને જણાવી દઈએ કે, આ યુવક રાહુલ મેડિકલની તૈયારી કરી રહ્યો છે અને સૈફઈના હોસ્ટેલમાં રહીને ભણી રહ્યો હતો. મળતી વિગતો પ્રમાણે તેમે યુવતી સાથે 12 માર્ચે માત્ર દેખાવા માટે Uttar Pradesh ના ફિરોઝાબાદમાં જ કોર્ટ મેરેજ કર્યા હતાં. પરંતુ ત્યાર બાદ તેણે યુવતી સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતીં. બાદમાં યુવકે તેનું અસલી રૂપ જાહેર કર્યું અને યુવતીને કહ્યું કે પહેલા તેની નાની બહેન સાથે શારીરિક સંબંધ બાંધવો છે ત્યાર બાદ તે તેને પોતાની પત્ની તરીકે સ્વીકારશે. જેથી યુવતીએ અત્યારે રાહુલ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
યુવતી માનસિક રીતે અસ્વસ્થ બની ગઈ
જ્યારે મામલો વણસ્યો તો યુવતીએ પરિવારને જણાવ્યું. નોંધનીય છે કે અત્યારે યુવતી ગર્ભવતી છે. અમે યુવકના પરિવાર સાથે વાત કરી તો યુવક પોતે ગાયબ થઈ ગયો હતો. તેનો મોબાઈલ નંબર સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યો છે, જેથી બંને વચ્ચે કોઈ વાતચીત ન થઈ શકે. યુવતી માનસિક રીતે અસ્વસ્થ બની ગઈ હતી. જ્યારે તેણી એસએસપી ઓફિસ પહોંચી, ત્યારે એસએસપીના આદેશ પર, આરોન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો.