ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભાજપના નેતા સંબિત પાત્રાના કોંગ્રેસ પર શાબ્દિક ચાબખા

SAMBIT PATRA BJP : અહિં આતંકવાદી ફરે છે, ત્યાં સાંસદ ફરે છે, જેવા આરોપોનો ભાજપના નેતા સંબિત પાત્રાએ જડબાતોડ જવાબ આપ્યો
11:44 AM May 30, 2025 IST | PARTH PANDYA
SAMBIT PATRA BJP : અહિં આતંકવાદી ફરે છે, ત્યાં સાંસદ ફરે છે, જેવા આરોપોનો ભાજપના નેતા સંબિત પાત્રાએ જડબાતોડ જવાબ આપ્યો

SAMBIT PATRA BJP : પાકિસ્તાન વિરૂદ્ધ ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) બાદ હાલ ભારતીય સાંસદોનું પ્રતિનિધી મંડળ (INDIAN DELEGATION) દુનિયાભરના પ્રવાસે છે. આ સાંસદનું મંડળ અલગ અલગ દેશોમાં ફરીને પાકિસ્તાનને ઉઘાડુ પાડી રહ્યું છે. આ પ્રતિનિધી મંડળના પ્રયાસોથી અનેક દેશો આતંકવાદ વિરૂદ્ધ ભારતની વાતને સમર્થન આપી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ (CONGRESS) દ્વારા સવાલો ઉઠાવવામાં આવતા, ભાજપના નેતા સંબિત પાત્રાએ વળતા આકરા પ્રહાર કર્યા છે. તેમનું કહેવું છે કે, જયરામ રમેશ (JAYRAM RAMESH) ડેલિગેશન પર સવાલો ઉઠાવી રહ્યા છે. જે સાંસદો ગયા છે, તેમાં કોંગ્રેસના પણ સાંસદો છે, તેઓ પણ સારી રીતે ભારતની વાત રજુ કરી રહ્યા છે.

ભારતના ડેલિગેશન પર સવાલ ઉઠાવ્યા

હાલ ભારત સરકારનું પ્રતિનિધી મંડળ દુનિયાના પ્રવાસે છે. જેઓ દુનિયાભરના દેશોના વડા અથવા તેમના પ્રતિનિધીઓને મળીને પાકિસ્તાનની આતંકવાદનો પોષતી હરકતો ઉજાગર કરી રહ્યું છે. જેમાં ભારતને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આ પ્રતિનિધી મંડળમાં તમામ રાજકીય પાર્ટીના સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વચ્ચે કોંગ્રેસના નેતા જયરામ રમેશે ભારતના ડેલિગેશન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, અહિં આતંકવાદી ફરે છે, ત્યાં સાંસદ ફરે છે. જો કે, આ આરોપોનો ભાજપના નેતા સંબિત પાત્રાએ જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે રીતસરના શાબ્દિક ચાબખા માર્યા છે.

તેમાં કોંગ્રેસના સાંસદો પણ છે

સંબિત પાત્રાનું કહેવું છે કે, જયરામ રમેશે સાંસદો અને આતંકવાદીઓને સમાન કરી દીધા છે. સાંસદો ફરવા નથી ગયા, તેઓ ભારતનો પક્ષ મુકવા માટે ગયા છે. જે સાંસદો પ્રતિનિધી મંડળમાં ગયા છે, તેમાં કોંગ્રેસના સાંસદો પણ છે. ખુદ તેમના જ સાંસદો સારી રીતે ભારતની વાત રજુ કરી રહ્યા છે.

આ પણ વાંચો --- MEA: પાકિસ્તાન આતંકનું કેન્દ્રબિંદુ, સિંધુ જળસંધિ હાલ સ્થિગિત જ

Tags :
BJPbyCongresscounterGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsjayramleaderpatraquestionraisedRameshsambit
Next Article