Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : અંકલેશ્વર નજીક આમલાખાડી બ્રિજ પર ખાનગી અને ST બસ વચ્ચે અકસ્માત, 15 થી વધુ ઘવાયા

અકસ્માતમાં 15 થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ થતાં નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
bharuch   અંકલેશ્વર નજીક આમલાખાડી બ્રિજ પર ખાનગી અને st બસ વચ્ચે અકસ્માત  15 થી વધુ ઘવાયા
Advertisement
  1. Bharuch નાં અંકલેશ્વર નજીક ખાનગી અને ST બસ વચ્ચે અકસ્માત
  2. આમલાખાડી બ્રિજ પર બે બસ વચ્ચે અકસ્માત થયો
  3. અકસ્માતમાં ખાનગી બસ પલટી મારી, 15 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત

ભરૂચ જિલ્લાનાં (Bharuch) અંકલેશ્વર નજીક NH 48 આમલાખાડી બ્રિજ પર સરકારી બસ અને ખાનગી બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ખાનગી બસ પલટી મારતાં મુસાફરો બસમાં ફસાયા હતા, જ્યારે સરકારી બસ રોડની સાઇડમાં ખાડામાં ખાબકતા બચી હતી. આ અકસ્માતમાં 15 થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ થતાં નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.

આ પણ વાંચો - Junagadh : જેતપુર-સોમનાથ હાઈવે પર બે કાર ધડાકાભેર અથડાઈ, કુલ 7 નાં મોત

Advertisement

Advertisement

આમલાખાડી બ્રિજ પર ખાનગી બસ અને ST બસ વચ્ચે અકસ્માત

ભરૂચ જિલ્લાનાં (Bharuch) અંકલેશ્વર તાલુકા (Ankleshwar) નજીક આવેલા નેશનલ હાઇવે 48 પરનાં આમલાખાડી બ્રિજ પર ખાનગી બસ અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે બસમાં બેઠેલા મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો. ખાનગી બસ પલટી મારીને રોડ નજીકના ખાડામાં ખાબકી હતી. જ્યારે, ST બસ રોડ ખાડામાં પડતા બચી હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકોની ભીડ એકત્ર થઈ હતી. લોકોએ મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Mahesh Langa Case : રાજકોટમાં લાખો રૂપિયાનાં GST કૌભાંડ કેસમાં વધુ એકની ધરપકડ

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

અકસ્માતમાં 15 થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ

માહિતી અનુસાર, આ અકસ્માતમાં 15 થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસે (Ankleshwar Police) ટ્રાફિક ક્લિયર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માત મામલે વધુ તપાસ આદરી છે.

આ પણ વાંચો - Navsari : મોડી રાતે અજંપાભરી સ્થિતિ સર્જાતા પોલીસ દોડતી થઈ, લાઠીચાર્જ કરી કોમ્બિંગ કર્યું

Tags :
Advertisement

.

×