Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar Crime : બેગુસરાઈમાં અસામાજિક તત્વોનો આતંક, એક જ પરિવારના 3 લોકોની કરી હત્યા...

બિહારના બેગુસરાઈમાં મોટી દુર્ઘટના એક જ પરિવારના 4 સભ્યોના તીક્ષ્ણ હથિયારના ઘ માર્યા પતિ-પત્ની સહિત 3ના મોત, પુત્રની હાલત ગંભીર બિહારના બેગુસરાઈ જિલ્લામાં અજાણ્યા બદમાશોએ એક જ પરિવારના ચાર લોકોની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા (Crime) કરી નાખી. જેમાંથી ત્રણ...
bihar crime   બેગુસરાઈમાં અસામાજિક તત્વોનો આતંક  એક જ પરિવારના 3 લોકોની કરી હત્યા
Advertisement
  1. બિહારના બેગુસરાઈમાં મોટી દુર્ઘટના
  2. એક જ પરિવારના 4 સભ્યોના તીક્ષ્ણ હથિયારના ઘ માર્યા
  3. પતિ-પત્ની સહિત 3ના મોત, પુત્રની હાલત ગંભીર

બિહારના બેગુસરાઈ જિલ્લામાં અજાણ્યા બદમાશોએ એક જ પરિવારના ચાર લોકોની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા (Crime) કરી નાખી. જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે જ્યારે એકની હાલત ગંભીર છે. આ મામલો બછવારા પોલીસ સ્ટેશન વિસ્તારના રસીદપુર પંચાયતના વોર્ડ નંબર 12 નો છે. મળતી માહિતી મુજબ શનિવારે સવારે અજાણ્યા લોકોએ પતિ, પત્ની, પુત્ર અને પુત્રી પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો (Crime) કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પરિવારને તીક્ષ્ણ હથિયારથી કાપી નાખવામાં આવ્યો હતો.

ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત...

આ ઘટનામાં પતિ, પત્ની અને પુત્રીના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા 7 વર્ષના પુત્રની હાલત નાજુક છે. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. જ્યાં ત્રણ લોકોને મૃત જાહેર કરાયા હતા.

Advertisement

આ પણ વાંચો : Delhi : ISIS નો આતંકી કરી રહ્યો હતો બ્લાસ્ટની તૈયારી, થયા અનેક ચોંકાવનારા ખુલાસા...

Advertisement

સાત વર્ષના પુત્રની હાલત નાજુક...

પોલીસે મૃતકોની ઓળખ નાગો મહતો, તેની પત્ની સંજીતા દેવી અને પુત્રી સપના કુમારી તરીકે કરી છે. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 7 વર્ષના પુત્ર અંકુશ કુમારની હાલત ચિંતાજનક છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હજુ સુધી હત્યારા (Crime)ઓ મળ્યા નથી.

આ પણ વાંચો : Manish Sisodia એ પત્ની સાથે ફોટો શેર કર્યો, કહ્યું- 'આઝાદી પછીની પહેલી ચા...'

Tags :
Advertisement

.

×