Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CAGના રિપોર્ટમાં મોટો ખુલાસો: ભારતનું આ રાજ્ય સૌથી વધુ દેવાદાર, જાણો ગુજરાતની સ્થિતિ શું છે!

CAGના આંકડા અનુસાર, છેલ્લા દસ વર્ષમાં દેશના તમામ 28 રાજ્યોનું કુલ દેવું નોંધપાત્ર રીતે વધી ગયું છે
cagના રિપોર્ટમાં મોટો ખુલાસો  ભારતનું આ રાજ્ય સૌથી વધુ દેવાદાર  જાણો ગુજરાતની સ્થિતિ શું છે
Advertisement

  • CAG ના રિર્પોટમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે
  • દેશના તમામ 28 રાજ્યોનું કુલ દેવું નોંધપાત્ર રીતે વધી ગયું છે
  • CAG ના. સંજય મૂર્તિએ રાજ્યના નાણાં સચિવોના પરિષદમાં આ અહેવાલ રજૂ કર્યો હતો

ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા રજૂ કરાયેલ તાજેતરના અહેવાલમાં દેશમાં રાજ્યોની નાણાકીય સ્થિતિ અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. CAGના આંકડા અનુસાર, છેલ્લા દસ વર્ષમાં દેશના તમામ 28 રાજ્યોનું કુલ દેવું નોંધપાત્ર રીતે વધી ગયું છે.CAG ના. સંજય મૂર્તિએ રાજ્યના નાણાં સચિવોના પરિષદમાં આ અહેવાલ રજૂ કર્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે વર્ષ 2013-14માં રાજ્યોનું કુલ દેવું ₹17.57 લાખ કરોડ હતું, જે તેમના કુલ રાજ્ય સ્થાનોના ઉત્પાદન (GSDP)ના 16.66 ટકા જેટલું હતું. પરંતુ 2022-23ના અંત સુધીમાં, આ દેવું ત્રણ ગણાથી પણ વધુ વધી ₹59.60 લાખ કરોડ (અચૂક આંકડો ₹59,60,428 કરોડ) થયું છે, જે GSDPના 22.96 ટકા જેટલું છે.દેશમાં સૌથી વધારે દેવાદાર રાજ્ય પંજાબ છે અને સૈાથી ઓછું દેવું ગુજરાતનું છે.

CAG ના રિર્પોટમાં આ રાજ્યમાં સૌથી વધારે દેવાદાર

Advertisement

CAGના જણાવ્યા અનુસાર,પંજાબ પર દેશના તમામ રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ દેવું છે. જ્યારે ઓડિશા પર સૌથી ઓછું છે. મહત્વની વાત એ છે કે અગિયાર રાજ્યોએ તેમના નિયમિત ખર્ચને પહોંચી વળવા માટે ઉધાર લીધેલા ભંડોળનો ઉપયોગ કર્યો છે, જે નાણાકીય શિસ્ત માટે એક ગંભીર ચેતવણીરૂપ છે.GSDP એટલે કે Gross State Domestic Product એ રાજ્યમાં વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલા તમામ માલ અને સેવાઓના મૂલ્યનું પ્રતિનિધિત્વ કરે છે. જો કે રાજ્યોના દેવામાં વધારાને સામાન્ય રીતે વિકાસલક્ષી રોકાણો માટે સ્વીકારવામાં આવે છે, પણ જો આ દેવું આવકના સ્ત્રોતોથી ઊંચું જાય, તો નાણાકીય સંકટ ઊભું થવાનો ભય રહે છે.

Advertisement

CAG ના રિર્પોટમાં દેશના રાજ્યોની વર્તમાન સ્થિતિ

નોંધનીય છે કે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) દ્વારા રજૂ કરાયેલા તાજેતરના અહેવાલ મુજબ, છેલ્લા 10 વર્ષમાં ભારતના તમામ 28 રાજ્યો પરના કુલ દેવામાં ત્રણ ગણો વધારો થયો છે.2013-14માં રાજ્યોનું કુલ દેવું ₹17.57 લાખ કરોડ હતું. જ્યારે 2022-23 સુધીમાં એ વધીને ₹59.60 લાખ કરોડ પર પહોંચી ગયું છે.જો રાજ્યના કુલ ઉત્પાદન એટલે કે GSDP (સકલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન)ની સામે આ દેવાની તુલના કરીએ, તો 2013-14માં દેવું GSDPના 16.66% જેટલું હતું, જ્યારે 2022-23માં એ વધીને 22.96% થઇ ગયું છે. આથી સ્પષ્ટ છે કે રાજ્યોની નાણાકીય સ્થિતીમાં ભારે દબાણ છે.

CAG ના રિર્પોટમાં ગુજરાતનું દેવું ઓછું

અહેવાલમાં જણાવ્યા મુજબ, 2022-23ના અંત સુધીમાં પંજાબનું કુલ દેવું તેના GSDPના 40.35% જેટલું છે, જે દેશભરમાં સૌથી વધુ છે.તે પછી નાગાલેન્ડ (37.15%) અને પશ્ચિમ બંગાળ (33.70%)નું સ્થાન આવે છે. આ રાજ્યો નાણાકીય દૃષ્ટિએ દબાણમાં છે.સકારાત્મક વાત એ છે કે ગુજરાત દેશના સૌથી ઓછું દેવું ધરાવતા રાજ્યોમાં સમાવેશ થાય  છે. ગુજરાત પરનું કુલ દેવું તેના GSDPના માત્ર 16.37% જેટલું છે.આ ઉપરાંત, ઓડિશા (8.45%) અને મહારાષ્ટ્ર (14.64%) પણ ઓછા દેવા ધરાવતા રાજ્યોમાં આવે છે.આ બધું જોઈને કહી શકાય કે ગુજરાતની નાણાકીય સ્થિતિ ઘણી રાજ્યોની તુલનામાં વધુ મજબૂત અને સંયમિત છે

આ પણ વાંચો :   Amul New Price: અમૂલે 700 પ્રોડકટસના ભાવમાં કર્યો ઘટાડો, 22 સપ્ટેમ્બરથી થશે નવા ભાવનો અમલ , પનીર,ઘી,બટરના ભાવ જાણો!

Tags :
Advertisement

.

×