Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહારાજા અને દ્રશ્યમ જેવી ફિલ્મોનું આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ સામે ચણા પણ નહીં

Best Psychological Thriller Movie : એકેડેમી એવોર્ડ માટે શોર્ટલિસ્ટ થયેલી ફિલ્મો પૈકી એક હતી
મહારાજા અને દ્રશ્યમ જેવી ફિલ્મોનું આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ સામે ચણા પણ નહીં
Advertisement
  • ફિલ્મમાં નિર્માતાઓએ એક રૂપિયો પણ ખર્ચ કર્યો નથી
  • એકેડેમી એવોર્ડ માટે શોર્ટલિસ્ટ થયેલી ફિલ્મો પૈકી એક હતી
  • ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મ Audience Choice Award મળ્યો હતો

Best Psychological Thriller Movie : વિશ્વભરમાં એવી અનેક ફિલ્મો આવેલી છે, જેને જોયા પછી આપણી અનેક દિવસો સુધી તેના હેંગઓવરમાંથી નીકળી શકતા નથી. જ્યારે પણ આપણી એકલા હોઈએ છીએ, અથવા ફિલ્મમાં દર્શાવવામાં આવેલા કોઈ દ્રશ્યો આપણી સામે આવે છે. ત્યારે આ ફિલ્મના ઝોનમાં આપણે જતા રહીએ છીએ. ત્યારે તાજેતરમાં ભારતીય સિનેમાની અંદર મહારાજ ફિલ્મને બનાવવામાં આવી હતી. આ ફિલ્મ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ હતી. જેની આંતરરાષ્ટ્રિય સ્તરે પ્રશંસા કરવામાં આવી હતી. જોકે આ ફિલ્મ એક કોરિયન ફિલ્મ ઓલ્ડબોયની વાર્તા પરથી બનાવવામાં આવી હતી.

ફિલ્મમાં નિર્માતાઓએ એક રૂપિયો પણ ખર્ચ કર્યો નથી

તો મહારાજા જેવી વધુ એક ફિલ્મ ભારતીય સિનેમા જગતમાં તૈયાર કરવામાં આવી હતી. આ ફિલ્મને દરેક લોકો સ્તબ્ધ થઈ ગયા છે. કારણ કે.... આ ફિલ્મની શરૂઆતથી લઈને ક્લાઈમેક્સ સુધી તમને દિલ-દિમાગથી જકડી રાખે છે. અને જ્યારે ફિલ્મનો ધ એન્ટ થાય છે, તે પછી તે તમારા દિલ અને દિમાગની હચમચાવી નાખે છે. આ ફિલ્મની લંબાઈ 2 કલાક અને 15 મિનિટ છે. આ મનોવૈજ્ઞાનિક થ્રિલર ફિલ્મે ઘણી સારી ફિલ્મોને માત આપી છે.

Advertisement

આ પણ વાંચો: સોનુ સૂદનો શોકિંગ ખુલાસો: સીએમ-ડેપ્યુટી સીએમ પદ માટે ઓફર મળી હતી

Advertisement

ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મ Audience Choice Award મળ્યો હતો

આ સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મનું નામ લુસિયા છે. આ ફિલ્મ વર્ષ 2013 માં રિલીઝ થઈ હતી. ફિલ્મની વાર્તા અને પાત્રો લોકોના મન સાથે એવી રીતે રમ્યા કે તેઓ વાર્તામાં ફસાયેલા રહી ગયા હતા. આ ફિલ્મનું નિર્દેશન પવન કુમારે કર્યું હતું. આ ફિલ્મની વાર્તા નિક્કીની આસપાસ ફરે છે. જે થિયેટરમાં કામ કરતી સહાયક છે. તેણીને સ્લીપ વોકિંગ ડિસઓર્ડર છે. 20 જુલાઈ 2013 ના રોજ London Indian Film Festivalમાં આ ફિલ્મનું પ્રીમિયર કરવામાં આવ્યું હતું. તેને ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મ Audience Choice Award મળ્યો હતો.

એકેડેમી એવોર્ડ માટે શોર્ટલિસ્ટ થયેલી ફિલ્મોમાંની એક હતી

તો 2013 માં શ્રેષ્ઠ વિદેશી ભાષાના એકેડેમી એવોર્ડ માટે શોર્ટલિસ્ટ થયેલી ફિલ્મો પૈકી એક હતી. આ કન્નડ ફિલ્મ 2015 માં તમિલમાં રીમેક કરવામાં આવી હતી. આ ફિલ્મ 50 લાખ રૂપિયામાં બની હતી. જેમાં નિર્માતાઓએ એક રૂપિયો પણ ખર્ચ કર્યો નથી. પરંતુ રિલીઝ થતાની સાથે જ તેણે મેકર્સને અમીર બનાવી દીધા. તે સમયે તેણે અંદાજે 3 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા.

આ પણ વાંચો: Allu Arjun એ મૃતક મહિલાના દિકરાના વહારે આવીને કરી ચોંકાવનારી જાહેરાત

Tags :
Advertisement

.

×