Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : કમોસમી વરસાદથી પાક બગડતા વધુ એક ખેડૂતે ટૂંકાવ્યું જીવન, અત્યાર સુધી 3 ખેડૂતોની આત્મહત્યા

Bhavnagar : ગુજરાતમાં ઓક્ટોબરમાં વરસેલા કમોસમી વરસાદને કારણે પાકોના વ્યાપક નુકશાન વચ્ચે વધુ એક દુ:ખદાયક સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રબારીકા ગામમાં 65 વર્ષીય ખેડૂત જાની ધનજીભાઈ અમરજીભાઈએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. કમોસમી વરસાદના કારણે પાક ખરાબ થતાં અને આર્થિક સંકડામણને કારણે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ઘટનાએ ગામવાસીઓ સહિત ખેડૂત સમુદાયને હલાવી નાખ્યું છે.
bhavnagar   કમોસમી વરસાદથી પાક બગડતા વધુ એક ખેડૂતે ટૂંકાવ્યું જીવન  અત્યાર સુધી 3 ખેડૂતોની આત્મહત્યા
Advertisement
  • Bhavnagar માં ખેડૂતની આત્મહત્યા : કમોસમી વરસાદથી પાક નાશે 65 વર્ષીય જાનીભાઈએ જીવન ટૂંકાવ્યું
  • રબારીકા ગામમાં ખેડૂત આત્મહત્યા : આર્થિક તંગીથી વધુ એક જીવન ટૂંકાવ્યું
  • કમોસમી માવઠાનો કાળો પરિણામ : શિહોર તાલુકામાં જાની ધનજીભાઈની આત્મહત્યા
  • ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાઓનો સિલસિલો યથાવત : ભાવનગરમાં એક વૃદ્ધ ખેડૂતની આત્મહત્યા
  • વળતરની રાહ જોતા ખેડૂતની આત્મહત્યા : ભાવનગર શિહોરમાં વેદનાદાયક ઘટના

Bhavnagar : ગુજરાતમાં ઓક્ટોબરમાં વરસેલા કમોસમી વરસાદને કારણે પાકોના વ્યાપક નુકશાન વચ્ચે વધુ એક દુ:ખદાયક સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રબારીકા ગામમાં 65 વર્ષીય ખેડૂત જાની ધનજીભાઈ અમરજીભાઈએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. કમોસમી વરસાદના કારણે પાક ખરાબ થતાં અને આર્થિક સંકડામણને કારણે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ઘટનાએ ગામવાસીઓ સહિત ખેડૂત સમુદાયને હલાવી નાખ્યું છે.

 મળી રહેલી માહિતી અનુસાર, શિહોર તાલુકાના રબારીકા ગામના 65 વર્ષીય જાની ધનજીભાઈ અમરજીભાઈએ પોતાનો પાક નિષ્ફળ જતા આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી રહી છે. ખેડૂતે પોતાના ખેતરમાં મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું. આ કપાસ અને મગફળીનું બિયારણ પણ તેઓ ક્રેડિટ ઉપર લાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. તો અન્ય ઘરની જવાબદારીઓને લઈને આર્થિક સકડામણમાં અંતે ખેડૂતો મોતને વ્હાલું કર્યું છે. આ વર્ષે તેમની તમામ ખેતી કમોસમી વરસાદના કારણે ખરાબ થઈ ગઈ હતી. તેથી તેમને અન્ય કોઈ રસ્તો દેખાઈ રહ્યો નહતો.

Advertisement

Advertisement

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પહેલા જ બે ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. આ અંગે કોંગ્રેસના નેતા પરેશભાઈ ધાનાણીએ સંવેદના વ્યક્ત કરતાં કહ્યું હતુ કે, ખેડૂતો કૂવો ન પૂરો, અમે હારી ગયા છીએ મરી નથી ગયા. તો આજે એક વખત ફરીથી ખેડૂતની આત્મહત્યાના સમાચારે તમામને હચમચાવ્યા છે. કમોસમી વરસાદના કારણે પ્રતિદિવસ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે.

આ વર્ષે ગુજરાતમાં કમોસમી વરસાદથી લગભગ 10 લાખ હેક્ટર જમીન પર પાકને નુકસાન થયું છે, જેના કારણે ખેડૂત વર્ગમાં આત્મહત્યાઓની ઘટનાઓ વધી રહી છે. મોરબી, અમરેલી અને રાજકોટ જેવા જિલ્લાઓમાં પણ આવી ઘટનાઓ સામે આવી છે, જ્યાં ખેડૂતો વળતર અને દેવા માફીની માગ કરી રહ્યા છે. કોંગ્રેસની 'ખેડૂત આક્રોશ યાત્રા' પણ આ મુદ્દા પર ચાલી રહી છે, જેમાં 100 ટકા વળતરની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો-Rajkotમાં SIR અભિયાન : એક મહિનામાં 23.91 લાખ મતદારોના ડેટા કરાશે અપડેટ

Tags :
Advertisement

.

×