BIHAR : શિક્ષકે ચૂંટણીનું કામ નહીં સ્વિકારવા 'શોલેવાળી' કરી, તપાસના આદેશ
- બિહારમાં શિક્ષકનો ચૂંટણીની કામગીરીનો વિરોધ
- અધિકારી નહીં માનતા શાળાના છત પર પહોંચ્યા શિક્ષક
- કૂદી પડવાની ધમકી આપીને તંત્રને બાનમાં લેતા તપાસ સોંપાઇ
BIHAR : બિહાર (BIHAR) ના સિવાનમાં શાળાના શિક્ષકે (SCHOOL TEACHER) BLO નું કામ કરવાનો ઇનકાર કર્યો (ELECTION WORK) છે. જ્યારે આ અંગે અધિકારીઓએ તેની પૂછપરછ કરી તો તેઓએ શાળાની છત પર ચઢીને આત્મહત્યા કરવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી શાળામાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ (SOCIAL MEDIA VIRAL VIDEO) થયો હતો. બીજી બાજુ શિક્ષણ વિભાગે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. માહિતી અનુસાર સિવાન જિલ્લાના તરાવરા બ્લોકના કાઝી ટોલા સ્થિત ઉર્દૂ સ્કૂલના શિક્ષક હારૂન રશીદને મતદાન મથક પર BLO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, તેમને શનિવાર સુધી સુપરવાઇઝરના મતગણતરી ફોર્મ પણ મળ્યા ન્હતા.
શિક્ષકે કામ કરવાની ના પાડી
પંચાયત સચિવ રત્નેશ કુમારે શિક્ષકને પૂછ્યું કે, તેમણે કેમ ના લીધું ? ત્યારે શિક્ષકે કામ કરવાનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો હતો. આ પછી શિક્ષક શાળાની છત પર ચઢી ગયા અને ત્યાંથી આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. તે કલાકો સુધી છત પર રહ્યા હતા, શાળામાં હાજર વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષકોને તેઓએ ડરાવ્યા હતા. આ ઘટનામાં કેટલાક બાળકો રડવા લાગ્યા અને ચીસો પાડવા લાગ્યા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પક્ષો જોરદાર વિરોધ કરી રહ્યા છે
તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચે અચાનક બિહારમાં મતદાન યાદીની ફરીથી તપાસ કરવાનો આદેશ આપ્યો છે, જેનો વિરોધ પક્ષો જોરદાર વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ એટલો વધી ગયો છે કે વિપક્ષે આગામી 9 તારીખે બિહારમાં રસ્તા રોકો કરવાની જાહેરાત કરી છે.
તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શિક્ષકનો પગાર રોકી દેવામાં આવ્યો છે
અધિકારીઓનું કહેવું છે કે, આ મામલે BLO ના સુપરવાઇઝરે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરને ફરિયાદ કરી છે. વૈભવ શુક્લાએ બ્લોક શિક્ષણ અધિકારીને વાયરલ વિડીયોની તપાસ કરવા અને 24 કલાકની અંદર રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી શિક્ષકનો પગાર રોકી દેવામાં આવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો --- F-35 ફાઇટર જેટને રીપેર કરવા યુકેથી એન્જિનિયરોની ટીમ કેરળ પહોંચી


