Bet Dwarka : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, DYSP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે, ગૃહ રાજ્યમંત્રીએ કહી આ વાત
- બેટ દ્વારકામાં (Bet Dwarka) ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવામાં આવ્યા
- 40 જેટલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા
- બાલાપર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
- હજુ પણ તંત્ર દ્વારા દબાણો તોડી પાડવાની કામગીરી યથાવત રહેશે
યાત્રાધામ બેટ દ્વારકામાં (Bet Dwarka) આજે ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે DYSP સહિતનાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે ખડેપગે છે. પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાલાપર વિસ્તારમાં કરોડોની સરકારી જમીનો પરનાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કાર્યવાહી
યાત્રાધામ બેટ દ્વારકામાં (Bet Dwarka) આજે તંત્રે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસરનાં દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનો પરનાં ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર, બેટ દ્વારકામાં બાલાપર (Balapar) વિસ્તારમાં કરોડોની સરકારી જમીન પરનાં દબાણો તોડી પડાયા છે. અત્યાર સુધી 40 જેટલા દબાણો ધ્વસ્ત કરાયા છે. મેગા ડિમોલિશનની કાર્યવાહી (Mega Demolition Operation) માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ DYSP સહિતનાં ઉચ્ચ અધિકારીઓ અને ટીમો ઘટના સ્થળે પહોંચી છે.
આ પણ વાંચો - GPSC નાં ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર, ચેરમેન Hasmukh Patel એ સો. મીડિયા પર આપી માહિતી
યાત્રિકોને હાલ બેટ દ્વારકા દર્શને ન આવવા સૂચના
માહિતી અનુસાર, અગાઉ ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા અનેક નોટિસો આપવામાં આવી હતી. પરંતુ, તેમ છતાં દબાણો દૂર ન થતાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. જણાવી દઈએ કે, આ બાલાપર વિસ્તારમાં મેગા ડિમોલિશનની કાર્યવાહીને લઈ આજે દ્વારકાધીશ મંદિર નજીક વાહનવ્યવહાર બંધ કરાયો છે. યાત્રિકોને હાલ બેટ દ્વારકા દર્શને ન આવવા સૂચના અપાઈ છે. સાથે જ સુદર્શન બ્રિજ (Sudarshan Bridge) પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Junagadh : પોલીસની તૈયારી કરતા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, કારણ ચોંકાવનારું!
बेट द्वारिका देश भर के करोड़ों लोगों की आस्था की भूमि है। कृष्ण भूमि में किसी भी अवैध अतिक्रमण को नहीं होने देंगे। हमारी आस्था और संस्कृति की रक्षा करना हमारी जिम्मेदारी है।
Bhupendra Bhai Patel government in Gujarat has shown zero tolerance for illegal encroachment. pic.twitter.com/gaa8ZBKMoL
— Harsh Sanghavi (@sanghaviharsh) January 11, 2025
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી પોસ્ટ
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પણ પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, બેટ દ્વારકા દેશનાં કરોડો લોકોની આસ્થાની ભૂમિ છે. કૃષ્ણ ભૂમિમાં ગેરકાયદે દબાણ થવા દેવાય નહીં. આસ્થા અને સંસ્કૃતિની રક્ષા કરવી એ અમારી જવાબદારી છે.
આ પણ વાંચો - International Kite Festival-2025 : CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘઘાટન, કહ્યું- પતંગનાં પર્વને વડાપ્રધાને..!


