Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિપોરજોયે રાજસ્થાનના હાલ કર્યા બેહાલ, 500થી વધુ ગામોમાં અંધારપટ

અરબ સાગરમાંથી નીકળેલ ચક્રવાત બિપોરજોય ગુજરાત બાદ રાજસ્થાનમાં તબાહી મચાવી રહ્યું છે. તેની અસરને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ અને ભારે...
બિપોરજોયે રાજસ્થાનના હાલ કર્યા બેહાલ  500થી વધુ ગામોમાં અંધારપટ
Advertisement

અરબ સાગરમાંથી નીકળેલ ચક્રવાત બિપોરજોય ગુજરાત બાદ રાજસ્થાનમાં તબાહી મચાવી રહ્યું છે. તેની અસરને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ અને ભારે પવને બાડમેર જિલ્લાને હચમચાવી નાખ્યું છે. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિના કારણે 500થી વધુ ગામોમાં અંધારપટ જાહેર કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, બાડમેર, સિરોહી, બાંસવાડા, ઉદયપુર, રાજસમંદ, પાલી, અજમેર, કોટા સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં અત્યાર સુધીમાં 10 થી 13 ઇંચ વરસાદ નોંધાયો છે. કોઈપણ રીતે ગામમાં વીજળી ચાલુ થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સતત વરસાદ અને ભારે પવને વહીવટીતંત્રનો આખો ખેલ બગાડી નાખ્યો છે.

Advertisement

Advertisement

જાલોર જિલ્લાના સાંચોરમાં સુરવા ડેમ તૂટવાને કારણે અનેક વિસ્તારો ડૂબી ગયા છે. ડેમ તૂટવાને કારણે નર્મદા કેનાલમાં પાણી વધવાથી તે પણ તુટી ગઈ છે. હવે સૌથી વધુ ખતરો સાંચોર શહેર પર મંડરાયો છે. શનિવારે રાત્રે ડેમ તૂટવાની માહિતી મળતા જ સમગ્ર શહેરને ખાલી કરાવવામાં આવ્યું હતું. સાંચોરની વસ્તી 50 હજાર છે. જયપુરથી તેનું અંતર 500 કિમી છે.

ચક્રવાત બિપોરજોયને કારણે નોર્થ વેસ્ટર્ન રેલવે (NWR) ઝોનમાં રેલ ટ્રાફિકને પણ અસર થઈ છે. રેલવેએ અમૃતસર-ગાંધીધામ એક્સપ્રેસ, જોધપુર-ભીલડી એક્સપ્રેસ, વલસાડ-ભીલડી એક્સપ્રેસ, જોધપુર-પાલનપુર એક્સપ્રેસ, જોધપુર-પાલનપુર એક્સપ્રેસ, બાડમેર-મુનાબાવ એક્સપ્રેસ, મુનાબાવ-બાડમેર એક્સપ્રેસ સહિત 13 ટ્રેનો રદ કરી છે.

હવામાન વિભાગે બાડમેર, જાલોર અને સિરોહીમાં 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. પાલી અને જોધપુર માટે "ઓરેન્જ એલર્ટ" જારી કરવામાં આવ્યું છે. બીજી તરફ જેસલમેર, બિકાનેર, ચુરુ, સીકર, નાગૌર, ઝુનઝુનુ, અજમેર, ઉદયપુર, રાજસમંદ, જયપુર, જયપુર સિટી, દૌસા, અલવર, ભીલવાડા, ચિત્તોડગઢ, કરૌલી, સવાઈ માધોપુર, ટોંક, બુંદી અને કોટા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : કોણ છે આ કવિ જેમની પ્રશંસામાં PM મોદીએ કર્યું ટ્વીટ, ટૂંકમાં દર્શાવ્યું શું હતું લોકોનું યોગદાન

Tags :
Advertisement

.

×