Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં Bihar elections નો માહોલ ; હર્ષભાઈ સંઘવીએ કહ્યું- સુરતની ભૂમિ બિહારવાસીઓ માટે આશીર્વાદરૂપ

Bihar elections : સુરતમાં વસતા બિહારના નાગરિકો માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે બિહારવાસીઓને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં એનડીએને જીતાડીને વિકાસને આગળ વધારવાની ભલામણ કરવામાં આવી હતી. તે સાથે જ લાલુના જંગલરાજ ઉપર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન NDAને જીતાડો વિકાસની ગાડી આગળ ચલાવો સુત્ર આપવામાં આવ્યો હતો.
સુરતમાં bihar elections નો માહોલ   હર્ષભાઈ સંઘવીએ કહ્યું  સુરતની ભૂમિ બિહારવાસીઓ માટે આશીર્વાદરૂપ
Advertisement
  • Bihar elections ની લહેર સુરત સુધી પહોંચી - હર્ષભાઈ સંઘવીએ બિહારવાસીઓને NDA માટે મતદાનની અપીલ 
  • બિહાર ચૂંટણીની અસર સુરતમાં : નાયબ CM હર્ષ સંઘવીએ બિહારવાસીઓને NDA માટે મત આપવાની અપીલ 
  • સુરતમાં બિહારી સમુદાયનો સંવાદ : હર્ષ સંઘવીએ કહ્યું - નીતિશ સરકારને વધુ મજબૂત બનાવો, લાલુ રાજને ફરી ન આવવા દો
  • બિહાર વોટર્સને સુરતના કાર્યક્રમમાં હર્ષ સંઘવી અને CR પાટીલની અપીલ - NDAને જીતાડો, વિકાસની ગાડી ચલાવો

Bihar elections : બિહાર ચૂંટણી પોતાના રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. બીજેપી અને કોંગ્રેસ પોત-પોતાની રીતે ચૂંટણી જીતવા માટે ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહી છે. મહાગઠબંધન અને એનડીએ માટે બિહાર ચૂંટણી ખુબ જ મહત્વપૂર્ણ છે. આ વચ્ચે બિહાર ચૂંટણી એનડીએને જીતાડવા માટે ગુજરાત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. આ સાથે જ બિહાર વિધાનસભા ચૂંટણીનો માહોલ સુરત સુધી પહોંચી ગયો છે. સુરતમાં વસતા બિહારી સમુદાયને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Bihar elections બાબતે સુરતમાં કાર્યક્રમ

આ કાર્યક્રમમાં હર્ષભાઈ સંઘવીએ બિહારવાસીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, અહીં બેસેલા તમામ લોકોની જન્મભૂમિ ભલે બિહાર રહી પરંતુ કર્મભૂમિ સુરત બની ગઈ છે. તમે પણ અહીં આવીને અડધા સુરતી બની ગયા છો તો અડધા ગુજરાતી બની ગયા છો. આ દરમિયાન હર્ષભાઈ સંઘવીએ છઠ્ઠમૈયાની પૂજાને વૈશ્વિક ઓળખ આપવા માટે બિહારવાસીઓ તરફથી પીએમ નરેન્દ્રભાઈ મોદીનો પણ આભાર માનવામાં આવ્યો હતો.

Advertisement

આ દરમિયાન તેમણે પીએમ ખેડૂત રાશિ સહિત બિહારની મહિલાઓને સીધી આર્થિક મદદને ઐતિહાસિક ગણાવીને તેને યાદ રાખીને બિહાર ચૂંટણીમાં બીજેપી અને નીતિશ સરકારને જીતાડવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, તમારા અને તમારા પરિવારની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે બિહારમાં બીજેપીની સરકાર લાવવી ખુબ જ જરૂરી છે.  આ કાર્યક્રમમાં મહિલાઓ મોટા પ્રમાણમાં જોડાણી હતી. તેથી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, તમારા ઘરેથી ફોન આવે તો પોતાના પરિવાર અને તમારા મિત્ર વર્તુળને ચોક્કસ રીતે બીજેપીને વોટ આપવાની ભલામણ કરજો.

Advertisement

 કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બિહારવાસીઓ

આજે ઉધના હરિનગર-3 ખાતેના કોમ્યુનિટી હોલમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બિહારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા અને મજુરા તથા ચોરયાસી વિધાનસભા ક્ષેત્રના બિહારીઓને સંબોધિત કર્યા. નાયબ CM સંઘવીએ બિહારીઓને NDA અને નીતિશ કુમારની સરકારને સમર્થન આપવાની તીવ્ર અપીલ કરી, જ્યારે CR પાટીલે બિહારના વિકાસ અને ખેડૂતો માટેની યોજનાઓ પર ભાર મૂક્યો હતો.

સુરતની ભૂમિ બિહારવાસીઓ માટે આશીર્વાદરૂપ

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કાર્યક્રમની શરૂઆતમાં કહ્યું કે, "સુરતની ભૂમિ બિહારવાસીઓ માટે આશીર્વાદરૂપ બની છે. અહીં આવીને તમે તમારા પરિવારોને સુરક્ષિત અને સમૃદ્ધ જીવન આપો છો. બિહારમાં ચૂંટણીનો માહોલ છે, અને ત્યાં NDA અને નીતિશ બાબુની સરકારે દરેક નાગરિકની સુરક્ષા માટે અનેક કામો કર્યા છે."

તેમણે વધુમાં કહ્યું કે, "બિહારવાસીઓની સુરક્ષામાં હજુ વધુ વધારો થાય તે માટે NDA અને નીતિશ સરકારને ફરી લાવવી જરૂરી છે. જો બિહારમાંથી કોઈ સંબંધી કે મિત્રનો કોલ આવે તો તેમને કહેજો કે દરેક મત ભારતીય જનતા પાર્ટીની સરકારને જવો જોઈએ. આનાથી બિહારનું ભવિષ્ય વધુ ઉજ્જ્વળ બને અને આપણે અમારા પરિવારોને વધુ સુરક્ષિત રાખી શકીએ."

બિહારના ભૂતકાળ પર નિશાન

હર્ષભાઈ સંઘવીએ બિહારના ભૂતકાળ પર નિશાન સાધતા કહ્યું, "બિહારમાંથી લાલુ રાજને ફરીથી ઉખાડી ફેંકવાનું કામ બિહારની જનતાએ કરવાનું છે. જંગલરાજના દિવસો પાછા ન આવે તે માટે NDAને મજબૂત કરો." આ કાર્યક્રમમાં શહેર ભાજપના અન્ય નેતાઓ અને બિહારવાસી અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જેમાં બિહારી સમુદાયના લોકોએ NDAને સમર્થનની ખાતરી આપી હતી.

CR પાટીલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયેલા

કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે મજુરા અને ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રના બિહારીઓને સંબોધિત કરીને કહ્યું, "સુરતમાં વસતા બિહારવાસીઓને લાગે છે કે બિહારનો વિકાસ થવો જોઈએ. ગુજરાતમાં તમામ પ્રકારની સુવિધાઓ છે - પીવાના પાણીથી લઈને અલગ-અલગ ભાષાઓમાં શાળાઓ સુધી. આ જ સુવિધાઓ બિહારમાં પણ આવે તે માટે NDA જરૂરી છે." તેમણે બિહારના ભૂતકાળની યાદ અપાવતા કહ્યું, "બિહારમાં જંગલરાજ હતું, જે હવે ખત્મ થયું છે. NDA સરકારે બિહારના ખેડૂતો માટે 12 હજાર કરોડની યોજના અમલમાં મુકી છે, જેનાથી ખેડૂતોને મોટો લાભ મળશે."

ગુજરાત જેવી સુવિધાઓનો લાભ

આ કાર્યક્રમ બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે યોજાયો. CR પાટીલ અને આજે હર્ષ સંઘવીની હાંકલથી સુરતમાં વસતા બિહારીઓમાં NDA પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. આ દરમિયાન બિહારી સમુદાયના લોકો કહ્યું હતુ કે તેઓ તેમના રાજ્યના વિકાસ માટે NDAને મત આપશે, જેથી તેઓ પણ ગુજરાત જેવી સુવિધાઓનો લાભ લઈ શકે.

આ પણ વાંચો- Farmer Relief : સરકારના નવા આદેશથી ખેડૂતોને મોટી રાહત ; ગામને એકમ ગણીને પંચનામું- BJP MLA મહેશ કસવાળાએ આવકાર્યો

Tags :
Advertisement

.

×